ચેતવણી : તમારા મોબાઈલમાં થઇ રહી છે આ પ્રોબ્લેમ, તો એ છે મોબાઈલની બેટરી ફાટવાના સંકેત

0
4925

મોબાઈલ ફોનની તો શું વાત કરીએ. લોકો માટે જીવન જરૂરિયાતની વસ્તુ બની ગયો છે મોબાઈલ. પહેલા લોકોને રોટી, કપડા અને મકાન જોઈતા હતા. હવે સાથે મોબાઈલ પણ જોઈએ છે. વર્તમાન સમયમાં તે દરેકની જરૂરત બની ગયો છે. નાના બાળકો હોય તો તે એના પર વિડીયો અને કાર્ટુન જોય છે અને ગેમ રમે છે. અને વયસ્ક લોકો પોતાના કામમાં એનો ઉપયોગ કરે છે. કહેવાનો અર્થ છે કે દરેક લોકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે.

થોડા વર્ષો પહેલાની સરખામણીએ આજકાલ લોકો સ્માર્ટ ફોનનો ઉપયોગ વધારે કરી રહ્યા છે. અને એમાં બેટરીની સમસ્યા સૌથી સામાન્ય છે. લગભગ જ એવો સ્માર્ટફોન હશે જેની બેટરીમાં હીટિંગની પ્રોબ્લેમ નહિ હોય. લગભગ આ જ કારણ છે કે આજકાલ ફોનની બેટરી ફાટવાથી થતા અકસ્માત ખુબ વધવા લાગ્યા છે.

તેમજ ફોનની બેટરી ફાટવાના કારણે ઘણા લોકોનું મૃત્યુ પણ થઇ ચુક્યું છે. તો કેટલાકને ગંભીર રૂપથી ઇજા પણ થઇ છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે બેટરી અચાનક કેમ ફાટી જાય છે. આજે અમે તમને કેટલાક કારણો જણાવીશું જેનાથી તમે બેટરી ફાટવાના પહેલા જાણી શકો છો કે ટૂંક સમયમાં બેટરી ફાટી શકે છે.

આ છે મોબાઈલની બેટરી ફાટવા પહેલાના સંકેત :

મોબાઈલ ફોનની બેટરીઓ લિથિયમ આયનની બને છે, અને તે ચાર્જિંગના સમયે ગરમ થાય છે. ચાર્જિંગ થતા સમયે જો તમે તમારા ફોનનો ઉપયોગ કરી રહ્યા હોવ તો તે હજુ વધારે ગરમ થઇ જશે. એટલા માટે પોતાની સુરક્ષા માટે સાવધાની રાખવી અને ચાર્જિંગ કરતા સમયે ફોનનો ઉપયોગ કરવો નહિ.

જો તમારા સ્માર્ટફોનની બેટરી ફૂલી ગઈ છે, તો એ ફાટવાનો ભય વધારે રહે છે. એટલા માટે ફૂલેલી બેટરીને તરત જ બદલી નાખો, નહિ તો એ ફાટવાથી તમારો જીવ પણ જઈ શકે છે.

જો તમને તમારો સ્માર્ટફોન ટચ કરતા જ ગરમ લાગે છે તો એનો ટેસ્ટ જરૂર કરો. ટેસ્ટ કરવા માટે પહેલા બેટરીને બહાર નીકાળીને જમીન પર ફરાવી લો. જો બેટરી પુરી રીતે ફરી જાય તો તમારી બેટરી ક્યાક ફૂલી ગઈ હશે. એવામાં નવી બેટરી ફોનમાં નખાવો.

મિત્રો સ્માર્ટફોનને વધારે જોરથી પડકવાથી પણ બેટરી ફાટવાનો ભય વધી જાય છે.

બીજી એક વાતનું ધ્યાન રહે કે ક્યારે પણ ફોનને લો વોલટેજ પર ચાર્જ કરવો નહિ, આનાથી પણ બેટરી ફાટવાનો ભય રહે છે. આના સિવાય બેટરીને ખુબ ઠંડી કે ગરમ જગ્યા પર ચાર્જ કરો નહિ.

આ છે બેટરી ફાટવાનું કારણ :

હમેશા એવું જ જોવામાં આવે છે કે ફોનને ચાર્જ કરતા સમયે જ તે વધારે ફાટે છે. ચાર્જિંગના સમયે ફોનમાં મધરબોર્ડ પર દબાણ પડે છે. એટલા માટે ચાર્જિંગ દરમિયાન ફોન વધારે ફાટે છે.

એના સિવાય ક્યારે પણ સસ્તા અને ઓછી ગુણવત્તા વાળી કંપનીના ફોનનો ઉપયોગ કરવો જોઈએ નહિ. આવા ફોનમાં પણ બ્લાસ્ટ થવાનો ભય વધારે થઇ જાય છે.

આ સિવાય કેટલાક સ્માર્ટફોનમાં માલવેયર અને બગ હોય છે, જે ચાર્જ થવા દરમિયાન એક્ટીવ થાય ત્યારે મધરબોર્ડ પર લોડ પડવાના કારણે બેટરી ફાટી જાય છે.

એટલા માટે પોતાના અને સંબંધીઓના જીવને સુરક્ષિત રાખવા માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરતા સમયે આ સાવધાનીઓ રાખવી જોઈએ. અને આ જાણકારી બીજા સુધી શેયર કરો જેથી તમારી સાથે બીજા પણ આ જાણકારી મેળવીને સુરક્ષિત રહે.