તિરુપતિ બાલાજીના મંદિરના આ રહસ્યોને જાણીને ઉડી જશે તમારા હોશ, જાણો અહી દાન થતા વાળનું શું થાય છે

0
2359

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. એ વાત તો તમે બધા જાણો જ છો, કે ભારતીય સનાતન ધર્મમાં હિંદુઓના ઉપાસના સ્થળને ‘મંદિર’ ના નામથી ઓળખવામાં આવે છે. મંદિર એટલે એ સ્થાન જે આરાધના અને પૂજા કરવાં માટે નક્કી કરવામાં આવ્યું છે. અહી કોઈ પણ વ્યક્તિ કોઈ આરાધના પ્રત્યે પોતાનું ધ્યાન લગાવી શકે છે, અને અહીં પર ચિંતન કરી શકાય છે. મંદિરોમાં દેવી દેવતાઓની મૂર્તિ રાખીને એમની પૂજા અર્ચના કરવામાં આવે છે.

જો આપણે મંદિરનો શાબ્દિક અર્થ જાણીએ તો એનો અર્થ ઘર થાય છે. સનાતન ધર્મ અનુસાર જ્યાં ભગવાનનો નિવાસ હોય તેને મંદિર કહેવામાં આવે છે. આ બધી વાતો લગભગ બધાને ખબર જ હશે. ભારતમાં ધાર્મિક લોકોની સંખ્યા ઘણી વધારે છે. એની સાથે જ લોકો દાન પુણ્ય પણ ઘણું કરે છે. દાન પુણ્યનું પણ ઘણું મહત્વ હોય છે.

આપણા ભારત વર્ષમાં એવા ઘણા મંદિર આવેલા છે, જ્યાં શ્રધ્ધાળુઓની અટૂટ આસ્થા જોવા મળે છે. આ મંદિરોમાં દૂર-દૂરથી લોકો દર્શન કરવા માટે મોટી સંખ્યામાં આવે છે. અને પ્રભુને પોતના સુખ અને દુઃખ જણાવે છે. એજ જ રીતે આંધ્રપ્રદેશમાં તિરુમાલા પર્વત પર આવેલું તિરૂપતિ બાલાજી મંદિર ભારતના ઘણા પ્રાચીન મંદિરો માંથી એક છે.

તિરુપતિ બાલાજી મંદિર એ પ્રસિદ્ધ હિંદુ મંદિર છે. તિરૂપતિ ભારતના સૌથી પ્રસિદ્ધ તીર્થ સ્થળ માંથી એક માનવામાં આવે છે. તેમજ આ મંદિર જેટલું પ્રાચીન છે એટલું જ ધનવાન પણ છે. આ મંદિરમાં શ્રધ્ધાળુઓ દ્વારા રોજ કરોડો રૂપિયાનો ચઢાવો ચઢાવવામાં આવે છે. અને આ મંદિરના ઘણા રહસ્યો પણ છે, જેની પરથી હજી પડદા નથી ઉઠયા. આજે અમે તેમને આ લેખના માધ્યમથી આ મંદિર સાથે જોડાયેલા અમુક રહસ્યો વિષે જાણકારી આપવાના છીએ, જેને જાણ્યા પછી તમે પણ ચકિત થઈ જશો.

આવો જાણીએ તિરૂપતિ બાલાજીના મંદિરના રહસ્ય વિષે :

દર ગુરુવારે મંદિરમાં રહેલી ભગવાન વેંકટેશ્વર સ્વામીની મૂર્તિ પર સફેદ ચંદનનો લેપ લગાવવામાં આવે છે. અહીંની માન્યતા અનુસાર જ્યારે આ લેપને હટાવવામાં આવે છે, તો મૂર્તિ પર માતા લક્ષ્મીજીના ચિન્હ રહી જાય છે. અદભુત વાત છે.

જયારે તમે મંદિરમાં અચાનકથી એમને જુઓ, તો એવું લાગશે કે ભગવાનની મૂર્તિ ગર્ભગૃહની વચ્ચે છે. પણ હકીકતમાં આ મૂર્તિ મંદિરની જમણી બાજુ સ્થિત છે. આવું કેમ થાય છે એના વિષયમાં કોઈને પણ કંઈ જાણકારી મળી નથી.

મિત્રો તમને જાણીને નવાઈ લાગશે, કે આ મંદિરમાં વેંકટેશ્વર સ્વામીની મૂર્તિ પર જે વાળ લાગેલા છે એ વાસ્તવિક છે. આ વાળ ઘણા મુલાયમ છે, અને એ ક્યારેય પણ એક બીજા સાથે લપેટાતા નથી.

આ મંદિરમાં બાલાજીની મૂર્તિને પચાઈ કપૂર અર્પિત કરવામાં આવે છે, જેને સામાન્ય કપૂર મેળવીને બનાવવામાં આવે છે. જો એને બીજા કોઈ સામાન્ય પથ્થર પર અર્પિત કરવામાં આવે, તો તે થોડા સમયમાં જ ચમકવા લાગે છે. પણ આશ્ચર્યની વાત એ છે કે આ મૂર્તિ પર એનો કોઈ પ્રભાવ પડતો નથી. અને એની પાછળનું કારણ પણ કોઈ નથી જાણતું.

એવું માનવામાં આવે છે કે 18 મી શતાબ્દીમાં અહીંના રાજાએ 12 વ્યક્તિઓને મારીને મંદિરની દીવાલ પર લટકાવી દીધા હતા. તે સમયે ભગવાન પોતે અહીં પ્રગટ થયા હતા. અને આ મંદિર 12 વર્ષ સુધી ખુલ્યું ન હતું.

તમને આ વાત જાણીને આશ્ચર્ય થશે કે વેંકટેશ્વર સ્વામીની મૂર્તિનો પાછળનો ભાગ હંમેશા ભેજવાળો રહે છે. અને ધ્યાનથી સાંભળવાથી એમાંથી સમુદ્રનો અવાજ સંભળાય છે. અને તે અવાજ ક્યાંથી આવે છે એની હજુ સુધી કોઈને પણ જાણકારી મળી નથી.

શ્રધ્ધાળુઓ અહી માનતા માને છે, અને જો તે માનતા પૂરી થઈ જાય તો પોતાના વાળ અહી અર્પણ કરે છે. પણ ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન હશે કે ભક્તો દ્વારા જે વાળ દાન કરવામાં આવે છે એનું શું થાય છે. તો એનો પણ જવાબ અમે તમને જણાવી દઈએ.

મિત્રો અહી રોજ હજારો શ્રધ્ધાળુઓ પ્રભુના દર્શન કરવાં આવે છે. અને એમાંથી ઘણા બધા પોતાના વાળનું દાન કરે છે. એટલા માટે અહી ખુબ મોટા પ્રમાણમાં વાળ ભેગા થાય છે. અને એ વાળને નીતિન ગડકરી ખરીદે છે. તેઓ આ વાળને એમીનો એસીડ બનાવવા માટે વાપરે છે. અને આ એમીનો એસીડનો ઉપયોગ ખેતમાં કરવામાં આવે છે. આ એમીનો એસિડની વિદેશમાં પણ ઘણી માંગ છે. દુબઈ પણ એના માટે ઓર્ડર મળે છે. આ વાળ માંથી બનતા એમીનો એસિડના ૧૮૦ કન્ટેઈનરનો ઓર્ડર ફક્ત દુબઈ માંથી મળ્યો છે. અને એમને નિયમિત રૂપથી થોડી થોડી માત્રામાં તે પહોચાડવામાં આવે છે. સામાન્ય રીતે એની એક બોટલની કિંમત ૯૦૦ રૂપિયા છે, પણ સરકાર આપણે ત્યાંના ખેડૂતોને તે ૩૦૦ રૂપિયામાં આપે છે.