મહાભારતમાં શ્રીકૃષ્ણએ કર્યો છે આ 5 પવિત્ર વસ્તુઓનો ઉલ્લેખ, જે ઘરમાં લાવે છે સુખ-સમૃદ્ધિ

0
1887

સુખ સમૃદ્ધિ મેળવવી જ દરેક વ્યક્તિના જીવનનું લક્ષ્ય હોય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે લોકો દ્વારા ખુબ વ્રત અને પુણ્યના કામ માટે કરવામાં આવે છે. ત્યાં આપણા શાસ્ત્રમાં પણ સુખ સમૃદ્ધિ કેવી રીતે મેળવી શકાય એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને મહાભારતમાં પણ જીવનમાં સુખ સમૃદ્ધિ મેળવવા સાથે જોડાયેલી વાતો કહેવામાં આવી છે.

મહાભારતના એક પ્રસંગમાં શ્રીકૃષ્ણએ જણાવ્યું છે કે કઈ રીતે ફક્ત પાંચ વસ્તુઓ ઘરમાં રાખીને કોઈ પણ વ્યક્તિ ભગવાનને ખુશ કરી પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિ લાવી શકે છે. શ્રીકૃષ્ણ દ્વારા આ વસ્તુઓનો ઉલ્લેખ યુધિષ્ઠિર સાથે કર્યો હતો. અને એ પાંચ વસ્તુઓ કઈ છે એ આજે અમે તમને જણાવીશું.

આવો જાણીએ ઘરની સુખ સમૃદ્ધી કઈ પાંચ વસ્તુથી વધે છે.

ચંદન :

તમારે તમારા ઘરમાં હંમેશા ચંદન રાખવું જોઈએ કેમ કે ચંદનની સુંગધથી ઘરની નકારાત્મક ઉર્જા ઓછી થઇ જાય છે કોઈપણ પૂજા પાઠ કે શુભ કાર્યમાં ચંદન દેવી દેવતાઓની પૂજામાં ઉપયોગ કરવામાં આવે છે, જો તમે ચંદનનું તિલક તમારા માથા ઉપર લગાવો છો, તો તેનાથી તમારા મનને શાંતિ પ્રાપ્ત થાય છે.

પાણીનું કળશ :

ઘણા લોકો દ્વારા રોજ સવારે પૂજા કરવા પહેલા મંદિરમાં પાણીથી ભરેલું કળશ જરૂર મુકવામાં આવે છે, અને રોજ આ કળશના પાણીને બદલવામાં પણ આવે છે. ત્યાં શ્રીકૃષ્ણ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે પૂજા ઘરમાં હંમેશા પાણી મૂકેલું હોવું જોઈએ, અને સાથે જ જયારે પણ કોઈ વ્યક્તિ ઘરે આવે તો એને પાણી જરૂર આપવું જોઈએ. હકીકતમાં લોકોને પાણી પીવડાવવાથી ઘણા દોષો દૂર કરી શકાય છે, અને ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. તેમજ જયારે પણ તમે મંદિરમાં પાણીનું કળશ મુકો તો એને આખું ભરીને જ રાખો. કારણ કે અડધું પાણી ભરેલું કળશ શુભ નથી હોતું.

ઘી :

કોઈ પણ પ્રકારના હવનમાં દેશી ઘી નો પ્રયોગ જરૂર કરવામાં આવે છે, અને એના સિવાય ઘી નો ઉપયોગ ભગવાનના જલાભિષેક દરમ્યાન પણ કરવામાં આવે છે. કારણ કે દેશી ઘી ઘણું શુદ્ધ માનવામાં આવે છે. ત્યાં એવું પણ કહેવામાં આવે છે કે ઘરમાં રોજ ઘી નો દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે, અને ઘરમાં શાંતિનું વાતાવરણ રહે છે. માટે ઘરના પૂજા ઘરમાં દેશી ઘી નું હોવું ઘણું જરૂરી હોય છે.

વીણા :

માતા સરસ્વતી બુદ્ધી અને શિક્ષણની દેવી માનવામાં આવે છે, તેમને વીણા યંત્ર ઘણું ગમે છે, જો તમે તમારા ઘરમાં વીણા રાખો છો, તો તેનાથી તમારા ઘર પરિવારના સભ્યોની બુદ્ધીનો વિકાસ થાય છે, તેની સાથે જ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ધીરજ રાખવાની શક્તિ પ્રાપ્ત થાય છે.

મધ :

જો તમે તમારા ઘરમાં મધ રાખો છો, તો તેનાથી ઘણા પ્રકારના દોષ શાંત થઇ જાય છે, પૂજા પાઠમાં મધ દેવી દેવતાઓને અર્પણ કરવામાં આવે છે, જે વ્યક્તિઓના ઘરમાં દરરોજ પૂજા થાય છે, તેમણે પોતાના ઘરમાં હંમેશા મધ રાખવું જોઈએ.

ઉપર જણાવેલી વસ્તુઓ સાથે તમે પૂજા ઘરમાં લાલ રંગનો દોરો, ગંગાજળ અને તાજ ફૂલ રાખવાથી પણ ભગવાન પ્રસન્ન થઇ જાય છે, અને એ ઘરમાં પોતાની કૃપા બનાવી રાખે છે. આમ કરવાથી તમારા ઘર પરિવારની ખરાબ બાબતો દુર થઇ જશે, જો તમે તમારા ઘરમાં સુખ સમૃદ્ધી જાળવી રાખવા માગો છો, તો આ વસ્તુને જરૂર અજમાવી જુવો, ખરેખર તમને જરૂર ફાયદો પ્રાપ્ત થશે અને તમારા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધીમાં વધારો થશે.