જૂના માં જૂની દાદર, ખંજવાળ અને ડાઘનો અસરદાર ઈલાજ છે આ મિશ્રણના માત્ર બે ટીપા,

0
17000

જેમ જેમ જીવનમાં સુવિધાઓનો વધારો થઇ રહ્યો છે, તેમ તેમ રોગોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. પહેલા જે રોગ ઘણા ઓછા લોકોમાં જોવા મળતા હતા, તે આજની બદલાતી લાઈફસ્ટાઈલને કારણે વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. એમાંથી જ એક છે ચામડીને લગતો રોગ. ચામડીના રોગોમાં દાદર, ખંજવાળ, અને શરીર પર ડાઘની સમસ્યાનો સમાવેશ થાય છે. ઘણી બધી એલોપેથીક દવાઓ કર્યા પછી પણ એનો ઈલાજ નથી તથો. તો એવામાં આવી દવાઓ પાછળ પૈસા અને સમય વેડફાઈ જાય છે. પણ એનો અસરદાર ઈલાજ તો તમારા ઘરમાં રહેલો હોય છે. આજે અમે તમને એ ઈલાજ વિષે થોડી જાણકારી આપીશું.

આ ઉપાય છે આયુર્વેદનો. પ્રાચીન કાળથી ભારતીય લોકો આયુર્વેદ દ્વારા ભયંકર માં ભયંકર બીમારીઓનો ઈલાજ કરતા આવ્યા છે. ચામડીની આ સમસ્યાનો ઈલાજ પણ એમાં મોજુદ છે. પણ આપણે સમયની સાથે સાથે આયુર્વેદને ભૂલી જવા લાગ્યા છીએ. આ ઉપાયમાં અમે તમને એક મિશ્રણ વિષે જણાવીશું. એના 2 ટીપાથી તમારી દાદર, ખંજવાળ અને ડાઘની સમસ્યામાં તમને રાહત જોવા મળશે.

મિત્રો આ આયુર્વેદિક મિશ્રણ બનાવવા માટે તમને આટલી સામગ્રી જોઈશે.

લીમડાનું તેલ (1 થી 2 ટી-સ્પૂન)

કપૂરની ગોળી (2 નંગ)

હળદળની (અડધી ચમચી)

બનાવવાની પ્રક્રિયા :

એના માટે તમે 1 થી 2 ટી-સ્પૂન લીમડાનું તેલ લઇ લો. સાથે 2 નાની કપૂરની ગોળી લઇ લો. ત્યારબાદ એનો હાથની મદદથી એનો ભૂકો કરી દો. ત્યારબાદ એને લીમડાના તેલમાં સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ આ તેલમાં અડધી ચમચી હળદળ નાખી મિક્સ કરો.

હવે એક રૂ નું પુમડુ લઈ આ તૈયાર કરેલ મિશ્રણમાં ડુબાડો. ત્યારબાદ તમારા શરીર પર જે જગ્યાએ દાદર, ડાઘ કે ખંજવાળ આવતી હોય તે જગ્યા પર હલકા હાથે એ રૂ થી મસાજ કરો. આ મિશ્રણને સીધું હાથ પર લગાવી પ્રયોગ ક્યારે પણ કરવો નહી. એની પાછળ કારણ એ છે કે હાથની મદદથી ચેપ લાગે છે અને રોગ વધારે થશે. માત્ર રૂ ની મદદથી જ તેને લગાવવું. તમે ઈચ્છો તો મેડીકલમાં મળતા હાથના મોજાનો ઉપયોગ કરી શકો છો.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ ઘરેલુ આયુર્વેદિક નુસ્ખાનો ઉપયોગ કરવાથી ગંભીર માં ગંભીર દાદર, ખંજવાળ અને ડાઘને સરળતાથી દુર કરી શકાય છે. ડૉકટર પાસે જતા પહેલા આનો પ્રયોગ એકવાર જરૂર કરી જુઓ. આ નુસ્ખો આટલો બધો અસરકારક હોવા પાછળ લીમડો જવાબદાર છે. લીમડામાં રહેલા કુદરતી તત્વો વિષે અમે તમને આગળ જણાવ્યું જ છે. માટે આજે ફરી જણાવવાની જરૂર નથી લાગતી.

ત્વચા સંબંધી ઘણી બધી બીમારીને દુર કરવા માટે જે વસ્તુઓનો ઉપયોગ થાય છે તેમાં એન્ટીબેક્ટેરિયલ તત્વો હાજર હોય છે. તેના લીધે તકલીફને સરળતાથી દૂર કરી શકાય છે. કપૂરમાં રહેલ ગુણોને પરીણામે તે વધારે પ્રસરતુ અટકે છે. અને તેની સાથે રહેલ હળદરનો પાઉડર એ વિશેષ તત્વો ધરાવે છે જેના લીધે ડાઘથી છૂટકારો મળે છે. અને આપણી ચામડી પહેલાની જેમ ચમકદાર થઇ જાય છે. એટલે જ તો માર્કેટમાં મળતી પ્રોડક્ટમાં હળદળ વપરાય છે. પણ ઘરે બનાવેલા શુદ્ધ મિશ્રણ તમને વધારે અસર દેખાડે છે. તમે પણ એકવાર આ નુસખો અજમાવી જુઓ, તમને તમારી સમસ્યામાં ફાયદો થશે.