સીંગ ભજીયા બનાવવાની રેસીપી, જાણો કઈ રીતે બનાવવા બજારમાં મળે એવા સીંગ ભજીયા

0
3345

નમસ્કાર મિત્રો, આજે અમે તમારા માટે વધુ એક રેસીપી લઈને આવ્યા છીએ. અને એ છે સીંગ ભજીયા. આજે અમે તમને સીંગ ભજીયા બનાવની સરળ અને ઝડપી રીત વિષે જણાવવાના છીએ. સીંગ ભજીયા ખાવામાં ખુબ ટેસ્ટી હોય છે. તેના તીખા સ્વાદના કારણે તેને ખાવાની ખુબ મજા આવે છે. અને સીંગ ભજીયા બધાને પસંદ હોય છે, નાના થી લઈને મોટા સુધી બધાને સીંગ ભજીયા ખાવા પસંદ હોય છે.

બજારમાં ઘણી બધી સંસ્થાના સીંગ ભજીયા મળે છે. પણ એમાં કેવું તેલ અને કેવા પ્રકારની વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે આપણને ખબર નથી હોતી. અને એ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ ખરાબ પણ હોય શકે છે, એટલા માટે ઘણા લોકો તેને ખાતા નથી. પણ આજે અમે તમારા માટે આની રેસિપી લઈને આવ્યા છીએ. સીંગ ભજીયા બનાવવા ખુબ સરળ છે, અને ઘરે જાતે બનાવેલ સીંગ ભજીયા ખુબ ટેસ્ટી હોય છે. તો ચાલો જાણી લઈએ સીંગ ભજીયા બનાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે અને તેને બનાવવાની રીત કઈ છે.

જરૂરી સામગ્રી :

1 કપ મગફળીના દાણા

1/3 કપ બેસન (ચણાનો લોટ)

1 નાની ચમચી ચાટ મસાલો

3/4 નાની ચમચી લાલ મરચું

1/2 નાની ચમચી આમચૂર પાવડર

1/2 પાઉડર ધાણા પાઉડર

મીઠું સ્વાદ અનુસાર

1/4 નાની ચમચી ગરમ મસાલો

1/4 નાની ચમચીથી પણ ઓછી હળદર

1 ચપટી ખાવાનો સોડા

તળવા માટે તેલ

સીંગ ભજીયા બનાવની રીત :

સૌથી પહેલા એક મોટા વાસણમાં બેસનને એડ કરો. પછી તેમાં થોડું પાણી ઉમેરો અને એને હલાવતા રહો. તે ચીકણું થાય ત્યાં સુધી હલતાવતા રહેવાનું છે, અને થોડું પાણી એડ કરતા રહેવાનું છે. અંદાજો લગાવવા માટે તમે જેટલું બેસન લો છો તો તેમાં તેટલું જ પાણી લઈ શકો છો. એ થયા પછી આમચૂર પાવડર, ગરમ મસાલો, હળદર, ખાવાનો સોડા, મીઠું અને ધાણા પાઉડર બધું જે પ્રમાણમાં જણાવ્યું તે પ્રમાણમાં લઈને ઉમેરો. અને તેને સારી રીતે હલાવો. એક બાજુ મગફળીના દાણા તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દો. હવે મગફળીના દાણા બેસનમાં મિક્ષ કરી દેવાના છે.

બધું તૈયાર થઈ ગયા પછી એક મગફળીનો દાણો તેલમાં નાખીને ચેક કરી લેવાનું છે કે તેલ ગરમ થયું કે નહિ. દાણા તળવા માટે વધારે ગરમ તેલની જરૂર નથી પડતી. ત્યારબાદ થોડી મગફળી હાથમાં લઈ લેવાની છે, અને એક એક કરીને તેલમાં નાખો. ધીમા અને મીડીયમ ગેસ પર સીંગ ભજિયાને બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવાના છે.

ધ્યાન રહે કે ફૂલ ગેસ પર એને તળવા નહિ, જો તળશો તો દાણા ક્રન્ચી થશે નહિ. એટલા માટે ધીરે ધીરે આને તળવાના છે, જેથી આ ક્રન્ચી બની રહે. હવે એક વાસણ લઈ લેવાનું છે અને તેમાં એક ચારણી લઈ લેવાની છે, અને તેમાં સીંગ ભજીયા એડ કરી દેવાના છે. જેથી બાકીનું તેલ છે તે નીછે ચાલ્યું જાય. સીંગ ભજીયા તળવામાં લગભગ 4 થી 5 મિનિટ લાગી જાય છે.

હવે જયારે બધા સીંગ ભજીયા તળાય જાય, ત્યારે તેમાં ચાટ મસાલો સારી રીતે ભભરાવી દેવાનો છે. તેની જેમ જ લાલ મરચાનો પાઉડર પણ તમારા હિસાબથી એડ કરો. જો વધારે તીખું ખાતા હોય તો વધારે અને જો ઓછું તીખું ખાતા હોય તો ઓછું ઉમેરો. આને 2 કલાક સુધી હવાવાળી જગ્યા પર રાખી મુકવાનું છે. જણાવી દઈએ કે તમે તરત તેને કોઈ દબ્બામાં ભરી દેશો, તો ગરમ હોવાના કારણે આ થોડા સમય પછી નરમ થઈ જશે. એટલા માટે આને ઓછામાં ઓછા 2 કલાક સુધી બહાર ઠંડા કરવાં મૂકી દો.