ગુજરાતમાં ખીચડી દરેક લગભગ ઘરમાં બનતી વાનગી છે. તેને ખુબ પસંદ કરવામાં આવે છે. એમાં પણ સ્વામિનારાયણ કે જલારામ મંદિરમાં પ્રસાદીના રૂપમાં અપાતી ખીચડીની તો અલગ જ વાત હોય છે. માટે આજે અમે તમારા માટે એવી જ ખીચડી બનાવવાની રેસીપી લઈને આવ્યા છીએ. મંદિરમાં પ્રસાદમાં મળતી જે ખીચડી હોય છે, તેનો ટેસ્ટ ખુબ સરસ હોય છે. તમે સ્વામિનારાયણ કે જલારામ મંદિરમાં ખાવા મળતી ખીચડી બનાવતા શીખડાવીશું. તો ચાલે તેવી જ ખીચડી ઘરે કેવી રીતે બનાવની તે જાણી લઈએ.
ખીચડી માટે જરૂરી સામગ્રી :
1/2 કપ ચોખા
મિક્ષ શાકભાજી (કોબીજ, દૂધી, બટાકા ,ટામેટા, ગાજર, રીંગણ અને લીલા વટાણા)
1/8 કપ તુવેરની દાળ
1/3 કપ પીળી મગની દાળ
3 મોટી ચમચી ઘી
1/2 ચમચી ગરમ મસાલો
1 નાની ચમચી હળદર
1 મોટી ચમચી લાલ મરચું
2 મોટી ચમચી વાટેલા આદુ મરચા
2 મોટી ચમચી તેલ
મીઠું સ્વાદ અનુસાર
ખીચડી બનાવવાની રીત :
તો મિત્રો સૌથી પહેલા આપણે ચોખા અને દાળને એક તપેલીમાં ભેગા કરવાના છે. હવે તેને 2 થી 3 વાર ધોઈ નાખવાના છે, પછી તેને પલાળીને રાખવાની છે. હવે તમારે 2 ઇંચ જેટલું પાણી એડ કરવાનું છે. તપેલી નહિ પણ ચોખા અને દાણથી 2 ઈંચ ઉપર રહે એટલું પાણી લેવાનું છે. હવે તમારે મિક્ષ શાકભાજી લેવાની છે. જેમાં કોબીજ, દૂધી, બટાકા ,ટામેટા, ગાજર, રીંગણ અને લીલા વટાણા વગેરે લેવાનું છે.
મિત્રો તમારા ઘરમાં જે શાક ઉપલબ્ધ હોય તે શાક પણ લઇ શકો છો. આમાં શાકનું પ્રમાણ વધારે હોય છે એટલે શાક વધારે હોય તો આ વધારે ટેસ્ટી લાગશે. હવે બીજા વાસણમાં તેલ અને ઘી ગરમ કરવા મૂકી દો. ગરમ થાય એટલે એમાં થોડી રાઈ એડ કરો, રાઈ તૈયાર થઇ જાય પછી તેમાં થોડું જીરું એડ કરવાનું છે. હવે તેમાં ખાડા મસાલા જેમાં સૂકું લાલ મરચું, ટમાળ પત્ર, મરી, લવિંગ અને તજનો એક નાનો ટુકડો ઉમેરવાના છે. આને એક વાર મિક્ષ કરી નાખો.
હવે તેમાં એક મોટી ચમચી હળદર અને આદુ મરચું એડ કરવાનું છે, અને સારી રીતે મિક્ષ કરી લો. આ ખીચડી પીળી વધારે હોય છે એટલે તેમાં લાલ મરચું ઓછું નાખવાનુ અને તીખાશ માટે આદુ મરચા એડ કરવાના રહેશે. 30 સેકેંડ સુધી હલાવીને તેમાં સમારેલું શાક એડ કરી દેવાનું છે. ગેસ ફૂલ કરીને તેને ફરી એક વાર મિક્ષ કરી લો. હવે એને 2 મિનિટ સુધી ફૂલ ગેસ ઉપર ચળવા દેવાનું છે. વચ્ચે એક વાર હલાવી દઈશું છે.
હવે જે દાળ અને ચોખા પલાળીને રાખેલા તે પાણી સાથે જ એડ કરી દેવાના છે. એમાં ઉપરથી 1 થી 2 કપ પાણી એડ કરી શકો છો. આ તમારા શાક અને ખીચડી બનાવવા પર આધાર રાખે છે. હવે આમાં મીઠું અને લાલ મરચું એડ કરી દેવાનું છે. અને ત્યારબાદ સારી રીતે હલાવીને મિક્સ કરી દેવાનું છે. ત્યાર બાદ ગરમ મસાલો એડ કરીને મિક્ષ કરી દો.
આમાં તમે ઈચ્છો તો થોડા સીંગદાણા કે થોડી ખાંડ ઉમેરી શકો છો. હવે ઢાંકણું બંધ કરી દેવાનું છે અને મીડીયમ ગેસ ઉપર આની ચાર સીટી પડવા દો. કુકર ઠંડુ થઇ ગયા પછી ખીચડીને એક વાર હલાવી દેવાની છે. ખીચડી ગરમ હોવાના કારણે થોડી ઢીલી રહશે, પણ થોડી ઠંડી થશે એટલે ઘટ્ટ થવા લાગશે. તો આ રીતે આપણી સ્વામિનારાયણ ખીચડી તૈયાર છે. તમે ઉપરથી ઘી અને કોથમીર એડ કરીને પણ થાળીમાં પીરસી શકો છો.