‘સુભાષ પટેલ’ પ્રમુખ સ્વામીની પ્રેરણાથી વાલેરો બન્યો વાલ્મીકી….પોસ્ટ અચૂક વાંચો અને શેર કરો

0
17505

12મિત્રો સાચા સંત અને ગુરુ મળે તો વ્યક્તિનું જીવન બદલાતા વાર નથી લાગતી. ગમે તેવો પાપી જીવ પણ સંતની સંગતથી પાપનો રસ્તો છોડી દે છે. વાલ્યો લુટારો કઈ રીતે વાલ્મીકી બની ગયો એ તો તમે જાણો જ છો. એવો જ એક પ્રસંગ આજે અમે તમને જણાવવાં જઈ રહ્યા છીએ. વાત ત્યારની છે જયારે આફ્રિકાના જંગલોમાં પ્રાણીઓનાં શિકારનો શોખ રાખનારા અને ૧૯૭૧ થી ૧૯૯૫ પોતાનું જીવન રફટફ અને ભયાનક રીતે પસાર કરનાર એક ગુજરાતીના જીવનમાં આટલું અમોલ પરિવર્તન આવશે, એવું ભાગ્યે જ વિચારી શકાય.

૧૯૯૫ માં પ્રમુખ સ્વામીશ્રી સાથે થયેલી મુલાકાતે સુભાષ પટેલનું જીવન જ બદલી નાખ્યું. માત્ર ૨ સેકન્ડની મુલાકાત સુભાષભાઈને એટલી અસર કરી ગઈ કે તેઓએ વ્યસન, દુરાચાર, કુસંગ, મારઝૂડ બધું જ છોડી દીધું. તેઓએ માત્ર તેમના બિઝનેસ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું.

અમે જેમની વાત કરી રહ્યા છીએ એ સુભાષ પટેલ મૂળ ચરોતરના રહેવાસી છે, અને ખેડૂત પુત્ર છે. શૂન્ય માંથી સર્જન કરીને એક કિસાનપુત્રએ કેવી પ્રગતિ કરી છે તેની જાણકારી આજે આપણે મેળવીશું.

સુભાષ પટેલ જે તાંઝાનિયાના સૌથી ધનાઢ્ય અને મોટીસન ગ્રુપના સ્થાપક તથા ડિરેક્ટર છે તેઓ આજે આફ્રિકાના ચાર દેશોમાં અબજોનો બિઝનેસ કરે છે. મોટીસન ગ્રુપનું તાંઝાનિયામાં ઉત્પાદન ક્ષેત્રે વિશાળ સામ્રાજ્ય છે. સુભાષ પટેલનું ઇન્ડસ્ટ્રીઅલ એમ્પાયર આફ્રિકાના મોટા ભાગના નફાકારક ક્ષેત્રમાં નોંધપાત્ર હાજરી ધરાવે છે. સાદુ-સરળ જીવન પસાર કરનારા અને લાંબુ વિચારનારા સુભાષ પટેલ પ્રસિદ્ધિથી દૂર રહે છે.

આવો જાણીએ દુકાનદારમાંથી અબજોપતિ બનેલા સુભાષ પટેલે કેવી રીતે ઉભું કર્યુ પોતાનું મસમોટું ઇન્ડસ્ટ્રીઅલ એમ્પાયર… નીચે ફોટા દ્વારા તમને એમની બધી વિગતો જાણવા મળશે.

 

સુભાષ પટેલે પોતાની બધી કુટેવો છોડી દીધી છે બિઝનેસ પર ધ્યાન આપ્યું. તેઓ ત્યાં હોટેલ અને રિસોર્ટ ચેઈન ચલાવે છે.

આફ્રિકામાં છે એમનો સ્ટીલનો પ્લાન્ટ, જયા રોલિંગ, ગેલ્વેનાઈઝિંગ, કલર કોટિંગ વગેરે કામ થાય છે.

 

એમનો પ્લાસ્ટિકનો મોટો કારોબાર છે.

 

તેમણે પોતાના બિઝનેસ દ્વારા 10,000 લોકોને રોજગારી આપવી છે.

 

 

સુભાષ ભાઈને દર પૂનમે પોતાના ગુરુવર્ય દુનિયાના કોઈ પણ ખૂણે હોય ત્યાં દર્શન કરવાનો નિયમ છે, તેઓ પોતાના ગુરુ પ્રમુખસ્વામી મહારાજ અને હાલમાં મહંત સ્વામી મહારાજ ના દર્શને દર પૂનમે પોતાનો કામ ધંધો છોડીને આવે છે.

 

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.