તમારે તાજા પાઉં ખાવા છે? તો આ રીતે ઘરે જ કુકરમાં બનાવો રૂ જેવા નરમ પાઉં, જાણો કઈ રીતે

0
12196

ઘરે જાતે જ બનાવો રૂ જેવા નરમ પાઉં એ પણ કુકરમાં, અહીં જાણો તેની રેસિપી

નમસ્કાર મિત્રો તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે તમારા માટે રસોઈની રેસિપીની શ્રેણી માંથી લાદી પાઉંની રેસીપી લઈને આવ્યા છીએ. તમારા માંથી ઘણાને પાઉં ખાવા પસંદ હશે. અને જો તમને લાદી પાઉંની રેસીપી આવડી જાય તો તમે જાતે જ પોતાના ઘરે એકદમ નરમ અને તાજા પાઉં બનાવીને ખાઈ શકો છો. અને એ પણ ઘરમાં વપરાતા કૂકરમાં જ.

આ પાઉં રૂ જેવા નરમ હોય છે. આ રીતે બનેલા પાઉં એકદમ શુદ્ધ રીતે અને શુદ્ધ વસ્તુઓથી બનશે, કારણ કે એને તમે જાતે જ બનાવશો. તો આવે તમને જણાવીએ કે કુકરમાં કેવી રીતે બને છે રૂ જેવા સોફ્ટ લાદી પાઉં. એક વાર આ પાઉં બનાવતા શીખી જાવ, પછી તમે તેના વડા પાંવ બનાવો, દાબેલી બનાવો કે પછી એમ જ ખાવ જેમ તમારી ઈચ્છા.

તો આ લાદી પાઉં બનાવવા માટે સૌથી પહેલા તો દૂધ જોઈશે. એના માટે ગરમ દૂધનો ઉપયોગ કરવાનો છે. એટલે તમારે ગરમ દુધને એક મોટા વાસણમાં નાખવાનું છે અને પછી દુધમાં ખાંડ નાખવાની છે. અહિયાં આપણે દોઢ ચમચી જ ખાંડ લેવાની છે, ખાંડ નાખ્યા પછી તેને એકદમ ભેળવવી જરૂરી છે. તેને ચમચી વડે સારી રીતે મિક્ષ કરી લેવી, તેથી શું થશે કે ખાંડ પણ ઓગળી જશે અને દૂધ પણ થોડું ઘટ્ટ થઈ જશે. તમારે ખાંડ નાખીને વચ્ચે વચ્ચે ટેસ્ટ કરતા રહેવું.

ત્યારબાદ તેમાં યીસ્ટ નાખવાની છે, અને એ યીસ્ટ તાજી હોવી જરૂરી છે. હવે યીસ્ટને દૂધમાં સારી રીતે ભેળવી લો અને પછી તેને દસ મિનીટ એક બાજુ રાખી લઈશું. અને દસ મિનીટ પછી તે ફૂલવાનું શરુ થઈ જશે. જો તમારી યીસ્ટ નથી ફૂલતી તો આ રેસીપી ન બનાવશો, કેમ કે પછી તમે જે પણ મહેનત કરશો તે કોઈ જ કામની રહેતી નથી. માટે યીસ્ટ તાજી લેવી જરૂરી છે.

હવે આપણે તેને વધુ સોફ્ટ બનાવવા માટે તેમાં મિલ્ક પાવડર નાખી દઈશું. અને તેની સાથે આપણે તેમાં મેંદો પણ નાખીશું. અમે એક કપ મેંદાનો ઉપયોગ કર્યો છે. મિત્રો લગભગ 125 ગ્રામ મેંદા સાથે થોડું મીઠું પણ નાખવાનું છે. આ ત્રણે વસ્તુ નાખીને તેને લોટ જેવું બનાવવાનું શરુ કરી દો, અને હાથ વડે જ લોટ બાંધવો. અને જેવો લોટ બંધાયને તૈયાર થઇ જાય એટલે તેને બહાર કાઢી લેવો. તમે એને કોઈપણ માર્બલ કે કાચ ઉપર પાથરીને પણ આ કામ કરી શકો છો.

ત્યારબાદ તેને સારી રીતે મસળી લો, જેથી તે લોટ એકદમ પેસ્ટ જેવો થઇ જાય. પાઉં માટેનો આ લોટ વધુ ભીનો રહેવો જોઈએ. જો લોટ થોડો પણ સુકો રહેશે તો તમારા પાઉં વધુ સોફ્ટ નહિ બને. એટલે પાઉંને સોફ્ટ બનાવવાનું રહસ્ય એ જ છે કે એનો લોટ ભીનો રહેવો જોઈએ.

સૂકો રહે તો થોડું બીજું પાણી નાખીને તેને ભીનો કરવો. અને આ લોટ એકદમ ચીકણો હોવો જોઈએ. હવે એક વખત હાથ સાફ કરી લો, અને તેમાં બટર નાખો. અમે અહિયાં ૧૦ ગ્રામ બટર એટલે કે બે ચમચી બટરનો ઉપયોગ કર્યો છે. બટર નાખીને લોટને મસળવાનું શરુ કરી દો. આ પ્રોસેસ 15 મિનીટ સુધી કરવાની છે.

હવે તમારો જે ભીનો લોટ હતો, તે 15 મીનીટમાં એકદમ સુકો થઈ જશે. હવે એને પાછો ભીનો કરવાનો નથી. મિત્રો આ પ્રોસેસથી બ્રેડ સોફ્ટ બને છે. જો તમે તે નહિ કરો તો બ્રેડ સોફ્ટ નહિ બને. 15 મિનીટ પછી તમે જાતે જ જોઈ શકશો કે આ લોટ હાથથી અલગ પડવા લાગે છે. હવે તમારો લોટ તૈયાર છે.

આગળની પ્રક્રિયા એ છે કે. એક વાટકો લઈ એમાં લોટ નાખીને તેની ઉપર થોડું તેલ નાખી દઈશું, જેથી તે લોટ ચોંટે નહીં, અને આ લોટને વાટકીમાં સારી રીતે ફેરવવો, જેથી જે તેલ છે તે ચારે બાજુ લાગી જાય, અને આ પ્રોસેસથી શું થયું? તો લોટમાં પણ તેલ લાગી ગયું અને વાટકીમાં પણ તેલ લાગી ગયું. હવે તેને આપણે એક ભીના કપડાથી ઢાંકી દઈશું, અને એક કલાક માટે તેને આરામ કરવા માટે રાખી દઈશું.

તે એક કલાકમાં તમારો લોટ ફૂલીને ડબલ થઈ જશે. હવે લોટને આરામ કરવા દઈએ ત્યાં સુધી એક ટીનનું ચોરસ વાસણ લઈશું જે બજારમાં ખુબ ઓછા પૈસામાં મળી શકે છે. તે વાસણમાં સારી રીતે બટર લગાવીશું, અને બટર સારી રીતે નહિ લાગેલું હોય તો જે પાઉં છે તે ચોંટી જશે. તો બટર ચારે ખૂણામાં સારી રીતે લગાવશો. હવે આ ટીન તૈયાર છે તેને બાજુમાં રાખીએ છીએ, અને લોટ પાસે આવીએ છીએ. લોટ એકદમ ફૂલીને તૈયાર છે.

હવે એમાંથી લોટને કાઢવાનો છે, તમારે એને સંભાળીને કાઢવો. હવે તેને ફરી એક વખત મસળી લઈશું, અને પછી તેના ટુકડા કરી લઈશું. આ લોટને છ ટુકડામાં વહેચી લેવાના છે. તમે ધારો તો ત્રણ કે ચાર ટુકડા પણ કરી શકો છો. પણ અહિયાં છ ભાગ બનાવીશું. તેનું વજન અમે ૪૦ ગ્રામ રાખ્યું છે. તમે ધારો તો માપ્યા વગર પણ બનાવી શકો છો. તેની ઉપર સુકો લોટ ભભરાવી દેવાનો છે.

ત્યારબાદ એને સ્મુધ કરો. જો તેને સ્મુધ નહિ કરવામાં આવે તો તેનો લાદી પાઉંનો સેપ છે તે સારો નહિ બને, એટલા માટે તેની ઉપર લોટ ભભરાવો અને બન્ને હાથ વડે તેને એકદમ સ્મુધ બનાવી દો. તો તમારો લોટ હવે લાદી પાંવ માટે તૈયાર છે.

ત્યારબાદ તેને ટીનની અંદર મુકો. હવે તેની ઉપર થોડું દૂધ લગાવી દઈશું. દૂધ એટલા માટે લગાવવામાં આવે છે કે તે સુકાઈને કડક ન બની જાય, અને લોટ પણ સોફ્ટ રહે. હવે તેને ઢાંકીને ફરી એક કલાક સુધી રહેવા દો, જેથી તે ફૂલીને ડબલ થઈ જાય. લગભગ 40 થી 50 મિનીટ પછી કુકર ગરમ કરવું. તેના માટે એક મોટું કુકર ઉપયોગમાં લેવું, જેથી પાઉંનો ખુબ જ સરસ કલર આવશે.

એના માટે તમે કોઈપણ એક મોટું વાસણ લઈ શકો છો, જેનું એક મોટું ઢાંકણ હોય. તેને એકદમ વધુ તાપમાં ગરમ કર્યુ છે. હવે તેમાં એક કપ મીઠું નાખવાનું છે. મીઠું નાખીને તેને સારી રીતે ફેલાવી દઈશું, મીઠું ફેલાવીને હવે તેની ઉપર એક જાળી રાખી દઈશું. જો જાળી ન હોય તો કોઈપણ વાટકી કે પ્લેટ પણ રાખી શકો છો. કાણાં વાળી પ્લેટ રાખી શકો છો, જાળી રાખી શકો છો.

એના માટે આપણે એક ગોળ કટર રાખીશું. તેની ઉપર એ કાણા વાળી પ્લેટ રાખી દઈએ છીએ. હવે તે કુકરને ઢાંકી દઈશું અને ઢાંકતી વખતે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. એક તો કુકરની સીટી કાઢી નાખવાની છે અને તે ઢાકણમાં રબરની રીંગ છે તે પણ કાઢી લેવાની છે. જો સીટી રહેશે તો વધુ પ્રેશર મળશે અને ગેસ કીટ રહેશે તો તેની સ્મેલ આવશે. અને પછી તેને ઢાંકણું બંધ કરીને વધુ તાપ ઉપર ગરમ કરીશું. દસ થી પંદર મિનીટ માટે.

હવે આપણે પાઉં જોઈએ, તે સારી રીતે ફૂલીને તૈયાર છે, અને લોટની જે સાઈઝ છે તે ટીન કરતા થોડી વધુ હોવી જોઈએ, જો સાઈઝ વધુ નહિ હોય તો બ્રાઉન થવાની શક્યતા ઓછી રહેશે, એટલે પાઉં સારી રીતથી ફૂલ્યા નથી તો તેને દસ મિનીટ વધુ ફૂલવા દો. આપણો લોટ એકદમ તૈયાર છે, અને તેની ઉપર આપણે દૂધ લગાવી દઈશું. દુધથી શું થાય છે, તેનાથી રંગ સારો આવે છે, એટલે કે પાંવ છે તે સારી રીતે બ્રાઉન થાય છે.

જો તમે પહેલી વખત બનાવી રહ્યા છો તો દુધમાં થોડી ખાંડ પણ ભેળવી શકો છો, કારણ કે ખાંડને લીધે વધુ સારો કલર આવે છે. તેને આપણે સાણસી વડે કુકરમાં મૂકી દઈશું. તેને ધ્યાનથી મુકજો કારણ કે કુકર ઘણું ગરમ હશે. કુકરની અંદર મુક્યા પછી ઝડપથી ઢાંકણું બંધ કરી દો, અને ગેસનો તે મધ્યમ કરી લો.

આ પાંવને તમારે 15 મિનીટ માટે મધ્યમ તાપ ઉપર પકવવાના છે. તમે 12 કે 13 મિનીટ પછી તેને ખોલીને ચેક કરી શકો છો. પાંવનો ઘણો જ સારો કલર આવ્યો હશે, આ જે જાદુ છે તે દુધનો જાદુ છે. તો દૂધમાં થોડી ખાંડ ભેળવશો અને તે કલરને વધુ સારો કરવા માટે તેની ઉપર બટર લગાવી શકાય. બટરથી તે ચોંટી નહિ અને વધુ સોફ્ટ બની જશે.

હવે બટર લગાવ્યા પછી તેને ભીના કપડાથી ઢાંકી દેવાના છે. અને એને અડધો કલાક માટે ઠંડા થવા દેવાના છે. અડધા કલાક પછી તે એકદમ સોફ્ટ બની જશે. પછી તેને ઝડપથી છરી વડે કાપી લેવાના છે. પહેલા કિનારી તરફથી પછી નીચેની તરફથી કાઢી લેવાના છે. આ પાંવ હજુ એટલા ઠંડા નથી થયા તો તેને ફરી વખત ભીનું કપડું ઢાંકીને મૂકી, અડધો કલાક રહેવા દો. ઠંડા થયા પછી તે એકદમ સોફ્ટ બની જાય છે, અને એકદમ નરમ અને સારા બને છે.