સ્લીપ ડિસ્ક તેમજ ભયંકરમાં ભયંકર કમરના દુઃખાવાનો રામબાણ ઈલાજ.

0
12431

તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો આજે અમે તમને ભયંકર માં ભયંકર કમરનો દુઃખાવો તેમજ સ્લીપ ડિસ્કના ઈલાજ વિષે જણાવીશું. આજે અમે જે ઈલાજ જણાવવા જઈ રહ્યા છીએ, જો તમે એને શિયાળામાં કરશો તો તમને ખુબ જલ્દી ફાયદો થશે. ભયંકર માં ભયંકર કમરનો દુઃખાવો હોય કે પછી સ્લીપ ડિસ્ક હોય, એનાથી બધું છુમંતર થઇ જાય છે. ફક્ત તમે આમારો આજનો આ લેખ ધ્યાન પૂર્વક વાંચો અને સમજો.

આ સચોટ આ ઉપાય માટે જરૂરી છે એલોવેરા એટલે કે કુવારપાઠું. અને આ વસ્તુ આપણને સરળતાથી મળી જ જાય છે. પણ એ વાતનું ધ્યાન રાખો કે એલોવેરાનું રિફાઇનમેન્ટ કરીને જ પ્રયોગ કરો. તેને રિફાઇનમેન્ટ કરવા માટે સૌથી પહેલા છાણની રાખ પાથરી દેવાની છે અને તેના પર એલોવેરા મુકી દો. તેમજ એલોવેરાની ઉપર પણ છાણની રાખ પાથરી દેવાની છે. 4 થી 6 કલાક રાખ્યા પછી આને કાઢીને પાણીથી ધોઈ લો. આ રીતે એલોવેરાનું રિફાઇનમેન્ટ થઇ જાય છે. અને આમ કર્યા પછી જ તેનો ઉપયોગ કરવાનો છે.

તો તમે સૌથી પહેલા એલોવેરા લઇ લો અને તેની છાલ ઉતારી લો, અને અંદરનું જેલ છે તેને કુછડી કે દબાવીને બારીક કરી નાખો. હવે એને બારીક કર્યા પછી તમે તમારા અંદાજથી તેમાં લોટ (ઘઉંનો) મિક્ષ કરી લો. જેટલો તમારો એલોવેરા હશે તે હિસાબથી લોટ મિક્ષ કરવાનો છે. લોટ મિક્ષ કાર્ય પછી તેને દેશી ઘીમાં સેકીને અને તેમાં સાકર મિક્ષ કરીને તેનો હલવો બનાવી લો. અને આના 20-20 ગ્રામના લાડુ બનાવી નાખો. હવે તમારી દવા તૈયાર છે.

દવા સેવન કરવાની વિધિ :

હવે તમે સવારે જયારે ઉંઘીને ઉઠો છો ત્યારબાદ નિત્ય ક્રિયા પૂરી કરીને એક લાડુનું સેવન કરવાનું છે. તમારે 1 મહિના સુધી આનું સેવન કરતા રહેવાનું છે, ત્યારબાદ જુઓ તમને 1 મહિનામાં ભયંકરથી ભયંકર કમરનો દુઃખાવો અને સ્લીપ ડિસ્કથી છુટકારો મળી જશે. આપણા જે પણ મિત્રો સ્લીપ ડિસ્કનો ઈલાજ કરાવીને થાકી ગયા છે અને જેઓ પોતાનો કમરનો દુઃખાવો દૂર કરવા માટે ડોક્ટર પાસે જઈ જઈને પરેશાન થઇ ગયા છે. એવા તમામ લોકોને અમારું કહેવું છે કે એક વાર આ ચમત્કારી ઔષધિનું સેવન જરૂર કરો.

હા પણ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે એલોવેરાને એવી જગ્યાથી લેવાનું જ્યાં સફાઈ હોય અને પ્રદૂષણથી મુક્ત સ્થાન હોય. કારણ કે એલોવેરામાં એવા ગુણ હોય છે કે જે પોતાની આસપાસની બધી ગંદકીને પોતાની અંદર સમાવી લે છે. જેવી જગ્યા પરથી એલોવેરા લેવામાં આવશે તેના પર જ આધાર રાખે છે કે તે શુદ્ધ છે કે અશુદ્ધ છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.