ચામડીથી જોડાયેલ બધી સમસ્યાઓનો એક માત્ર સૌથી અસરદાર ઘરેલુ ઈલાજ, જે કરશે ચામડીની બધી સમસ્યાને દુર

0
7873

આપણા શરીરમાં ચામડી સંબંધિત કોઈ પણ સમસ્યા થઈ જાય તો એ આપણને ઘણા પરેશાન કરે છે. જયારે પણ આપણી ત્વચામાં કેટલાક અસામાન્ય બદલાવ આવે છે, તો એ સંભવ હોય શકે કે આપણા શરીરની અંદર કંઈક ને કંઈક ગડબડ ચાલી રહી છે. ખીલ, ડાઘ, કાળા દાગ, સફેદ ડાઘ, રીંકલ્સ(કરચલીઓ), ડાર્કસ્પોટ્સ, ઓયલી સ્કિન, ડ્રાય સ્કિન, ત્વચા પર કોઈ પણ પ્રકારના દાઘ, ધબ્બા કે કરચલીઓ આ બધી સમસ્યા આજકાલ ખુબ સામાન્ય થઇ બની ગઈ છે.

મળેલી જાણકારી અનુસાર દરેક 5 માંથી 1 વ્યક્તિ આ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. જો તમને પણ તમારી ત્વચાથી સંબંધીત કોઈ પણ સમસ્યા છે? કે તમે ત્વચા સંબંધિત કોઈ બીમારીથી પરેશાન છો? અને દરેક પ્રકારના પ્રયત્ન પછી પણ તમને કોઈ સારા પરિણામ મળ્યા નથી. તો આ લેખને છેલ્લે સુધી જરૂર વાંચો કારણ કે આ લેખ તમને ખુબ કામ આવવાનો છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ, કે એક નવી સાઇન્ટિફિક રિસર્ચ પરથી જાણવામાં આવ્યું છે, કે આપણી ત્વચાથી સંબંધિત 90 ટકા સમસ્યાઓ સંપૂર્ણ રીતે સારી કરી શકે છે. તે પણ ફક્ત કેટલાક સરળ ઘરેલુ ઉપાય મદદથી. અને એની ખાસ વાત એ છે કે આને બનાવવામાં થોડોક જ સમય લાગે છે. આજે અમે તમને એના વિષે જણાવીશું.

મિત્રો ત્વચાથી સંબંધિત કોઈ પણ સમસ્યાને આજકાલ ફક્ત બહારથી સારું કરવામાં આવે છે. પણ પહેલાના સમયમાં જયારે આટલી ટેક્નોલોજી બની નહોતી ત્યારે શરીરથી જોડાયેલી દરેક પ્રકારની સમસ્યાને અંદરથી સારી કરવામાં આવતી હતી.

આપણા ચહેરા અને શરીરની ત્વચા ઘણી પરતોથી બનેલ હોય છે. જેટલી પાતળી પરત આપણને બહારથી દેખાય છે તેના કરતા 15 ગણી જાડી તે અંદરથી હોય છે. જ્યારે પણ આપણું સ્વાસ્થ્ય કોઈ પણ કારણે ખરાબ થાય છે. તો આની અસર આપણી ત્વચા પર પણ દેખાવા લાગે છે. આપણને જેટલી આપણી ત્વચા બહારથી ખરાબ દેખાય છે. તેનાથી ઘણી ખરાબ તે અંદરથી થઇ ચૂકેલ હોય છે. એટલા માટે જયારે પણ આપણા શરીરની બહારની ત્વચા પર ખીલ, ખંજવાળ, રેસીસ અને એજસપોર્ટ આવા પ્રકારની સમસ્યા થાય છે. તો આની શરૂઆત અંદરૂની ત્વચાથી જ થાય છે.

એક પ્રશ્ન એવો પણ થાય છે, કે શું આવું સંભવ છે કે દરેક પ્રકારની સ્કિન પ્રોબ્લમનો એક જ સરળ સમાધાન હોય? તો એનો જવાબ છે હા, એવું સંભવ છે. પણ એના માટે જરૂરી છે પોતાની ત્વચા સાથે સંબંધી સમસ્યાઓને જોવાની રીત બદલવાની. આજે અમે તમને જણાવીશું કે તે કઈ ખાવા લાયક વસ્તુ છે જેને તમે દરરોજ પોતાના ડાયટમાં સામેલ કરવા પર તમારી ત્વચા સાફ અને સુંદર દેખાવવા વાળી ત્વચામાં બદલી શકો.

તેની સાથે જ જયારે પણ તમે તમારી ત્વચાને અડશો અને અનુભવ કરશો તો ખુબ કમાલનો ફર્ક દેખાશે. તો ચાલો જાણી લઈએ તે કઈ કઈ વસ્તુ છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે. તે જાણવા પહેલા આ જાણી લેવું જરૂરી છે કે તે વસ્તુઓ આપણા શરીરમાં કામ કઈ રીતે કરે છે.

જો તમને ખબર ન હોય તો જણાવી દઈએ કે આપણા પાચનતંત્રમાં લગભગ 2500 અરબ માઇક્રોબ્સ એટલે કે ખુબ નાના નાના સૂક્ષ્મ જીવાણુ હોય છે. જે કે આપણા શરીરમાં જોવા મળતા જીવાણુઓથી 9 ગણા વધારે છે. સરળ રીતે જણાવીએ તો શરીરમાં જોવા મળતા જીવાણુ બે પ્રકારના હોય છે. એક જે આપણા માટે સારા હોય છે અને બીજા જે આપણા માટે હાનીકારક હોય છે. સારા માઇક્રોબ્સ આપણા ભોજનને પચાવવા, શરીરના ઘા ને સારા કરવા અને આપણા દ્વારા લેવામાં આવતો શ્વાસને સારો બનાવવામાં મદદ કરે છે.

એનાથી વિપરીત બીજી તરફ હાનિકારક માઇક્રોબ્સને કારણે આપણા સ્વાસ્થ્યથી લઈને ત્વચામાં થનારી સમસ્યાઓ હજુ ગંભીર થતી રહે છે. દરેક વ્યક્તિના શરીરમાં આ બંને પ્રકારના માઇક્રોબ્સનું હોવું ખુબ સામાન્ય વાત છે. પરંતુ આપણે એવી વસ્તુ વધારે ખાઈએ છીએ જે આપણા શરીરમાં ખરાબ જીવાણુઓની માત્રા વધારી નાખે, તો આપણા શરીરમાં ઘણા પ્રકારની બીમારીઓ જન્મ લેવાનું શરુ થઇ જાય છે. જેવી કે મોટાપો, ત્વચાથી સંબંધિત રોગ, પેટ અને મગજની સમસ્યા અને સ્ટ્રેચ જેવી ગંભીર સમસ્યાઓ પણ સામેલ છે.

તો મિત્રો એટલા માટે આપણે દરરોજના ડાયટમાં એવી વસ્તુઓ એડ કરીએ જે આપણા શરીરમાં રહેલ સારા જીવાણુઓની માત્રાને વધારે, તો આપણું પાચન સારું રહશે અને આપણી ઇમ્યુન સિસ્ટમ અને મેટાબોલિઝબ મજબૂત થશે. આપણી ત્વચા હંમેશા સાફ રહશે અને દરેક સમય આપણા શરીર એક સારી એનર્જી બની રહશે.

આપણા સારા સ્વાસ્થ્ય માટે આપણને દરેક પ્રકારના પોષક તત્વની જરૂરત હોય છે. પરંતુ શરીરમાં સારા જીવાણુઓની માત્રાને વધારવા માટે પોલિફેનોલ્સ (Polyphenols) નામનું પોષક તત્વ સૌથી વધારે ફાયદાકારક હોય છે. પોલિફેનોલ્સ આપણા શરીરના ખરાબ માઇક્રોબ્સને ખત્મ કરતા નથી પણ સારા માઇક્રોબ્સને વધારે છે. પરિણામ સ્વરૂપ આપણું સ્વાસ્થ્ય સારું રહે છે અને ત્વચાથી સંબંધિત ગંભીર થી ગંભીર બીમારીઓમાં પણ ફાયદો દેખાવા લાગે છે. તો ચાલો વાત કરીએ તે બધી ખાસ વસ્તુઓથી મળીને બનેલ પહેલા નુસ્ખાની.

જરૂરી સામગ્રી :

1 ચમચી હળદર

100 ગ્રામ વરિયાળી

2-3 બાદિયા

10-15 લવિંગ

જો જાણતા ના હોઈએ તો નીચે ફોટામાં જોઇને ઓળખી શકો છો.

નુસ્ખો બનાવવાની રીત :

સૌથી પહેલા લવિંગ, વરિયાળી, હળદર અને બાદિયા આ બધું વસ્તુને સારી રીતે મિક્ષ કરીને મીક્ષરમાં પાઉડર બનાવી લો. પાઉડર બનાવતા સમયે તમારે ધ્યાન રાખવાનું રહેશે કે આપણે આનો ખુબ વધારે બારીક પાઉડર બનાવવાનો નથી. એટલે કે આને થોડું કરકરા જેવું રાખવાનું છે, જેથી પાણીની સાથે મિક્ષ કરવા પર આને ચા પત્તી જેમ સરળતાથી ગાળી શકો.

ત્યારબાદ એક ગ્લાસ પાણીને ફૂલ ગેસ પર સારી રીતે ગરમ કરો. જયારે આ પાણી ઉકળવા લાગે તો આમાં તૈયાર પાઉડરને નાખીને ગેસને બંધ કરી નાખો. પછી તેને પાંચ મિનિટ માટે ઢાંકીને રહેવા દો. જયારે આ થોડું ઠંડુ થઇ જાય ત્યારે આને ગાળી નાખો અને આનું સેવન કરો. બાદિયાને એની સુગંધના કારણે મોટાભાગે લોકો ગરમ મસાલાઓમાં જ ઉપયોગ કરે છે. પરંતુ તે આપણાં મગજ અને ત્વચા માટે પણ ખુબ વધારે ફાયદાકારક હોય છે. એની અંદર વિટામિન A અને C પુષ્કળ માત્રામાં હોય છે. જે આપણા ત્વચા પરથી કરચલીઓ હટાવે છે અને તેને આવવાથી પણ રોકે છે. તેમજ દરરોજ આનું સેવન કરતા રહેવાથી આપણા શરીરમાં સારી એનર્જી બની રહે છે. અને તે રાતના સમય કામ ઉત્તેજનાને પણ વધારે છે.

આ મિશ્રણમાં આપણે વરિયાળીની માત્રા વધારે રાખી છે, એનું કારણ છે કે વરિયાળી આપણા શરીરને ઠંડક પહોંચાડે છે, અને આમાં રહેલા લવિંગ, હળદર અને બાદિયા આપણા શરીરમાં ગરમી પહોંચાડે છે. આવી રીતે ઠંડી અને ગરમ બંને વસ્તુને મિક્ષ કરવાથી આ સંપૂર્ણ રીતે સંતુલિત ડ્રિન્ક બને છે. જે આપણા શરીરને ના ઠંડુ કરશે કે ના ગરમ, તો પણ તમને આનાથી ગરમી થાય તો તમે આને હજુ ઠંડુ કરવા માટે રોઝમેરીનો પણ ઉપયોગ કરી શકો છો.

એના માટે સુકાયેલા રોઝમેરીના પાંદડા તમને કોઈ પણ સુપર માર્કેટથી સરળતાથી મળી શકે છે, નહીતો ઓનલાઇન પણ ખરીરી શકો છો. રોઝમેરીના અંદર એન્ટીઓકઝીન પ્રોપટી જોવા મળે છે. આનો દરરોજ ઉપયોગ કરવાથી ત્વચામાં રહેલા જૂનામાં જુના દાગ-ધબ્બા પુરી રીતે સાફ થઇ જાય છે. એટલા માટે આનો પણ આ ડ્રિન્કને બનાવવામાં જરૂર ઉપયોગ કરી શકો.

સેવન કેવી રીતે કરવું : આ ડ્રિન્કને તમે દરરોજ જમીને 10-15 મિનીટ પછી પી શકો છો. આનું સેવન એક દિવસમાં એક વાર જ કરવાનું છે. આના માટે બનાવેલો પાઉડરને સ્ટોર કરો તો 20-30 દિવસ સુધી રાખી શકો છો. આમાં રહેલા લવિંગ અને વરિયાળીમાં પોલિફેનોલ્સ વધુ માત્રામાં જોવા મળે છે. જેનો સીધી અસર આપણી ત્વચા પર અંદરૂની રીતે થાય છે. આની એન્ટી ઓક્સીડન પ્રોટીન્સ આપણા શરીરમાં રહેલા બધા ખરાબ તત્વોને સાફ કરવામાં મદદ કરે છે. આપણી ત્વચાની સાથે સાથે આપણા વાળના સ્વાસ્થ્યને પણ લાંબી ઉંમર સુધી જાણવી રાખે છે.

જણાવી દઈએ કે આ ડ્રિન્ક એટલુ અસરકારક છે કે શરૂઆતના 15 દિવસોમાં જ તમને તમારી શરીરની એલર્જી, પેટની ચરબી અને સ્કિનમાં એક કમાલો ફર્ક દેખાશે. જો તમને આને ગરમ પી શકો નહિ તો આને ઠંડુ થયા પછી પણ પી શકો છો.

આના સિવાય બીજા એક હેલ્દી જ્યૂસને પણ તમારા દરરોજની ડાયટમાં એડ કરી શકો છો. જે આપણા શરીરમાં પોલિફેનોલ્સની માત્રાને પણ ઝડપથી વધારશે જેના પરિણામ સ્વરૂપ આપણા સ્કિનનથી જોડાયેલી મોટામાં મોટી બમારીઓ ઓછા સમયમાં પુરી રીતે સારી થઇ જશે.

ડ્રિન્ક બનાવવાની રીત :

1 વાટકી પાલક

1 સફરજન

1 વાટકી વટાણા

1/2 વાટકી કારેલા (બીજ કાઢીને)

1 ચમચી લીંબુ

નુસ્ખો બનાવવા માટે :

સૌથી પહેલા એક મિક્ષર જારમાં વટાણા, કારેલા, પાલક, સફરજન, લીંબુનો રસ અને થોડું પાણી એડ કરીને આનું જ્યુસ તૈયાર કરી નાખો. આ તૈયાર જ્યૂસને ગાળીને કે વગર ગાળે જેમ પીવું હોય તેમ પી શકો છો. બધી વસ્તુઓને મિક્ષ કરીને બનાવવામાં આવેલ આ જ્યુસ અઠવાડિયામાં 3 થી 4 વાર પી શકાય છે.

મિત્રો અહી આપણે કારેલાની માત્રા એટલા માટે ઓછી રાખી છે, કારણ કે આનો સ્વાદ કડવો હોય છે. તેનું કડવાપણું મટે તેથી આમાં સફરજનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. તમે ચાહો તો તમે આ નુસખાને સફરજન અને કારેલાના વગર પણ કરી શકો છો. કારેલા સ્વાસ્થ્યનો ભંડાર છે, જે લોકો કારેલા વધારે ખાય છે. તે લોકોને ત્વચાથી સંબંધિત કોઈ પણ સમસ્યા થતી નથી. કારેલાની અંદર પોલિફેનોલ્સ પોષક તત્વની માત્રા સૌથી વધારે હોય છે. આ આપણા પેટ અને લીવર માટે એક ટોનિકની જેમ કામ કરે છે અને ત્વચામાં રહેલા જૂનામાં જૂના ખીલને ખત્મ કરવામાં આ ખુબ અસરકારક હોય છે.

જણાવી દઈએ કે આ મિશ્રણમાં રહેલી દરેક વસ્તુઓ પોતાનામાં જ બેજોડ કોમ્બીનેશનની જેવી છે. પરંતુ આમાં વટાણા એક સીઝનલ શાકભાજી છે. એટલે જ્યારે પણ વટાણાની ઋતુ આવે ત્યારે તાજા આવતા વટાણાનો જ ઉપયોગ કરવાનો છે. વટાણા આપણી ઇમ્યુન સિસ્ટમ માટે ખુબ વધારે ફાયદાકારક હોય છે. અને એનો દરરોજ ઉપયોગ કરવાથી આપણા ચહેરાની કરચલીઓ અને વધારે ઉંમરમાં આવવા વાળી ત્વચાથી સંબંધિત સમસ્યાઓ દૂર રહે છે. જે લોકોના ચહેરા પર દાગ ધબ્બા કે ખીલ હોય છે. તે લોકોએ વટાણા દરરોજ ખાવા જોઈએ. આ જ્યુસ આપણા શરીરમાં રહેલી તે દરેક કમીઓને પૂરી કરી નાખે છે, જે આપણી ત્વચાને સાફ અને ચમકદાર બનાવવામાં અડચણ ઉત્પન્ન કરે છે.

જો તમે પણ આ ઉત્તમ જ્યૂસને પોતાના જીવનનો એક ભાગ બનાવી નાખો છો, તો એનાથી ત્વચામાં ફાયદા પહોંચાડનારા બેક્ટિરિયાની માત્રા વધે છે. અને સાથે આપણું શરીર પણ ઉંમરભર બીમારીઓથી દુર રહેશે, કારણ કે આ જ્યુસ આપણા લોહીમાં રહેલી બધી ગંદગીને સાફ કરી નાખે છે. જે માણસનું લોહી પુરી રીતે સાફ હોય છે. તે માણસની ત્વચા વગર કોઈ ક્રીમ લગાડે પુરા સમય કુદરતી ગ્લો કરતી રહે છે.

ગ્રીન ટી :

ગ્રીન ટી તો આજકાલ ખુબ પ્રચલિત છે. ગ્રીન ટી પણ આપણી ત્વચા માટે ખુબ ફાયદાકારક હોય છે. પણ યાદ રાખો કે આની અસર ત્વચા પર ધીમે ધીમે જોવા મળે છે. પણ વિશ્વાસ રાખો કે દરરોજ એક કપ ગ્રીન ટી આપણને એટલા બધા ફાયદા પહોંચાડી શકે છે, જેને આપણે ક્યારેય વિચાર્યા પણ નહિ હોય. આજકાલ બજારમાં અલગ અલગ પ્રકારની ગ્રીન ટી મળે છે. પણ એ બધી ગ્રીન ટી માં સૌથી વધારે અસરકારક પ્લેન ગ્રીન ટી હોય છે. જેમાં કોઈ પ્રકારના ફ્લેવર હોય નહિ. ગ્રીન ટી સીધા આપણા કોમ્પ્લેટ્સન પર અસર કરે છે. જેનાથી જોત જોતામાં આપણા અંગ સાફ થતા જાય છે.

ગ્રીન ટી ની અંદર સૌથી વધારે માત્રામાં એન્ટિઓક્સિડન્ટ જોવા મળે છે. જે ત્વચાના દાઘ, ધબ્બા અને કાળા પણાને ઝડપથી સારું કરે છે. ઘણા લોકો વજન ઘટાડવા માટે ગ્રીન ટી પીવાનું શરુ કરે છે અને તે લાંબા સમય સુધી સેવન કરવાથી તેમને વજન ઓછું થવાની સાથે સાથે મફતમાં સારી સ્કિન પણ મળી જાય છે.

મિત્રો શું તમે જાણો છો? કે આપણી ત્વચા પર ઉપરની સપાટીમાં રહેલી કોશિકાઓ દર ત્રણ મહિનામાં 90% સુધી બદલાઈ જાય છે. હા, દર ત્રણ મહિનામાં આપણા શરીર માંથી જૂની સ્કિનની જગ્યાએ નવી સ્કિન આવી જાય છે. હવે તમને પ્રશ્ન થતો હશે, કે આવું થાય છે તો આપણી ત્વચા કરચલીઓના કારણે વૃદ્ધ કેમ દેખાવવા લાગે છે? તે એટલા માટે કે આપણી ઉંમર વધતી જાય છે તેમ આપણા શરીરની નવી ત્વચા બનાવવાની શક્તિ ઓછી થતી જાય છે. પરંતુ આપણે આપણી ત્વચાને વધુ માત્રામાં પોષક તત્વ પહોંચાડી શકો તો લાંબા સમય સુધી આપણી સ્કિન જવાન અને ચમકદાર બની રહેશે અને આપણી ત્વચાને જોઈને કોઈ પણ આપી ત્વચાનો અંદાજો લગાવી શકે નહિ.

વાચક મિત્રો આજના આ લેખમાં જણાવેલી દરેક વસ્તુઓ સારી અને સ્વસ્થ ત્વચા મેળવવા જરૂરી બધા પોષક તત્વોનો ભંડાર છે. સારા પરિણામ માટે આ નુસખાની સાથે સાથે એક સાવધાની રાખવાની પણ જરૂરી છે. જેટલી પણ વસ્તુઓ જેમાં લેકટિન્સની માત્રા વધારે હોય તે ઓછું ખાવો. કારણ કે લેકટિન્સ આપણા શરીરના મેટાબોલિઝમ અને ઇમ્યુન સિસ્ટમને ધીમું કરે છે. જેનાથી બધા જણાવેલ નુસખાની અસર ખતમ પણ થઇ શકે છે.

કઈ વસ્તુ વધુ ન ખાવી? તો રાજમો, સોયાબિન કે તેનાથી બનેલ વસ્તુઓ, સફેદ બ્રેડ, બટાકા અને રીંગણ આ પ્રકારની જેટલી પણ વસ્તુઓ છે જેમાં લેકટિન્સ ખુબ વધારે માત્રામાં હોય છે, એનું વધારે સેવન કરવાથી આપણા શરીરમાં રહેલ આવશ્યક તત્વની કમી થઇ જાય છે. એટલા માટે આનો ઉપયોગ ઓછો કરો.

આજે અહી જણાવેલી દરેક વસ્તુઓ તમને સારી સ્કિનની સાથે સાથે એનર્જી પણ પ્રદાન કરે છે. કારણ કે સારી એનર્જી સારી સ્કિન માટે પણ જરૂરી છે. માણસના શરીરની અંદર તેની નેચરલ એનર્જી એટલી વધારે હોય છે કે જેના માટે આપણને કોઈ પણ પ્રકારની ચા કે કોફી પર આધાર રાખવાની જરૂરત નથી. પણ પોષક તત્વની કમીના કારણે ઉંમરની સાથે સાથે કમજોર થવા વાળી એનર્જી ઉંમરના પહેલા જ કમજોર થવા લાગે છે. એટલા માટે તેમે આ વસ્તુને બનાવવા માટે કેટલીક વસ્તુઓ મળી શકે નહિ તો તમને જેટલી વસ્તુ મળી જાય તેટલી જ વસ્તુથી સરળતાથી બનાવી શકો છો.