જાણો બાગાયતી ખેતી કરતા તમામ ખેડૂ મિત્રોને મળતી સરકારી સબસીડીની તમામ વિગતો….

0
6362

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો આજે અમે અમારા ખેડૂત મિત્રોને બાગાયતી ખેતીમાં મળતા સરકારી સબસીડીના લાભોની જાણકારી આપીશું. અમે આશા રાખીએ છીએ કે આ પોસ્ટ શેર કરી તમે તમામ ખેડૂત મિત્રોને માહિતગાર કરશો અને અમારા પેજને શેર કરશો.

મિત્રો જાણકારી માટે જણાવી દઈએ કે નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ માટે બાગાયત ખાતા દ્વારા ચાર નવી યોજના અમલીકરણમાં મૂકવામાં આવી હતી. જેની વિગત આજે અમે તમને જણાવીશું. આ સબસીડી માટે i-khedut પોર્ટલ પર નિયત નમૂનામાં અરજી કરી જરૂરી સાધનિક કાગળો સાથે કચેરીમાં પહોંચાડવાની રહેશે. વધુ માહિતી માટે જિલ્લાની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીમાં સંપર્ક કરવા વિનંતી.

ફળપાક પ્લાન્ટિગ મટિરિયલસમાં સહાયની માહિતી :

સહાયનું ધોરણ: એચ. આર.ટી ૨/૩/૪

મદદની વિગતો – આાંબા : ૩૨,૦૦૦/હે.,  ચીકુ : ૨૨,૦૦૦/હે. દાડમ : ૮,૦૦૦/હે., જામફળ : પ૫૬૦/હે., આમળા : પપ૬૦/હે., મોસંબી/કિનનો : પપ૬૦/હે., બોર : ૨૭૮૦/હે.

પાક વાર નિયત કરવામાં આવેલ બહુવષયુિ ફળપાકની કલમ/ટીસ્યકલ્યર (રોપા )ના પ્લાન્ટિગ મટિરિયલ ઉપર થયેલ ખર્ચના મહત્તમ ૯૦% મુજબ સહાય જે રોપા/ કલમની કિંમત રૂ. ૨૫૦ સુધી હશે તેવા કિસ્સામાં જ સહાય મળવાપાત્ર થશે.

તમને મળશે ખાતા દીઠ મહત્તમ ૧ હેક્ટરની મર્યાદામાં સહાય .

જાણકારી માટે જણાવી દઈએ કે ફળ પાકના કલમો માટે NHB દ્વારા એક્રિડિએશન/કૃષિ યુનિ./બાગાયત ખાતાની નર્સરીમાંથી પ્લાન્ટીંગ મટીરીયલ ખરીદ કરવાનું રહેશે. ટીરસ્યુકલ્યર પ્લાન્ટિંગ મટિરિયલ (રોપા) માટે DBT દ્વારા માન્ય/એક્રિડિએશન થયેલ ટીસ્યુ લેબ GNFC, GSFC, કૃષિ યુનિ. ની. ટીસ્યુ લેબ જેવી સરકારશ્રીની જાહેર સંસ્થા પાસેથી ખરીદ કરવાનું રહેશે. તેમજ સદર યોજના હેઠળ લાભ લીધેલ લાભાર્થીને અન્ય કોઈ ફળપાકની યોજનામાં સહાય મળવાપાત્ર થશે.

વેલાવાળા શાકભાજી પાક માટે ટીસ્યુ કલ્ચરથી ઉત્પન્ન થયેલ પ્લાન્ટિગ મટિરિલમાં સહાય

આ સહાયમાં મળતી મદદની વિગતો – રૂ. ૬૦,૦૦૦/-હેક્ટર સહાય.

પ્લાન્ટિંગ મટિરિયલ (છોડ/રોપા)ના ખર્ચના પ૦ ટકા મુજબ મહત્તમ રૂ. ૩૦,૦૦૦ પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળશે. વેલાવાળા શાકભાજી જેવા કે, પરવળ, ટિંડોળા, કંટોલા વગેરેના વાવેતર માટે ટીરલ્યુકલ્યર રોપા DBT દ્વારા માન્ય/ એક્રિડિએશન થયેલ ટીસ્યુકલ્યર લેબોરેટરી પાસેથી ખરીદ કરવાનું રહેશે.

ખાતા દીઠ મહત્તમ ૧ હેક્ટરની મયાદામાં આજીવન એક જ વાર.

બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય મળશે.

સહાયનું ધોરણ: એચ. આર.ટી ૨/૩/૪. સામાન્ય ખેડુત માટે ખર્ચના પ૦% મુજબ વધુમાં વધુ રૂ.૧૦,૦૦૦/હેક્ટેર સહાય (સહાયનું ધોરણ: એચ. આર.ટી ૨). તેમજ અનુ. જન જાતિના ખેડૂત માટે ખર્ચેના ૭૫% મુજબ વધુમાં વધુ રૂ.૧પ,૦૦૦/હેક્ટેર સહાય (સહાયનું ધોરણ: એચ. આર.ટી ૩/૪). જાણકારી માટે જણાવી દઈએ કે વધુમાં વધુ ૧ હેક્ટેરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.

તમને જણાવી દઈએ કે ભારત સરકારશ્રીનાં પ્રવર્તમાન ફર્ટિલાઈઝર કન્ટ્રોલ એક્ટનાં ધારા-ધોરણો મુજબનાં વોટર સોલ્યુબલ ફર્ટિલાઈઝર કે જેને સરકારશ્રી દ્વારા ઉત્પાદન/વેચાણ માટે માન્ય કરવામાં આવેલ ખાનગી/જાહેર સાહસ સંસ્થાઓ પાસેથી ખરીદ કરવાનું રહેશે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ સહાય લાભાર્થીને એક જ વાર મળવાપાત્ર છે.

રગવાની ખેતીમાં મળતી સહાય :

આ સહાયમાં પ્લાન્ટીંગ મટીરીયલ માટે સહાય: યુનિટ કોસ્ટ રૂ.૮,૦૦૦/હેક્ટેર સહાય, ખર્ચના પ૦% મુજબ મહ્તમ રૂ.૪,૦૦૦  પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય.

ખેતી ખર્ચ માટે સહાય: યુનિટ કોસ્ટ રૂ.૧૭,૦૦૦/-,  ખર્ચના પ૦% મુજબ મહ્તમ રૂ.૮,પ૦૦ પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય

તેમજ ખાતા દીઠ મહત્તમ ૧ હેક્ટરની મયાદામાં આજીવન એક જ વાર મળશે.

પ્લાન્ટીંગ મટીરીયલ માટે NHB દ્વારા એક્રિડિએશન/કૃષિ યુનિ./બાગાયત ખાતાની નર્સરીઓમાંથી પ્લાન્ટિંગ મટિરિયલ ખરીદ કરવાનું રહેશે.

રાજ્યમાં પૂરતા પ્રમાણમાં NHB દ્વારા નર્સરીનું એક્રિડિઓશન ન થાય ત્યાં સુધી ખેડૂત પોતાની પસંદગીનું સારી ગુણવત્તાવાળું પ્લાન્ટિગ મટિરિયલ્સ નર્સરીમાંથી મેળવી વાવેતર કરે તો તેઓને સહાય મળવાપાત્ર રહેશે.

જાણકારી માટે જણાવી દઈએ કે આ સહાય લાભાર્થીને એક જ વાર મળવાપાત્ર છે.

ખેડુતમિત્રો, આ યોજનાઓનો લાભ લેવા i-Khedut પોર્ટલ ( https://ikhedut.gujarat.govડોટin/) પર અરજી કરો.