તો આ કારણે તુફાની બેટ્સમેન શિખર ધવનની પત્ની પોતાના માથા પર હંમેશા પહેરીને રાખે છે ટોપી, કારણ ચકિત કરી દેશે

0
1846

ભારતીય ક્રિકેટ ટીમના દરેક ક્રિકેટર જોરદાર છે. એમનાથી બીજી ટીમના ઘણા બધા ખેલાડીઓ ગભરાય છે. અને એમાંથી એક છે શિખર ધવન. અને તમને એમનો પરિચય કરાવવાની જરૂર નથી. તમે બધા એમને સારી રીતે ઓળખો જ છો.

તે ભારતીય ક્રિકેટ ટીમના ગબ્બર તરીકે ઓળખાય છે. અને એમણે પોતાના જબરજસ્ત પ્રદર્શનથી આખા દેશના લોકોને પોતાના દીવાના બનાવી દીધા છે. એમણે પોતાની તુફાની બેટિંગથી લોકોના દિલોમાં એક અલગ ઓળખ બનાવી છે. ભારતીય ક્રિકેટ ટીમના એ ક્રિકેટરોમાં શિખર ધવનનું નામ આવે છે, જેમણે પોતાની શાનદાર રમતથી ક્રિકેટની દુનિયામાં એક નવી ઓળખ બનાવી છે.

શિખર ધવનની રમત વિષે વાત કરીએ તો, તે ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે ભારત તરફથી રમે છે. શિખર ધવન ડાબોળી બેટ્સમેન છે. અને સાથે જ તે જમણા હાથના ઓફબ્રેક બોલર પણ છે. એમની ફિટનેસ પણ જોરદાર છે અને તે સારા ફિલ્ડર પણ છે.

એમના અંગત જીવનની વાત કરીએ તો એમની પત્નીનું નામ આયશા છે. એમના ત્રણ બાળકો છે, જેમાં બે દીકરી અને એક દીકરો છે. એમની બે દીકરી એમની પત્ની આયશાના પહેલા પતિની દીકરીઓ છે, પણ તે એમને પોતાની દીકરીની જેમ જ પ્રેમ કરે છે. એમના માટે પોતાના ત્રણેય સંતાન એક સરખા છે. એમની પત્ની આયશા સુંદરતાની બાબતમાં કોઈ બોલીવુડ અભિનેત્રીથી ઓછી નથી. એમના સ્ટાઈલિશ કપડાં ટેટુ અને મેકઅપ એમના લુકને પરફેક્ટ બનાવી દે છે. અને તમે ધ્યાન આપ્યું હોય તો તે બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીસ જેવી જ દેખાય છે.

આયશાની ઉંમર 43 વર્ષ છે. શિખર એમનાથી પુરા 10 વર્ષ નાના છે. છતાં પણ આ કપલની બોન્ડિંગ ઘણી જ મજબૂત છે. શિખર અને આયશા બંને જ સ્પોર્ટ્સ પર્સન છે અને ફિટનેસ ફ્રીક છે. આયશા મોટેભાગે પોતાના પતિ સાથે કોઈ પાર્ટી અથવા ક્રિકેટ મેચ દરમ્યાન જોવા મળે છે.

શિખર અને આયશા પણ બીજા ખેલાડીઓની જેમ પોતાના ફોટા સોશિયલ મીડિયા પર શેયર કરે છે. પણ શિખરની પત્ની ટીમ ઈન્ડિયાના બીજા ક્રિકેટરોની પત્નીઓ કરતા અલગ છે. તે એમની જેમ ઘણા વધારે કપડાં પહેરી ફેશન કરવાની જગ્યાએ, મોટેભાગે સ્પોર્ટી લુકમાં જોવા મળે છે. આયશાના લુકની હજુ એક ખાસ વાત એ છે કે તે હંમેશા ટોપી પહેરેલી જોવા મળે છે.

ભારતીય ક્રિકેટ ટીમના સલામી બેટ્સમેન શિખર ધવનની પત્ની આયશા ધવન હંમેશા ટોપી પહેરેલી જોવા મળે છે. તમે પણ કયારેક વિચાર્યુ હશે કે તે હંમેશા ટોપી શા માટે પહેરે છે? આ રહસ્યથી પર્દો ઉઠાવતા આયશાએ મોટો ખુલાસો કર્યો છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, આયશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતે હંમેશા ટોપી પહેરવાનું કારણ શેયર કરતા લખ્યું હતું કે, ‘ઘણા લોકો મને પૂછે છે કે હું શા માટે હંમેશા ટ્રેનિંગ માટે તૈયાર રહું છું, અને ટોપી પહેરું છું. હું કોઈ નાની વાતનો નિર્ણય લેવામાં સમય બરબાદ નથી કરતી. હું એ વસ્તુઓને વધારે મહત્વ આપું છું જે મારા માટે ઘણી જરૂર છે.’

એમણે આગળ જણાવ્યું કે મને ફિટનેસ ઘણી પસંદ છે. હું રોજ ટ્રેનિંગ કરું છું. ત્યારબાદ હું પોતાનો બધો જ સમય મારા પરિવાર માટે આપું છું.

તેમજ આયશાએ આગળ લખ્યું કે, ‘હું ડ્રેસિંગમાં અથવા વાળોને શણગારવામાં વધારે સમય ખરાબ નથી કરતી. આ સમયનો ઉપયોગ હું એ કામો માટે કરું છું, જે મારા માટે જરૂરી છે. મારી પાસે દિવસના 24 કલાક હોય છે અને એને હું મારા હિસાબે પસાર કરું છું.’

ધવનની પત્ની આયશા સોશિયલ મીડિયા પર ઘણી વધારે એક્ટિવ રહે છે. અને તે શિખર ધવનને સપોર્ટ કરવા માટે ઘણી ક્રિકેટ મેચો દરમ્યાન સ્ટેડિયમમાં જોવા મળે છે. અને તે ધવનના ચોક્કા છગ્ગાની ભરપૂર મજા માણે છે, અને ઘણી ખુશ થાય છે.

મિત્રો શિખર ધવને વર્ષ 2012 માં આયશા મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. અને આયશા સાથે લગ્ન કર્યા પછી જ શિખર ધવનના સ્ટાર્સ ચમક્યા અને તે ક્રિકેટની નવું ઊંચાઈઓ પર પહોંચી શક્યા. અને શિખર ધવન પોતે જ ઘણા અવસર પર પોતાની સફળતાનો શ્રેય પત્ની આયશાને આપી ચુક્યા છે.