માત્ર 1550 રૂપિયામાં મળતા આ સેટ ટોપ બોક્સ વડે રિચાર્જ કરાવ્યા વિના જુવો ટીવીની ચેનલો

0
4742

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો ઘણા વર્ષોથી ટીવી આપણું મનોરંજન કરતુ આવ્યું છે. પણ છેલ્લા થોડા સમયથી ડીટીએચ અને કેબલના નિયમોમાં ફેરવાર થવાને કારણે ડીટીએચનું રીચાર્જ કરાવવું મોંઘુ થઈ ગયું છે. અને તમે જાતે જ એ વાત અનુભવી હશે. એવામાં હવે બજારમાં નવું સેટ ટોપ બોક્સ આવ્યું છે, જે તમને આ ઝંઝટ માંથી છુટકારો અપાવી શકે છે. આજે અમે તમને એના વિષે થોડી જાણકારી આપીશું.

જાણકારી માટે જણાવી દઈએ કે, ભારતના બજારમાં એક એવું સેટ ટોપ બોક્સ આવ્યું છે, જે તમારા ઘરના ઈન્ટરનેટ વડે ચાલશે. અને એના માટે તમારે કોઈ જાતનું સિગ્નલ રિસીવર એટલે કે કોઈ પણ છત્રી લગાવવાની જરૂર નહિ પડે. આ સેટ ટોપ બોક્સ દ્વારા તમે વગર છત્રીએ તમને ગમતી ટીવી ચેનલ જોઈ શકો છો. એનો બીજો અને મુખ્ય ગણાય એવો ફાયદો એ છે કે, એમાં તમારે રીચાર્જ પણ નહિ કરાવવું પડે. જી હાં, આ તમને ફ્રી માં જ વાપરવા મળશે.

આવી ગયું ઈન્ટરનેટ વડે ચાલતું સેટ ટોપ બોક્સ :

મિત્રો, અમે જે સેટ ટોપ બોક્સની વાત કરી રહ્યા છીએ તે એક કોમ્પેક્ટ સેટ ટોપ બોક્સ છે. અને તે ઈન્ટરનેટ પર ચાલે છે. તેમજ આ સેટ ટોપ બોક્સ ખરીદવા પર કંપની એની સાથે એક ડોંગલ પણ મફતમાં આપે છે. આ સેટ ટોપ બોક્સને ઈન્ટરનેટના કેબલ અથવા Wi-Fi વડે ચલાવી શકાય છે. એટલે કે તમારે એને રિચાર્જ નથી કરાવવું પડતું. તમે તમારા વર્તમાન ઈન્ટરનેટ વડે એનો લાભ લઇ શકો છો.

અને કંપનીના જણાવ્યા અનુસાર આ સેટ ટોપ બોક્સ વડે તમે ઈન્ટરનેટની મદદથી 1000 કરતા વધારે ચેનલ જોઈ શકશો. અને જો તમારા ઘરે ઈન્ટરનેટ કનેશન નથી, તો એવા સંજોગોમાં પણ તમે 100 થી વધુ ચેનલને આજીવન મફતમાં જોઈ શકો છો, એવું કંપનીએ જણાવ્યું છે.

દરેક ટીવી સાથે જોડી શકાય છે :

જો તમે એવું વિચારી રહ્યા છો કે, એના માટે તમારે સ્માર્ટ ટીવી લેવું પડશે, તો જણાવી દઈએ કે આ સેટ ટોપ બોક્સને દરેક પ્રકારના ટીવી સાથે જોડી શકાય એવી સુવિધા મળે છે. એટલે એવું જરૂરી નથી કે સ્માર્ટ ટીવી હોવું જ જોઈએ. આ સેટ ટોપ બોક્સમાં તમને એન્ટેના IN પોર્ટ, RC કેબલ પોર્ટ અને HDMI પોર્ટનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. સેટ ટોપ બોક્સને એડોપ્ટરની મદદથી પાવર મળશે. અને તેના આગળના ભાગમાં ડોંગલ લગાડવા માટે USB પોર્ટ આપવામાં આવ્યો છે. જેની મદદથી તમે ટીવી પર ફ્રી માં 1000 થી વધારે ચેનલો ફ્રી માં જોઈ શકશો.

ક્યાંથી ખરીદવું આ સેટ ટોપ બોક્સ?

જાણકારી માટે જણાવી દઈએ કે, આ સેટ ટોપ બોક્સને તમે ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે ખરીદી શકો છો. આ સેટ ટોપ બોક્સ તમને એમેઝોન, સ્નેપડીલ સહિત અન્ય ઈ-કોમર્સ વેબસાઈટ પર સરળતાથી મળી રહેશે. મળેલી જાણકારી અનુસાર આ સેટ ટોપ બોક્સની ઓનલાઈન કિંમત 1549 રૂપિયાથી શરૂ થાય છે.