કપિલ શર્માની બહેન છે ખુબ સુંદર, આજે તે બની ગઈ છે ટીવીની દુનિયાની સુપર સ્ટાર

0
4553

બોલીવુડ ઉપરાંત ટીવી પર પણ કોમેડીની બોલબાલ છે. અને જો તમને પણ કોમેડી શો અને ફિલ્મો જોવી પસંદ હોય, તો તમે કપિલ શર્માને ઓળખતા હશો. અને તમે તેના વિષે થોડુંઘણું જાણતા પણ હશો. પણ તમે તેમની બહેન વિષે જાણો છે તે કોણ છે? તેમનું નામ શું છે? અને તે શું કામ કરે છે? પણ જો તમે નથી જાણતા તો આજે અમે તમને જણાવીશું કે કપિલ શર્માની બહેન કોણ છે અને તે શું કરે છે.

પ્રખ્યાત મહિલા સિંગર, કોમેડિયન અને એક્ટ્રેસ સુગંધા મિશ્રાનું નામ હવે સેલેબ્સની લિસ્ટમાં જોવા મળે છે. નાના પરદા પર બધાજ કોમેડી શો માં પોતાની હયાતી જણાવવાં વાળી સુગંધાના ફેન્સ પણ ઓછા નથી. એટલે આજે સિંગર, કોમેડિયન અને એક્ટ્રેસ સુગંધા મિશ્રાનું નામ સેલેબ્સ લિસ્ટમાં જોવા મળે છે, અને સુગંધાના પ્રશંસકો સામાન્ય માણસથી લઈને મોટા કોમેડિયન સુધી દરેક વ્યક્તિ રહ્યા છે, અને એક્ટર પણ તેની પ્રશંસા કરે છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ, કે ટીવીની દુનિયા એવી દુનિયા છે જેમાં નામ કમાવવા માટે લોકોને ઘણા વર્ષો લાગી જાય છે પણ કેટલાક લોકો પોતાના ટેલેન્ટના દમ પર ખુબ ઓછા સમયમાં મોટા સ્ટાર બની જાય છે. અને તેમાંથી એક છે સુગંધા મિશ્રા. સુગંધા મિશ્રા એક બહુમુખી પ્રતિભાથી સજ્જ છે. પરંતુ દુનિયાની નજરમાં સુગંધા ત્યારે આવી જયારે તેમને પોતાનાં આવાજનો જાદુ સંગીતના પ્રખ્યાત રિયલિટી શો “સા રે ગા મા પા” માં દેખાડ્યો. સુગંધા આ શો માં ફાઇનલ સુધી પહોંચી હતી.

સુત્રો દ્વારા જાણવામાં આવ્યું છે કે સુગંધા કોમેડિયન કપિલ શર્માને પોતાનો ભાઈ માને છે. અને શા માટે ન માને, કારણ કે કપિલે જ તેમને કોમેડી શો ‘દ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ માં મોકલી હતી. આજે અમે તમને એ સુગંધાના બાળપણની થોડી વાત કરવાના છીએ. સુગંધાના બાળપણના કેટલાક ફોટોસ અમારા હાથમાં આવ્યા છે. એટલે વિચાર્યુ કે તમારી સાથે શેયર કરીએ. પછી તૈયાર કરી નાખી આ સ્ટોરી. આ રીતે તમે તમારા ફેવરેટ કલાકારોના કેટલીક વાતો જાણવા મળશે. કપિલ શર્માએ ટીવી શો ‘ઘ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ માં સુગંધાને પોતાની બહેનનું નામ આપ્યું હતું અને ખુદ સુગંધાએ જણાવ્યું હતું, કે મારા સફળતાની પાછળ પર ભાઈ કપિલ શર્માનો ખુબ મોટો હાથ છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે સુગંધાના દાદા પંડિત સંકર લાલ મિશ્રા, ઉસ્તાદ આમિર ખાન સાહેબના શિષ્ય હતા અને તેમણેજ સુગંધાને ક્લાસિકલ સીંગીગની ટ્રેનિંગ આપી. સુગંધાને બાળપણથી જ બધી પ્રતિયોગિતામાં ભાગ લેવું ખુબ સારું લાગતું હતું, અને બાળપણથી આજ સુધી આ શોખ એવો જ છે. સુગંધા સીંગીગ ટેલેન્ટથી શો ‘સા રે ગા મા પા’ માં ત્રીજા નંબર પર આવી હતી અને કોમેડી શો ‘ઘ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેંજ’ માં ફાઇનલિસ્ટ રહી હતી. સુગંધા ‘ઘ કપિલ શર્મા શો’ માં પણ ઘણા રૂપમાં જોવા મળી છે. બાળપણમાં જ ઘણા પુરસ્કાર મેળવી ચૂકેલ સુગંધાએ પોતાના કરિયરની શરૂઆત જાલંધરમાં રેડિયો જોકીના રૂપમાં કરી હતી. તેના પછી સુગંધાએ ઘણા ભજન, જીંગલ અને ગીત ગાયા છે.

28 વર્ષની આ ચુલબુલી છોકરીએ ક્યારેય ન વિચાર્યુ હશે કે તે ફેમસ કોમેડિયન બની જશે. કારણ કે સુગંધાનું ફેમિલી બેકગ્રાઉન્ડ સંગીત સાથે જોડાયેલું છે. સુગંધાએ જણાવ્યું હતું કે “શરુઆતથી જ મારા ઘર વાળા મને સીંગીગમાં ધ્યાન આપવાનું કહેતા હતા, પણ હું ડિફરેંટ પર્સનાલિટીની સાથે આવવા માંગતી હતી. સંગીત મને ખુશ કરતુ હતુ પણ કોમેડી કરતા સમયે એક અલગ જ ખુશી થતી હતી, એટલા માટે મેં બંને એક સાથે જાળવી રાખ્યું.” સુગંધા કોમેડી કરવાની સાથે સાથે ગીત ગાઈને લોકોનું મનોરંજન કરતી રહે છે.

પોતાની અંદરની પ્રતિભાઓને જાણી સુગંધાએ પોતાનો રસ્તો મુંબઈ તરફ પસંદ કર્યો. એટલા માટે તે અમૃતસરથી મુંબઈ આવી ગઈ. તમને જણાવી દઈએ કે સુગંધાએ પોતાના કરિયરની શરૂઆત રેડિયો જોકીના રૂપમાં કરી હતી. તેમણે પોતાની પહેલી નોકરી બિગ એફએમથી શરુ કરી હતી. તે દરમિયાન તેમને જિંગલ, ભજન, ડોક્યુમેન્ટરીમાં પ્લે બેકનું કામ કર્યુ અને આજે તે એક સફળ કલાકારની યાદીમાં શામેલ થઇ ચુકી છે.