શનિદેવ પોતે હનુમાનજીના ચરણોમાં સ્ત્રી બનીને બેઠા છે આ ચમત્કારિક મંદિરમાં. નહિ જાણતા હોય આ વાત તમે.

0
3232

હનુમાનજીની મહિમા અપરંપાર છે. અને કલિયુગના સમયમાં સૌથી પહેલા પોતાના ભક્તોની અરજી સાંભળનારા દેવતાઓ માંથી એક હનુમાનજી છે. અને હનુમાનજી મહિલાઓની કેટલી ઈજ્જત કરે છે, તે કોઈને જણાવવાની જરૂર નથી. અને તેમના ચરણો પાસે કોઈ સ્ત્રીનું બેસવું કોઈ આશ્ચર્યથી ઓછું નથી લાગતું. પણ આજે અમે તમને એક એવા મંદિર વિષે જણાવવાના છીએ, જ્યાં હનુમાનજીના ચરણોમાં એક સ્ત્રી બેઠી છે. તો આવો તમને એની પાછળની સ્ટોરી જણાવીએ.

પ્રસિદ્ધ છે કષ્ટભંજન હનુમાન મંદિરના નામથી :

મિત્રો અમે વાત કરી રહ્યા છીએ આપણા ગરવી ગુજરાતના સારંગપુરમાં આવેલા હનુમાન મંદિરની. અહી તેમના ચરણોમાં સ્ત્રીના રૂપમાં કોઈ બીજું નહિ પરંતુ કર્મફળ દાતા શનિદેવ બેઠા છે. હનુમાનજીના આ મંદિરને કષ્ટભંજન હનુમાન મંદિરના નામથી ઓળખવામાં આવે છે. હનુમાનજીની આ મૂર્તિને જોઇને બધા એક વખત વિચારવા માટે મજબુર બની જાય છે કે, છેવટે કેમ શનિદેવ પોતે હનુમાનજીના ચરણોમાં સ્ત્રી રૂપમાં બેઠા છે.

અને આ પ્રશ્નનો જવાબ તમને ક્યાય બીજે નહિ, પણ આપણી પૌરાણીક કથાઓમાં જ મળશે. તો આવો જાણીએ કે છેવટે કેમ બેસવું પડ્યું શનિદેવે હનુમાનજીના ચરણોમાં.

શનિદેવના ગુસ્સાથી વધી ગયા હતા લોકોના દુખ :

હિંદુ ધર્મના શાસ્ત્રોમાં હનુમાનજી અને શનિદેવ સાથે જોડાયેલા ઘણા પ્રસંગો સાંભળવા મળે છે. તેમાં હનુમાનજીએ શનિદેવને કેવી રીતે સીધા કર્યા, તે પણ જણાવવામાં આવ્યું છે. મિત્રો એક સમય હતો જયારે શનિદેવનો પ્રકોપ થોડો વધારે જ વધી ગયો હતો. અને એ કારણે બધા લોકોએ દુ:ખ અને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો હતો.

લોકોએ શનિદેવના પ્રકોપથી બચવા માટે હનુમાનજીને પ્રાર્થના કરી. અને પોતાના ભક્તોની પોકાર સાંભળીને હનુમાનજીએ શનિદેવને સજા આપવાનો નિર્ણય કર્યો. જયારે એ વાત શનિદેવને ખબર પડી તો તે હનુમાનજીના ગુસ્સાથી બચવાનો ઉપાય વિચારવા લાગ્યા.

કિલ્લા જેવું વિશાળ છે હનુમાનજીનું આ મંદિર :

શનિદેવને એ વાતની જાણ હતી કે હનુમાનજી બાળબ્રહ્મચારી છે, આથી તે મહિલા ઉપર ક્યારેય હાથ નથી ઉપાડતા. અને એ વાતનો ફાયદો ઉઠાવીને શનિદેવે મહિલાનું રૂપ ધારણ કર્યુ અને હનુમાનજીના ચરણોમાં પડીને ક્ષમા યાચના કરવા લાગ્યા.

અને એ સમયથી લઈને આજ સુધી આ મંદિરમાં શનિદેવની પૂજા હનુમાનજીના ચરણોમાં જ કરવામાં આવે છે. હનુમાનજીએ પોતાના ભક્તોના દુઃખનું નિવારણ કર્યુ હતું, એટલા માટે આ મંદિરને કષ્ટભંજનના નામથી ઓળખવામાં આવે છે.

મિત્રો હનુમાનજીનું આ મંદિર ઘણું જ વિશાળ છે અને તે કોઈ કિલ્લા જેવું દેખાય છે. અને હનુમાનજી આ મંદિરમાં જે તખ્તા ઉપર બેઠા છે, તે ૪૫ કિલો સોનું અને ૯૫ કિલો ચાંદી માંથી બનાવવામાં આવ્યું છે. તેમજ આ મંદિરમાં રહેલા હનુમાનજીના મુગટમાં અસંખ્ય હીરા જવેરાત જડેલા છે.

અને આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિની આજુ બાજુ વાનર સેના પણ રહેલી છે. આ મંદિર વિષે એવું કહેવામાં આવે છે કે, આ મંદિર ઘણું જ ચમત્કારી છે. અને અહિયાં જે પણ ભક્ત આવે છે તેમની તમામ મનોકામના પૂર્ણ થઇ જાય છે. જે વ્યક્તિની કુંડલીમાં શનિદોષ હોય તે કષ્ટભંજન મંદિરમાં હનુમાનજીના દર્શન જરૂર કરે, શનિદોષથી તરત જ રાહત મળી જશે. માત્ર એટલું જ નહિ આ મંદિરમાં ભૂત પ્રેતની બાધા માંથી પણ મુક્તિ અપાવવામાં આવે છે.

દર શનિવારે કરાવવામાં આવે છે વિશેષ પૂજા :

જાણકારી માટે જણાવી દઈએ કે, સ્થાનિક લોકોનું એવું માનવું છે કે ભુત-પ્રેતની બાધાથી પીડિત લોકો અહિયાં આવીને હનુમાનજીની આંખોમાં જુવે છે, તો તેને ભૂત-પ્રેતની બાધા માંથી મુક્તિ મળી જાય છે. અને આ મંદિરમાં જ એના એના માટે વિશેષ રીતે શનિવારના દિવસે પૂજા થાય છે.

આ પૂજામાં જે લોકો ઉપર નકારાત્મક શક્તિઓની અસર હોય છે, કે માનસિક રીતે વિચલિત હોય છે, તેને હનુમાનજીની મૂર્તિ સમક્ષ ઉભા રાખી દેવામાં આવે છે. ત્યાર પછી તે વ્યક્તિને તે સળિયાનો સ્પર્શ કરાવવામાં આવે છે, જેનો ઉપયોગ મૂર્તિ સ્થાપના વખતે સ્વામી ગોપાલાનંદે કર્યો હતો. અને એમને ભૂત-પ્રેતની બાધા માંથી મુક્તિ અપાય છે. શનિવારના દિવસે થતી આ વિશેષ પૂજા માટે મંદિર પ્રશાસને એક ખાસ પુજારી પણ નિયુક્ત કર્યા છે.