12 વર્ષ પહેલા ગંગામાં પધરાવી હતી દીકરાની લાશ, પછી થયું એવું કે ગામવાળા જોઈને આશ્ચર્યચકિત રહી ગયા

0
4047

કોઈ વ્યક્તિને સાંપ કરડ્યો હોય અને તે થોડા સમય પછી જીવતો થઈ ગયો હોય, એવા કિસ્સા તમે વાર્તામાં કે પછી કોઈ ટીવી સીરીયલમાં જોયા હશે. પણ આવી એક ઘટના હકીકતમાં પણ બની છે. જી હાં, બુલંદશહેરમાં એક એવો જ જીવતો જાગતો કિસ્સો સૌની સામે આવ્યો છે. જેના પછી તે ગામમાં જ નહિ પરંતુ દરેક જગ્યાએ તેની ચર્ચા થઇ રહી છે, આ કિસ્સાને જોઇને ત્યાંના ગામના લોકો ઘણા જ અચરજ પામી રહ્યા છે.

વાત એવી છે કે આ ગામમાં લગભગ ૧૨ વર્ષ પહેલા એક બાળકને સાંપ કરડ્યો હતો. તે બાળકના પરિવારને એની જાણ થતા તેઓ એને લઈને પાસેના ગામમાં ઈલાજ માટે લઇ ગયા. ત્યાં ડોકટરોએ બાળકની તપાસ કરી અને તેને મૃત જાહેર કરી દીધો હતો. ત્યારબાદ તે બાળકના પરિવાર વાળાએ એમના બધા રીત રીવાજ અનુસાર બાળકના શબને જળમાં પધરાવી દીધું હતું.

પણ કુદરતને કંઈ બીજું મંજુર હતું. આ ઘટનાના ઘણા વર્ષો પછી એ બાળક મોટો થઈને અચાનક પોતાના માં બાપની સામે આવી ગયો. મિત્રો કદાચ તમને આ વાત ઉપર વિશ્વાસ નહી આવી રહ્યો હોય. પણ તમને જણાવી દઈએ કે આ એકદમ સાચું છે. અને આ કિસ્સો ખાનપુર બસી રોડ ઉપર આવેલા ઝીરીયા આલમપુર ગામનો છે. જે ગામના રહેવાસી મદન સિંહે આજથી લગભગ ૧૨ વર્ષ પહેલા પોતાના દીકરા ગગનને સાંપના કરડવાથી તેનું મુત્યુ થયા પછી એના શબને પરંપરા અનુસાર જળમાં પધરાવી દીધું હતું.

જણાવી દઈએ કે તે સમયે ગગનની ઉંમર માત્ર ૩ વર્ષની હતી. અને એને સાંપ કરડયા પછી એના ઘરવાળા ઈલાજ તરત જ એનો ઈલાજ કરવવા માટે બાજુના ગામમાં લઇ ગયા હતા. પરંતુ ડોકટરોએ તેને મૃત જાહેર કરી દીધો હતો. ત્યારબાદ એ પરિવારે પોતાના ૩ વર્ષના મૃત્યુ પામેલા દીકરા ગગનને ગંગા નદીમાં પધરાવી દીધો હતો. પરંતુ મળેલા સમાચારો મુજબ ત્યાર પછી ૩ વર્ષના બાળકને કોઈ મદારીએ પાણી માંથી કાઢી લીધો હતો, અને તેની સારવાર કરવામાં આવી હતી. એ સારવારથી તે બાળક સાજો થઇ ગયો હતો.

તેમજ ત્યાંના સ્થાનિક લોકો દ્વારા એ સમાચાર પણ જણાવવામાં આવ્યા છે, કે થોડા સમય પહેલા જ ૧૨ વર્ષ પછી ગગન મદારીની ટોળકી સાથે પોતાના ગામ ઝીરીયા આલમપુર આવ્યો હતો. અહિયાં જયારે ગગને પોતાના પરિવાર વાળાને જોયા તો તેને ઓળખી ગયો. પરંતુ મદારી એની વાત માનવા તૈયાર ન હતો.

અને જયારે ગગન અને એના પરિવાર વાળાએ છાતી અને કમર ઉપર રહેલા નિશાનો વિષે તે મદારીને જણાવ્યું, ત્યારે તેમની વાત સાંભળીને મદારી પણ નવાઈ પામી ગયો હતો. ઘણી ચર્ચા પછી તેને આ વાત ઉપર વિશ્વાસ આવી ગયો, કે ગગન તેમનો જ દીકરો છે. ત્યારે જઈને ગગનના પરિવાર વાળાની ઘણી વિનંતી પછી મદારીએ તેના દીકરા ગગનને તેની માં ગાયત્રી લોધી અને પિતા મદન સિંહને સોંપી દીધો હતો.

અને આવી ઘટના કંઈ પહેલી વખત સામે નથી આવી. જાણકારી માટે જણાવી દઈએ કે આવા પ્રકારની ઘટના પહેલા પણ સામે આવી ગયેલી છે. જેમાં સાંપના કરડવાના કારણથી ડોકટરોએ વ્યક્તિને મૃત જાહેર કરી દીધા હતા. પરંતુ ઘણા વર્ષો પછી આ વ્યક્તિ જીવતા મળ્યા છે, એ કારણોથી આપણા શાસ્ત્રોમાં સાંપ કરડેલા માણસને પાણીમાં પધરાવી દેવાનો નિયમ છે. સાંપ કરડેલા વ્યક્તિને સામાન્ય લોકોની જેમ સળગાવવામાં નથી આવી શકાતા. એવું એટલા માટે કેમ કે બની શકે છે કે આ વ્યક્તિનો જીવ બચી શકે છે.