જલ્લાદે પોતાના પહેલા અનુભવ દ્વારા જણાવ્યું કે, ફાંસી આપતા સમયે ગુનેહગારનો હાલત કેવી હોય છે

0
1166

આપણે બધાએ ઘણી બધી ફિલ્મોમાં જોયું છે, કે ગુનેગારનો ગુનો સાબિત થયા પછી એને ફાંસીની સજા આપવામાં આવે છે, અને ત્યારબાદ એને લટકાવવામાં આવે છે ફાંસી પર. પરંતુ એ ફિલ્મોમાં એ બધી વસ્તુઓ નથી દેખાડવામાં આવતી જે અસલમાં થાય છે. આજે અમે તમને એ બધી વસ્તુઓ વિષે જણાવીશું કે જલ્લાદની જુબાનીમાં, જેણે પોતાના જીવનના પહેલા અનુભવ વિષે જણાવતા કહ્યું, કે જયારે ગુનેગારને ફાંસી પર લટકાવવામાં આવે છે ત્યારે એની કેવી હાલત થાય છે.

આજે અમે જે જલ્લાદ વિષે વાત કરી રહ્યા છીએ એનું નામ છે પવન. એમના પરિવારમાં તે પહેલા જલ્લાદ નથી. પવનના પરદાદા લક્ષ્મણ સિંહ અંગ્રેજોના જમાનાના જલ્લાદ હતા. એમણે બ્રિટિશ સરકાર દ્વારા કહેવામાં આવતા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસીના ફંદા પર લટકાવ્યા હતા. જયારે પવનના પરદાદાનું જીવન સમાપ્ત થઈ ગયું તો એમના દાદા કાલૂરામે આ કામ કરવાની જવાબદારી ઉઠાવી. ત્યારબાદ કાલૂરામે એને પોતાના દીકરા મમ્મૂને આ જવાબદારી સોંપી અને પછી પવન સિંહના ખભા પર આ કામની જવાબદારી છે.

એ વાત સ્વાભાવિક છે કે જયારે વ્યક્તિ પોતાનું કામ કરતો હોય છે ત્યારે શરુઆતમાં તે ગભરાય છે. જો વાત કોઈને ફાંસી આપવાની આવે તો એવી સ્થિતિમાં સારા એવા માણસોના હાથ પણ ધ્રુજવા માંડે. પવન સાથે પણ કંઈક એવુ જ થયું હતું. એમની સાથે વાત કરતા પવને પોતાના પહેલા અનુભવ વિષે જણાવ્યું. એમણે જયપુર જેલની ઘટના વિષે જણાવતા કહ્યું કે, જયારે તે પોતાના દાદા સાથે ફાંસી આપવા માટે ગયા ત્યારે એક ગુનેગારને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. ત્યારે તે ગુનેગાર રામ રામ બોલી રહ્યો હતો, જેમ જેમ તે ગુનેગાર ફાંસીના માંચડાની નજીક જઈ રહ્યો હતો તેમ તેમ એની સ્થિતિ ખરાબ થઈ રહી હતી. માંચડા પર જયારે તેને ઉભો રાખવામાં આવ્યો ત્યારે પવને દાદાના કહેવા પર એના હાથ પગ દોરડાથી બાંધી દીધા.

જયારે તેમણે ગુનેગારના હાથ પગ દોરડાથી બાંધી દીધા, ત્યારે એનું આખું શરીર બીકને કારણે થર થર કંપી રહ્યું હતું. એની હાલત જોઈને પવન પણ પોતાને સાચવી નહીં શક્યા. જેવી જ પવનના દાદાની નજર પવન પર પડી તો એમણે પવનને એ ગુનેગાર પાસેથી દૂર હતી જવા ઈશારો કર્યો. પલકારો ઝપકાવતા જ કાલૂરામે માંચડાનું લીવર ખેંચી લીધું અને થોડી સેકન્ડોની અંદર જ પવનની આંખની સામે એ જીવતો ગુનેગાર પૂતળાની જેમ ફાંસી પર લટકી રહ્યો હતો. આ હતો પવનનો પહેલો અનુભવ.

થોડા દિવસો પછી પવન પટિયાલામાં ફાંસી આપવા ગયા હતા. ત્યાં પણ તે પોતાના દાદા સાથે જ ગયા હતા. એ દિવસે 5 લોકોને ફાંસી આપવાની હતી, પરંતુ જે લોકોને ફાંસી આપવાની હતી એમાંથી કોઈના મોઢા પર જરા પણ ગભરામણ દેખાતી ન હતી. પણ પવનનો ખોફ સાથે સામનો ત્યારે થયો જયારે તે જીવનમાં ત્રીજી વાર ફાંસી આપવા અલાહાબાદ નૈની જેલમાં ગયા હતા. ત્યાં 7 વર્ષની છોકરી સાથે શારીરિક શોષણ અને એને મારી નાખવાના ગુનામાં એક અપરાધીને ફાંસીની સજા થઈ હતી.

એ ગુનેગારની હાલત બીકને કારણે એકદમ ખરાબ થઈ ગઈ હતી. તે માંચડા પર ચઢવાનો ઈન્કાર કરી રહ્યો હતો અને એના હાથ પગ પણ ધ્રુજી રહ્યા હતા. તે વારંવાર ફાંસીના માંચડા પર લાવવામાં આવતો હતો પણ એના પણ પગ વારંવાર પાછળ જતા હતા. ત્યાં રહેલા સિપાઈઓએ એને ઘક્કો મારીને માંચડા પર લાવીને મૂકી દીધો. પવને એના પગ દોરડાથી બાંધી દીધા અને એના દાદાએ એના ગળામાં ફંદો લગાવ્યો. બસ થોડી જ સેકન્ડમાં તે ગુનેગારનું જીવન પૂરું થઈ ગયું. મિત્રો પવનની આ બધી વાતો જાણીને એક વાત તો સ્પષ્ટ છે, કે દરેક મનુષ્યની અંદર ભાવના જરૂર હોય છે, પણ એ તેની મજબૂરી અથવા તેનું કામ હોય છે જે એને એવું કરવા માટે મજબુર કરે છે.