સવારે ઊઠતાં જ કરો હથેળીના દર્શન તો તમારા ઉપર થશે ધન, યશ અને કીર્તિનો વરસાદ

0
8878

સામાન્ય રીતે મોટાભાગના લોકોએ એવી આદત હોય છે કે, તે સવારે ઉઠીને સૌથી પહેલા અરીસામાં પોતાનો ચહેરો જોવાનું પસંદ કરે છે. ઘણા લોકોને એવી ટેવ હોય છે. જો કે આજકાલ અરીસાને જગ્યાએ લોકો પોતાનો ચહેરો જોવા માટે કેમેરા વાળા મોબાઈલ ઉપયોગ કરે છે. પરંતુ તેમાં કોઈ શંકા નથી કે જે લોકો માત્ર પોતાની સાથે પ્રેમ કરે છે, તે સવારે ઉઠીને ભગવાનનું નામ લેવાને બદલે પોતાના ચહેરાને જુવે છે. અને જો તમે પણ સવારે ઉઠીને સૌથી પહેલા આ જ કામ કરો છો, ઓ તે સાચું નથી.

એનું કારણ જણાવી દઈએ કે આપણા હિંદુ ધર્મ શાસ્ત્રો અનુસાર, વ્યક્તિએ સવારે ઉઠીને સૌથી પહેલા તમારે તમારો ચહેરો નહિ પરંતુ તમારી હથેળીઓ જોવી જોઈએ. ખરેખર તમને એ વાત પણ ઘણી વિચિત્ર લાગી રહી હશે, પરંતુ તે એકદમ સાચું છે. સવારે ઉઠીને તમારી હથેળીઓ જોવાના ઘણા બધા ફાયદા હોય છે. જેના વિષે આજે અમે તમને જણાવીશું, અમને વિશ્વાસ છે કે આ ફાયદા વિષે જાણીને તમે પણ દંગ રહી જશો.

જણાવી દઈએ કે, શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આપણા ભાગ્યની રેખાઓ આપણા હાથોમાં જ હોય છે. તો તેવામાં જો તમે સવારે ઉઠીને સૌથી પહેલા તમારા ભાગ્યની રેખાઓ જોશો, તો તેનાથી તમને જ ફાયદો થશે. સવારે ઉઠીને પોતાની હથેળીઓ જોવાથી ક્યા ફાયદા થાય છે. તો આવો હવે તમને તે ફાયદા વિષે વિસ્તારથી જણાવીએ.

૧. આપણા પૂર્વજોના કહ્યા અનુસાર, સવારે ઉઠીને જો તમે સૌથી પહેલા પોતાની હથેળીઓ જોશો, તો તેનાથી તમારો આખો દિવસ સારો જ પસાર થશે. તમને અમારી વાત ઉપર વિશ્વાસ નથી તો તમે પોતે થોડા દિવસ સુધી આ કામ કરીને જોઈ લો. તેનાથી તમને જાતે જ અમારી આ વાત ઉપર વિશ્વાસ થઇ જશે. નીચે જણાવેલ પંક્તિ જે આપણા શાસ્ત્રોમાં જોવા મળે છે તે એની સાબિતી છે.

कराग्रे वसते लक्ष्मी करमध्ये सरस्वती।

करमूले तू गोविन्द: प्रभाते करदर्शनम्।।

આપણા પ્રાચીન શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે, હથેળીના મધ્ય ભાગમાં મહાલક્ષ્મી અને ઉપરના ભાગમાં માં સરસ્વતીનો વાસ હોય છે. તેનો અર્થ એ છે કે જો તમે સવારે ઉઠીને સૌથી પહેલા પોતાની હથેળી જોશો, તો તેનાથી તમને માતા રાણીના દર્શન પણ થજે જશે, અને તમારા તમામ કામ પણ સફળ થશે. એટલા માટે જો બની શકે તો સવારે ઉઠીને સૌથી પહેલા પોતાની હથેળી જ જુવો.

૨. જાણકારી માટે જણાવી દઈએ કે, આપણે ત્યાં એવું પણ કહેવામાં આવે છે કે, આપણી હથેળીઓમાં દેવતાઓનો વાસ હોય છે. તેવામાં જો તમે સવારે ઉઠીને તમારી હથેળી જોશો તો તેનાથી તમે દિવસ આખામાં જે પણ કામ કરશો, તે હંમેશા સારા જ થશે. ત્યાં સુધી કે એમ કરવાથી તમને જીવનભર કોઈ કાર્યમાં નુકશાન થતું નથી અને તમારું નસીબ હંમેશા તમારી સાથે રહે છે.

આશા રાખીએ છીએ કે આ વાંચ્યા પછી તમે કાલથી જ સવારે ઉઠીને સૌથી પહેલા પોતાની હથેળી જોવાનું શરુ કરી દેશો. ખરેખર તેનાથી તમારું જીવન સફળ થઇ જશે.

જીવનમાં આવનાર કોઈ પણ અડચણોને દૂર કરવા માટે આ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રમાં ભગવાન વિષ્ણુના 1000 નામોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ મંત્રના જાપથી તેમને એટલું જ ફળ મળશે જેટલું ફળ વિષ્ણુ સહસ્ત્રનામના જાપથી મળે છે.

“नमो स्तवन अनंताय सहस्त्र मूर्तये, सहस्त्रपादाक्षि शिरोरु बाहवे.

सहस्त्र नाम्ने पुरुषाय शाश्वते, सहस्त्रकोटि युग धारिणे नम:!!!”

સવારે હથેળી જોવાનું વૈજ્ઞાનિક તથ્ય :

સવારે ઉઠીને હથેળીઓના દર્શન કરવાનું એક કારણ વિજ્ઞાનમાં પણ છે. વિજ્ઞાનમાં હથેળીના દર્શનનો અર્થ છે કે સવારે ઉઠ્યા પછી સૌથી પહેલું કામ એ કરવું જોઈએ કે હથેળીઓને એકબીજા સાથે ઘસીને આંખો પર મુકવી જોઈએ. એમ કરવાથી આંખોમાં લોહીનો પ્રવાહ આખી રાતની ઊંઘ પછી વ્યવસ્થિત રીતે થવા લાગે છે અને આંખોનું તેજ વધે છે.