ભારતના માર્કેટમાં કૌડીઓના ભાવે મળે છે કાર, 40 હજારની વેગેનાર, 4 લાખમાં મળે ઔડી

0
3496

આજકાલ દેખાદેખીનો સમય ચાલી રહ્યો છે. અને આજના આ સમયમાં મોંઘા માં મોંઘી ગાડી અને મોંઘા ફોનનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. એવામાં કાર ખરીદવા વાળા લોકો પણ દર વખતે એ જ વિચારે છે, કે ઓછી કિંમતમાં સારી કાર મળી જાય તો તેને તરત ખરીદી લેવામાં આવે. પણ ઘણી વખત લોકો કાર ખરીદવાના ચક્કરમાં પોતાની સારી એવી જમા મૂડી પણ ગુમાવી દે છે. ભારતમાં ઘણા બધા એવા બજાર છે જ્યાં જૂની કરો મળે છે. પણ કાર વિષે વધારે જાણકારી ન હોવાને કારણે લોકો જૂની કારના વધારે પૈસા આપી બેસે છે.

પણ ભારતમાં એક એવું પણ બજાર છે, જ્યાં કૌડીઓના ભાવે ગાડીઓ મળી જાય છે. અને આ બજાર આવેલું છે રાજધાની દિલ્હીમાં છે. કરોલ બાગ અને સરોજની નગર બે એવા સ્થળ છે જ્યાં સેકન્ડ હેંડ કારોનું સૌથી મોટુ બજાર છે. ઘણી વખત તમને અહિયાં એક થી એક ચડીયાતી ડીલ મળી જશે. અહિયાં બસ તમારે સાથ જોઈએ તમારા નસીબનો. આમ તો આ બજારમાં તે ગાડીઓ આવે છે, જેને લોકો ઉપયોગ કરીને પછી ડીલરને વેચી દે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે આ બજારોમાં એવી કારો પણ આવે છે, જેની કન્ડીશન એકદમ નવી જેવી હોય છે અને ગાડીઓ ૨૦-૩૦ હજાર કી.મી. થી વધુ નથી ચાલેલી હોતી. આમ તો આવી કારો ખરીદવા માટે તમારે પૈસા વધુ ખર્ચ કરવો પડી શકે છે.

સામાન્ય રીતે આ બજારમાં કારોની કિંમત ૪૦ હજાર રૂપિયાથી શરુ થાય છે. અહિયાં તમને સામાન્ય રીતે ૪-૫ લાખ વાળી કારો ૪૦ હજાર રૂપિયામાં, અને ૧૦ લાખ સુધીની કિંમતની કારો ૨-૩ લાખ રૂપિયામાં મળી જશે. પણ આ ગાડીઓ ખરીદતા પહેલા થોડી સાવચેતીઓ જરૂરી છે. નહી તો ડીલર તમને ચૂનો પણ લગાવી શકે છે.

કાર ખરીદતા સમયે સૌથી પહેલા ધ્યાન આપવાની વાત એ છે કે કાર કેટલી જૂની છે. તેના આધાર ઉપર કારની કિંમત નક્કી થાય છે. જો કાર ૧૦ વર્ષ કે તેનાથી વધુ જૂની છે તો તેની કિંમત ઘણી ઓછી રહેશે. જો ગાડી નવી છે અને તેની કંડીશન પણ સારી છે તો તમારે એ કાર માટે વધુ પૈસા ચુકવવા પડશે. જે ઘણું સ્વાભાવિક છે.

એક સલાહ એ છે કે અહિયાંથી ગાડી ખરીવી હોય તો તમારા કોઈ જાણીતા મિકેનિકને તમારી સાથે જરૂર લઈ જાવ. આમ તો ઘણી વખત ડીલર ગાડીના મીટરમાં છેડછાડ કરે છે. ગાડી ભલે જ ૧ લાખ કી.મી. ચાલી ચુકી હોય, મીટર તમને ૫૦ હજાર કી.મી. થી વધુ નહી બતાવે. તે ઉપરાંત ગાડીમાં કોઈ પ્રોબ્લેમ નથી એ ચકાસવા માટે તમે મિકેનિક સાથે લઇ જાવ તો સારું રહેશે.

જૂની કારોના આ બજારમાં તમે ૧-૧૨ વર્ષ જૂની કારો બેધડક ખરીદી શકો છો. પણ એક વાતનું ધ્યાન રહે કે ગાડીઓ દોઢ લાખ કી.મી. થી વધુ ન ચાલી હોય. જો ગાડી વધુ ચાલી ગયેલ છે તો એવરેજ ખરાબ આપશે અને પછી તમે અમને દોષ આપવા લાગશો.

ચાલો હવે ગાડીઓની કિંમતની વાત કરીએ, તો અહિયાં તમને ૧૦-૧૨ વર્ષ જૂની વેગનઆર ૪૦-૫૦ હજાર રૂપિયામાં આરામથી મળી જશે. તે એવરેજમાં તમને i10 પણ ૧ લાખ સુધી મળી જશે. આ ગાડીઓ ૬૦-૭૦ હજાર કી.મી સુધી જ ચાલેલી હશે. ઓછી ચાલેલી કારોની વાત કરીએ તો હ્યુન્ડાઈ વર્ના જેવી કાર જેની કિંમત ૮ લાખની આસપાસ છે તે અહિયાં તમને ૪-૫ લાખમાં મળી જશે. આ ગાડી ૨૫-૩૦ હજાર કી.મી. થી વધુ ચાલેલી નહી હોય.

હવે જો તમને મોંઘી ગાડીનો શોખ છે, અને બજેટ વધારે નથી તો તમને અહિયાં ચાર બંગડી વાળીથી લઈને મર્સીડીસ સુધી મળી જશે. આ માર્કેટની ખાસ વાત એ છે કે અહિયાં મોંઘી કારો પણ ૫-૧૦ લાખ રૂપિયાની કિંમતમાં ખરીદી મળી આવે છે. બીજી એક ખાસ વાત એ છે કે અહી ખરીદી કરવાં માટે તમારી સાથે કોઈ મહિલાને જરૂર લઈને જાવ. હવે તમે કહેશો એવું કેમ? તો સાહેબ આ બજારમાં જોરદાર રીતે ભાવતાલ થાય છે. અને મહિલાઓથી ઉત્તમ ભાવતાલ કોઈ નથી કરી શકતું. તેથી આ કામ મહિલાઓ જ કરે તો સારું છે.

ખરીદી માટે થોડી ટીપ્સ જાણી લો. એક તો ડીલર તમને જે પણ કિંમત કહે તેના અડધાથી ઓછી કિંમત એને જણાવો. બીજું જ્યારે તમને લાગે કે ગાડીની કંડીશનની ગણતરીમાં આટલી કિંમત બરોબર છે ત્યારે જ સોદો નક્કી કરો. અને ત્રીજું ગાડીનો સોદો નક્કી કરતા પેહેલા પણ કારની ટેસ્ટ રાઈડ જરૂર લો.

આ બજારની ખાસ વાત એ છે, કે અહિયાંના દુકાનદારો તમને પહેલા એ જ કાર દેખાડશે જેની કંડીશન સારી હોય અને ગ્રાહક તેને તરત લેવા માટે તૈયાર થઇ જાય. છતાપણ તમે આજુ બાજુની ૪-૫ દુકાનોમાં જઈને એક વખત ગાડીની સાચી કિંમત જરૂર ચેક કરી લો. ક્યાંક એવું ન થઇ જાય કે સારી ગાડી લેવાના ચક્કરમાં તમારે વધુ પૈસા આપવા પડે.

જો તમે દિલ્હીથી દુર રહો છો, તો તમે ઓનલાઈન સેકન્ડ હેંડ કાર બજારમાં પણ તમારી નજર દોડાવી શકો છો. અહિયાં પણ તમને લગભગ એ ભાવમાં જ કાર મળી જશે. તમે cars24 ડોટ com, droom ડોટ in, quikr ડોટ com, carwale ડોટ com, cardekho ડોટ com અને મહીન્દ્રા ફર્સ્ટ ચોઈસ ઉપર જઈને સારી કંડીશન વાળી કાર શોધી શકો છો.