આ બ્લડ ગ્રુપ દુનિયામાં ફક્ત 40 લોકોનું જ છે, આની ખાસિયત જાણીને તમે પણ ખુશીથી ઉછળી પડશો

0
4413

બ્લડ ગ્રુપ વિષે તો તમે જાણતા જ હશો. એના અલગ અલગ પ્રકાર હોય છે. અને એના વિષે આપણને સ્કુલમાં ભણાવવામાં આવે છે. તમે આજ સુધી A, B, AB અને O બ્લડ ગ્રુપ વિષે સાંભળ્યું હશે. પરંતુ તમને જણાવી દઈએ કે આના સિવાય હજુ પણ એક બ્લડ ગ્રુપ છે. જે દુનિયામાં ફક્ત 40 લોકો પાસે છે. તમને કદાચ આ વાત પર વિશ્વાસ નહિ થઈ રહ્યો હોય. પણ આ સત્ય છે. અને આ બ્લડ ગ્રુપનું નામ છે રિસસ નેગેટિવ (RH Null) છે. આને ગોલ્ડન બ્લડના નામથી પણ ઓળખવામાં આવે છે.

એ વાત તમે જાણતા હશો કે એક માણસના શરીરમાં ઈન્ટિજનના કાઉન્ટથી તેના બ્લડ ગ્રુપ વિષે ખબર પડે છે. જો કોઈના શરીરમાં આ ઈન્ટિજન ઓછું હોય છે. તો તેનું બ્લડ ગ્રુપ રેયર માનવામાં આવે છે. આ ઈન્ટિજન બોડીમાં એન્ટિબોડી બનાવે છે. અને તે શરીરને વાયરસ એની બેક્ટિરિયાથી બચાવે છે. જે લોકો પાસે રિસસ નેગેટિવ બ્લડ ગ્રુપ હોય છે. તે બીજા દરેક બ્લડ ગ્રુપ વાળા લોકોને પોતાનું બ્લડ આપીને તેને બચાવી શકે છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે રિસસ નેગેટિવ બ્લડ ગ્રુપ વાળા લોકો, દુનિયામાં કોઈ પણ બ્લડ ગ્રુપ વાળા લોકોને પોતાનું બ્લડ આપી શકે છે. આમ તો રિસસ નેગેટિવ બ્લડ ગ્રુપવાળા લોકોનું જીવન પણ બીજા સામાન્ય લોકો જેવું જ હોય છે. પણ આમણે પોતાનું ધ્યાન વધારે રાખવું પડે છે. કારણકે આ બ્લડ ગ્રુપ વાળા લોકોને જયારે લોહોની જરૂર પડે છે ત્યારે એમને લોહી મળવું ઘણું મુશ્કેલ બની જાય છે. તમે ગુગલમાં એના વિષે સર્ચ કરશો તો તમને એની માહિતી મળી જશે કે આ વિશેષ બ્લડ ગ્રુપ પણ હોય છે.

સૌથી પેહલા વર્ષ ૧૯૬૧ માં અમેરિકાની એક આદિવાસી મહિલામાં આ બ્લડ ગ્રુપ મળી આવ્યું હતું. એ મહિલા ગર્ભવતી હતી, અને ડોકટરોને લાગ્યું હતું કે એના ગર્ભમાં રહેલું શિશુ આને કારણે જીવિત રહેશે નહિ. પણ એ બાળક જીવ્યું અને વયસ્ક પણ થયું. આ દુર્લભ લોહી હોવાથી એની કિંમત પણ ઘણી મોટી આંકવામાં આવે છે. જો તમારા માંથી એકાદ વ્યક્તિનું બ્લડ ગ્રુપ પણ આ છે, તો તમે જરા સાચવજો કે તમને ઈજા ન થાય.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.