કોઈપણ છોકરીને કહો ફક્ત આ 5 મેજીકલ વર્ડ, પછી એ તમારા માટે જીવ પણ આપી દેશે

0
2308

દુનિયામાં પ્રેમને સૌથી સુંદર અનુભવ કહેવામાં આવે છે. તેમજ પ્રેમ વિષે એવું કહેવામાં આવે છે, કે જ્યાં પ્રેમ હોય છે ત્યાં બે પ્રેમ કરવાં વાળા લોકો વચ્ચે કોઈ ને કોઈ મીઠી ટકરાર થતી જ હોય છે. એનાથી સંબંધોનું જોડાણ મજબુત બને છે. જો તમે તમારા પ્રેમને મજબુત બનાવવા માંગો છો તમારે તમારી ગર્લફ્રેન્ડ કે તમારી પત્નીને એની અનુભૂતિ કરાવવી પડે છે. જ્યાં સુધી તમે તમારો પ્રેમ એમને વ્યક્ત ન કરો ત્યાં સુધી એ પણ તેમનો તમારા પ્રત્યે રહેલો પ્રેમ વ્યક્ત નથી શકતા.

તેમજ એવું જરૂરી નથી કે જીવનમાં તમે જેને મનથી ચાહો છો, તેને વાત-વાત પર આઈ લવ યુ કહેવાથી જ પ્રેમને જીવનમાં કાયમ માટે જીવંત રાખી શકાય છે. તમારા દ્વારા કહેવામાં આવેલા બીજા કેટલાક શબ્દો પણ તમારા પાર્ટનરના દિલમાં તમારી જગ્યા બનાવી લે છે, જેને તમારી પત્ની કે પછી તમારી ગર્લફ્રૅડ હંમેશા સાંભળવાનું પસંદ કરે છે. આજે અમે તમને એ મેજિકલ વર્ડ વિષે જણાવીશું જે તમારા સાથી તમારા મોઢે સાંભળવા માંગતા હોય છે.

1. હું છું ને :

મિત્રો જેને તમે પ્રેમ કરો છો એ વ્યક્તિ જો કોઈ મુશ્કેલીમાં હોય, તો તમે તેનો સાથ આપવા માટે એમ કહી શકો છો, કે “તું ચિંતા ન કર, હું છું ને.” તમારા મોઢે આ શબ્દો સાંભળતા તમારી પત્ની કે ગર્લફ્રૅડને એવો અનુભવ થાય છે, કે કોઈ છે જે મુશ્કેલીઓમાં તેનો સાથ આપે છે. આનાથી તમારો પ્રેમ તેના દિલમાં હંમેશ માટે રહેશે.

2. તારા જેવું કોઈ નથી :

આ દુનિયામાં રહેલી દરેક છોકરીઓને પોતાના વખાણ સાંભળવા ખુબ જ ગમે છે. જયારે તમે તમારી ગર્લફ્રૅડ એક કહી દો કે તું ખુબ સુંદર છે, તારા જેવી બીજી કોઈ નથી. તે આ વાત સાંભળીને તે તમારાથી ખુબ ઈમ્પ્રેસ થશે.

3. કોઈ વાત નહિ તું ટેંશન ના લે :

ભૂલ તો દરેક મનુષ્યથી થાય છે. એવામાં જયારે તમારા સાથીથી કોઈ ભૂલ થઇ ગઈ હોય, તો તમે તેમની સાથે ઝગડવાના બદલે એમને એમ કહી દો, કે કોઈ વાત નહિ ક્યારેક ક્યારેક ભૂલ થઇ જાય છે. તું ટેંશન ના લે. આનાથી તેમના દિલમાં પ્રેમ હજુ વધારે થઇ જાય છે.

4. ફોન કે મેસેજ કરી દેજે :

છોકરીઓને એમની ચિંતા કરવાં વાળા અને સાળસંભાળ કરવાં વાળા છોકરા વધારે પસંદ હોય છે. તો જયારે પણ છોકરીઓ ક્યાં બહાર જાય છે, તો તેનો સાથી તેને એમ કહે કે પહોંચીને ફોન કે મેસેજ જરૂર કરજે. તો આ શબ્દો સાંભળીને તેને લાગે છે કે તેને મારી ચિંતા છે અને તે મારી કેયર કરે છે. આ શબ્દો તમારા પ્રેમને મજબુત બનાવે છે.

5. હું કરી દઉ છું :

તમારા પાર્ટનરને એના જીવનમાં ઘણા બધા કામ હોય છે. એવામાં જયારે એના પર કામનો ભાર વધી જાય, તો તમે તેના કામમાં સાથ આપશો અને એને કહેશો કે “તું ચિંતા કરીશ નહિ, હું કરી દઉ છું”, બસ આટલું સાંભળીને તે તમારાથી ખુબ ઈમ્પ્રેસ થઇ જશે અને તમારા પ્રેમને સમજશે.