આ એકમાત્ર એવી વસ્તુ છે, જે તમારા ટાલિયા માથા પર વાળ ઉગાડે અને સફેદ થયેલા વાળને કાળા કરે છે

0
12184

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે તમને જાસુદના ફૂલનો માથાના વાળ માટે શું ઉપયોગ છે એના વિષે જણાવીશું. મિત્રો તમને વાળની કોઈપણ સમસ્યા હોય, ખાસ કરીને તાલિયાપણું, વાળનું ખુબ જ વધુ પ્રમાણમાં ખરવું, વાળ ન ઉગવા, વાળમાં ચમક ન હોવી, તેમજ વાળ મજબુત ન હોવા અને સુંવાળા ન દેખાવા આ બધા માટે આ ફૂલનું તેલ ઘણું જ ઉત્તમ હેયર ઓઈલ સાબિત થાય છે.

જો તમે પણ એવું ઈચ્છો છો કે, તમારા વાળ મજબુત બને અને સુંવાળા બને, તો તે બધા માટે જાસુદનું તેલ ખુબ જ સારું કામ કરે છે. જણાવી દઈએ કે જાસુદનો સદીઓથી વાળ માટે ઉપયોગ થતો આવ્યો છે. કારણ કે જાસુદમાં એવા તત્વો રહેલા હોય છે કે જેની મદદથી આપણા માથામાં લોહીનું પરિભ્રમણ ખુબ જ સારી રીતે વધે છે, અને તેનાથી વાળના મૂળ પણ મજબુત થાય છે અને નવા વાળ ઉગવાના શરુ થઈ શકે છે.

જાસુદનું તેલ એટલું શક્તિશાળી હોય છે કે, તે વાળની કોઈપણ પ્રકારની તકલીફનું નિદાન કરી શકે છે. આવો તમને જાસુદના ફૂલનું તેલ કેવી રીતે બનાવવું એના વિષે જણાવી દઈએ. એના માટે ચાર જાસુદના ફૂલ લો. જો વધુ ફૂલ હોય તો વધુ લઈ શકાય છે. લગભગ ૨૦૦ ml માં ૮ થી ૧૦ ફૂલ નાખી શકાય છે. અહિયાં આપણે ચાર જ ફૂલનો ઉપયોગ કરીશું, અને જેટલું તેલ બનાવવું હોય એટલા પ્રમાણમાં ફૂલ લઈ શકાય છે. અને બીજી વસ્તુ છે કોકોનેટ ઓઈલ એટલે કે નારિયેળનું તેલ.

આપણે આ તેલને નારિયેળનું તેલમાં જ બનાવીશું. એનું કારણ એ છે કે, નારિયેળનું તેલ વાળના મૂળમાં એકદમ ઉતરી જાય છે. જણાવી દઈએ કે કોઈપણ મેંદી કે તેલ બનાવવા માટે લોખંડના વાસણનો જ ઉપયોગ કરવો જોઈએ. જો ન હોય તો બીજા વાસણમાં પણ બનાવી શકાય છે.

ઉનાળાની ઋતુમાં તો નારિયેળનું તેલ બરાબર રહે છે, પરંતુ શિયાળાની ઋતુમાં તે જામી જાય છે. તો તે બનાવતા પહેલા તેને થોડા ગરમ પાણીમાં રાખી દેવાનું છે પછી તેનો ઉપયોગ લગાવવા માટે કરવાનો છે. જો તમને નારિયેળનું તેલ ન મળે અથવા બીજા કોઈ તેલનો ઉપયોગ કરવો છે તો તે પણ લઈ શકાય છે. પણ નારિયેળનું તેલ વધારે સારું રહે છે.

નારિયેળનું તેલ ગરમ કરવા માટે મુકવાનું છે. ત્યારબાદ તેમાં જાસુદના ફૂલ નાખો, અને ગેસ એકદમ ધીમો રાખવાનો છે જેથી તેલ વધુ ઉડે નહિ. જેમ જેમ ફૂલ તેમાં પીગળવા લાગશે તેમ તેમ તેલનો રંગ બદલાતો જશે. લગભગ ૭ થી ૮ મિનીટ સુધી ફૂલને એમાં તળવા દેવાના છે. પાકી ગયા પછી લાલ કલરના ફૂલ હતા તે એકદમ કાળા કલરના બની ગયા હશે. અને પાકતી વખતે વચ્ચે વચ્ચે તેને ફેરવતા રહેવા જરૂરી છે. અને પછી ગેસ બંધ કરી લેવો અને ફૂલ તેલની અંદર જ રહેવા દેવા.

વાસણ થોડા સમય માટે ગરમ રહેશે એટલે એટલા સમય સુધી તેને ધીમે ધીમે તેમાં જ પાકતા રહેવા દો. ઓછામાં ઓછું ત્રણ થી ચાર કલાક માટે એને મૂકી રાખવાનું છે, જેથી ફૂલનો સંપૂર્ણ અર્ક તેલમાં આવી જાય. તો આ ફૂલને ચાર થી પાંચ કલાક સુધી અથવા વધુ સમય સુધી પણ રાખી શકાય છે.

આટલો સમય રાખ્યા પછી ફૂલનો બધો જ અર્ક તેળમાં આવી ગયો છે, અને હવે તેને ગાળી લેવાનું છે. ત્યારબાદ તમારે તેનો ઉપયોગ કરવાનો છે. તેલને ગાળતા સમયે એક ગરણી અને એક મોટું વાસણ લઈને ફૂલને સારી રીતે મસળીને બધું તેલ ગાળી લો. તેલનો રંગ ઘાટો થઈ ગયો હશે. અને ઉપયોગ કરતી વખતે તેને ગરમ કરવા માટે ગેસ ઉપર ન કરવું, ગરમ પાણીમાં રાખીને ગરમ કરવું.

જણાવી દઈએ કે આ તેલને અઠવાડિયામાં ત્રણ વખત લગાવી શકાય છે. તમે આ તેલને તમારા વાળમાં માલીશ કરીને લગાવો. આને રાત્રે લગાવીને સુઈ જવું અને સવારે ઉઠીને સારા શેમ્પુથી વાળ ધોઈ નાખવા. શક્ય હોય ત્યાં સુધી કેમિકલ વગરનું શેમ્પુ વાપરવું, નહી તો જે તમે વાપરો છો તે શેમ્પુનો ઉપયોગ કરીને વાળ ધોઈ લેવા. અને વધુ સારું પરિણામ મેળવવા ઈચ્છો છો તો વધુ તેલનો ઉપયોગ કરી શકો છો, તેનો ઉપયોગ અઠવાડિયામાં ત્રણ વખત જરૂર કરવો.