આ જોડાએ પોતાના શરીરમાં કર્યો એવો ફેરફાર, કે લોકો જોતા જ રહી ગયા, જાણો આમના ફિટનેસનું રહસ્ય

0
1336

આજકાલ લોકો પોતાને ફીટ રાખવાનું પસંદ કરવા લાગ્યા છે. એના માટે તેઓ નિયમિત થોડો સમય કાઢીને જીમ, ઝુમ્બા, યોગા વગેરે કરવા જવા લાગ્યા છે. અને આપણે જયારે ઈન્ટરનેટ ઉપર એવા લોકોને જાડા માંથી પાતળા થતા જોઈએ છીએ, તો આપણા મનમાં પણ ઈચ્છા જાગૃત થાય છે કે, જો આપણે પણ પોતાનામાં આવો ફેરફાર લાવી શકીએ તો કેટલું સારું કહેવાય નઈ.

પણ થોડી આળસને કારણે આપણે માત્ર વિચારીતા જ રહીએ છીએ, અને બીજા લોકો આ સપનાને હકીકતમાં ફેરવીને દેખાડે છે. તમે લોકોએ આજકાલ ઘણા યુવાન અને પૈસાદાર લોકોને પોતાના શરીરને એકદમ ફીટ બનાવતા જોયા હશે. પરંતુ આજે અમે જે કપલ વિષે વાત કરવાના છીએ, તે અમારા અને તમારા જેવા સામાન્ય લોકો માટે પ્રેરણા બની શકે છે.

આ છે ૪૦ વર્ષના આદિત્ય શર્મા અને તેમની પત્ની ગાયત્રી શર્મા :

મિત્રો ફિટનેસનું મહત્વ સમજીને આ પતી પત્નીએ પોતાના શરીરમાં એવો ફેરફાર કર્યો છે કે, આજે લોકો તેમને વળી વળીને જુવે છે. જણાવી દઈએ કે આદિત્ય જે પહેલા 72 કિલો વજન ધરાવતા હતા, તે હવે માત્ર 52 કિલો વજન ધરાવે છે. અને તેમની પત્ની જે પહેલા 62 કિલો વજન ધરાવતી હતી હવે માત્ર 51 કિલોની થઇ ગઈ છે. તો છેવટે આદિત્ય અને ગાયત્રીએ એવું શું કર્યું? જે તે આજે આટલા ફીટ થઇ ગયા? આવો જાણીએ.

વજન ઉતારવાની શરૂઆત ત્યારે થઇ જયારે આદિત્ય એક શર્ટ પહેરી રહ્યા હતા, અને તેમને તે શર્ટ ફીટ નહોતું થઇ રહ્યું. તેવામાં આદિત્યે એ નિર્ણય લીધો કે તે હવે કોઈ પણ રીતે પોતાનું વજન ઓછું કરીને જ રહેશે. આમ તો આદિત્ય માટે તે કરવું સરળ ન હતું. પણ તેમણે શરૂઆત કરી. અને જયારે તેમણે એની શરૂઆત કરી તો લોકોએ તેમની મજાક ઉડાવી અને તેમને ઘણા વખત ટોક્યા પણ.

પણ આદિત્યએ પોતાનું લક્ષ્ય નક્કી કરી લીધું, એટલે એમણે આ બધી વસ્તુ ઉપર ધ્યાન ન આપ્યું, અને સ્ટ્રીક ન્યુટ્રીશન ડાયટ ફોલો કર્યુ. સાથે જ ઘણા પ્રકારની કસરત પણ કરી. પાટલા થવા માટે આદિત્ય મહીના સુધી ફેટ ફૂડથી દુર રહ્યા. તે નાસ્તામાં અને લંચમાં માત્ર પનીર અને સોયા ચંકસ ખાતા હતા. પછી રાત્રે ડીનરમાં પણ તે ભાત અને પનીર ઉપર પણ રહેતા હતા.

તેમજ મારવાડી પરીવાર માંથી હોવાને કારણે એમના ઘરવાળાને આદિત્યની આ ડાયટમાં રસ ન પડ્યો. તમના મતે તો ખાઈ પી ને ભરાવદાર શરીર રાખવું સારું હતું. અને ખાસ કરીને તેમની મમ્મીને ઘણું દુ:ખ થતું હતું કે, તેમનો દીકરો હવે તેમના હાથે બનેલી સ્વાદિષ્ટ વાનગીઓ નહિ ખાશે.

પણ આદિત્ય માટે તો બસ પોતાને ફીટ રાખવાનું જ મહત્વનું હતું. આવી રીતે સખ્ત મહેનતને લઈને આદિત્યએ ધીમે ધીમે પોતાનું વજન ઓછું કરી લીધું. વજન ઓછું કર્યા પછી પણ આદિત્ય અટક્યા નહિ અને પોતાના મસલ્સ બનાવવા માટે કસરત કરતા રહ્યા અને હવે પરિણામ તમારી સામે છે.

આદિત્યના આ કામની બીજી અસર તેમની પત્ની પર પણ પડી. એમણે પર પતિને ફોલો કર્યા અને તેમનો પૂરો સહકાર આપ્યો. ગાયત્રી પણ પોતાના પતી સાથે ટ્રેનીંગ લેવા લાગી. પછી જોત જોતામાં ગાયત્રીએ પણ ૩ મહિનાની અંદર પોતાનું ૧૧ કિલો વજન ઓછું કરી લીધું. આજે ગાયત્રીની કમર ૨૫ ઇંચની છે, જેમાં તે ઘણી સુંદર દેખાય છે. આદિત્ય અને ગાયત્રીએ એક ન્યુટ્રીશન કોર્સ પણ કર્યો છે.

અને હવે આ કપલ ન માત્ર પોતાના ડાયટનું સારી રીતે ધ્યાન રાખે છે, પરંતુ બીજા લોકોને પણ ફીટ રહેવાની સલાહ આપે છે. લોકો જયારે પણ આદિત્ય અને ગાયત્રીને જુવે છે, તો તેની હેલ્થ ટીપ્સ લેવા લાગે છે. આદિત્ય અને ગાયત્રીની આ વાત ખરેખરમાં ઘણી પ્રેરણાદાયક છે. જો તમે પણ તમારો મોટાપાથી પરેશાન છો? તો આજે જ જીમ જાવ અને તમારી ડાયટ પણ સુધારો.

લેખ પસંદ આવ્યો હોય તો લાઈક અને શેયર જરૂર કરજો. જેથી બીજા પણ આ કપલની ફિટનેસ જોઇને પ્રેરણા લઈને પોતાને ફીટ રાખી શકે.