બોલીવુડમાં સૌથી લાંબી છે આ અભિનેત્રીઓ, નંબર 8 ના હીરો એ વાપરવું પડ્યું હતું ટેબલ

0
6018

બોલિવૂડની સૌથી લાંબી અભિનેત્રીઓ તરીકે ઓળખાય છે આ 8 એક્ટ્રેસ, જુઓ કોણ કોણ છે લિસ્ટમાં

દરેક માણસમાં કોઈ ને કોઈ ભિન્નતા હોય છે. એમનો રંગ, રૂપ, શરીરનો બાંધો, વજન, ઊંચાઈ વગેરેમાં કોઈ ને કોઈ ભિન્નતા હોય જ છે. આ દુનિયામાં ઘણા બધા લોકો એવા છે જેમની ઉંચાઈ ઓછી છે. એમને ઘણી જગ્યાએ ઓછી ઊંચાઈને લઈને સમસ્યા થતી હોય છે. તેનાથી વિપરીત ઘણા લોકો એવા પણ છે જેમની હાઈટ ઘણી વધુ છે. એમને પણ કોઈક ને કોઈક જગ્યાએ વધુ ઊંચાઈની તકલીફ થતી હોય છે.

તો મિત્રો ઘણી ઓછી હાઈટ અને ઘણી વધુ હાઈટ પણ લોકો માટે સમસ્યા ઉભી કરી દે છે. અને જો કોઈ અભિનેત્રીઓની હાઈટ હદથી વધુ હોય તો તેણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એ તો તમે જાણતા હશો કે દરેક વસ્તુનો પોતાનો એક ફાયદો અને નુકશાન બંને હોય છે.

બસ એવી રીતે જ ઓછી અને વધુ હાઈટના પણ પોતાના ફાયદા અને નુકશાન છે. બોલીવુડમાં ઘણી એવી અભિનેત્રીઓ રહેલી છે જે ઊંચાઈમાં ઘણી લાંબી છે. ઘણી વખત તેના પતિઓની હાઈટ મેચ કરવા માટે હિલ વાળા બુટનો સહારો લેવો પડે છે. આજની આ પોસ્ટમાં અમે તમને બોલીવુડની 8 એવી અભિનેત્રીઓ વિષે જણાવીશું જેમની હાઈટ ઘણી વધુ છે.

સુષ્મિતા સેન :

પૂર્વ મિસ યુનિવર્સ અને બોલીવુડની અભિનેત્રી સુષ્મિતા સેનની હાઈટ ઘણી વધારે છે. જણાવી દઈએ કે એમની 5 ફૂટ 9 ઇંચ છે. એમની સાથે કામ કરનાર ઘણા ઓછી હાઈટ વાળાઓએ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. એમાં અભિનેતાઓમાં દબંગ ખાન સલમાન ખાનનો પણ સમાવેશ થાય છે.

લારા દત્તા :

બોલીવુડની અભિનેત્રી લારા દત્તાની હાઈટ પણ 5 ફૂટ 9 ઇંચ છે. તે સલમાન કરતા બે ઇંચ વધારે હાઈટ ધરાવે છે.

અનુષ્કા શર્મા :

બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની હાઈટ 5 ફૂટ 9 ઇંચ છે.

દીપિકા પાદુકોણ :

બોલીવુડનું હોટેસ્ટ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ગયા વર્ષે ૧૪-૧૫ નવેમ્બરના રોજ લગ્ન બંધનમાં બંધાઈ ગયા છે. જણાવી દઈએ દીપિકાનું નામ બોલીવુડની સૌથી લાંબી અભિનેત્રીઓમાં રહેલુ છે. એટલું જ નહિ, તેની હાઈટ પતિ રણવીર સિંહથી પણ વધુ છે. જ્યાં દીપિકાની હાઈટ 5 ફૂટ 9 ઇંચ છે. અને રણવીર સિંહની હાઈટ 5 ફૂટ 8 ઇંચ છે.

નરગીસ ફાખરી :

નરગીસની ઊંચાઈ બીજી અભિનેત્રીઓ ટક્કર આપે છે. જણાવી દઈએ કે નરગીસની હાઈટ 5 ફૂટ 8 ઇંચ છે.

કટરિના કૈફ :

આ લિસ્ટમાં બોલીવુડની ટોપ અભિનેત્રી કેટરીના કૈફનો નંબર પણ આવે છે. કટરીના કૈફની હાઈટ 5 ફૂટ 8 ઈંચ છે.

બિપાશા બસુ :

અભિનેત્રી બિપાશા બસુએ ટીવી કલાકાર કરણ સિંહ ગ્રોવર સાથે વર્ષ ૨૦૧૬ માં લગ્ન કર્યા છે. જોકે બિપાશા સાથે લગ્ન કર્યા પછી કરણના આ ત્રીજા લગ્ન હતા. બિપાશા સાથે લગ્ન પહેલા તે શ્રદ્ધા નિગમ અને જેનીફર વિંગેટ સાથે લગ્ન કરી ચુક્યા છે. હાઈટની બાબતમાં બિપાશા બસુ પણ પોતાના પતિથી લાંબી છે. જણાવી દઈએ બિપાશાની હાઈટ 5 ફૂટ 9 ઇંચ છે તો કરણ સિંહ ગ્રોવર 5 ફૂટ 8 ઇંચના છે.

યુક્તા મુખી :

યુક્તા મુખીને તમે ઓળખતા હશો. વર્ષ ૧૯૯૯ માં યુક્તા મુખીએ મિસ વર્લ્ડનો એવોર્ડ પોતાના નામે કર્યો હતો. યુક્તાએ ફિલ્મ ‘પ્યાસા’ થી બોલીવુડમાં ડેબ્યુ કર્યુ હતું. યુક્તા મુખી બોલીવુડમાં અત્યાર સુધીની સૌથી લાંબી અભિનેત્રી છે. તેની હાઈટ 6 ફૂટ 1 ઇંચ છે. જયારે તેના પતિની હાઈટ 6 ફૂટ છે. આમ તો યુક્તાના તેના પતિ પ્રિન્સ તુલી સાથે છૂટાછેડા થઇ ગયા છે.

પ્રિયંકા ચોપડા :

પ્રિયંકા ચોપડા આજે બોલીવુડની ટોપ હિરોઈન માંથી એક છે. પ્રિયંકા હવે માત્ર બોલીવુડ નહિ પરંતુ હોલીવુડ સ્ટાર પણ છે. પ્રિયંકાને કારણે જ ભારતનું નામ ઇન્ટરનેશનલ લેવલ ઉપર પણ ઊંચું આવ્યું છે. પ્રિયંકાએ અમેરિકી સિંગર નીક જોનસ સાથે લગ્ન કર્યા છે. અને તમને જાણીને નવાઈ થશે કે નીક ન માત્ર ઉંમરમાં પણ પરંતુ હાઈટમાં પણ પ્રિયંકાથી નાના છે. જણાવી દઈએ કે પ્રિયંકાની હાઈટ 5 ફૂટ 8 ઇંચ છે અને નીકની હાઈટ 5 ફૂટ 7 ઇંચ.

સોનમ કપૂર :

હાલમાં જ બોલીવુડ દીવા સોનમ કપૂરએ પોતાના લાંબા સમયના બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે લગ્ન કર્યા છે. જણાવી દઈએ કે આંનદ આહુજા ફેશન ઇન્ડસ્ટ્રીમાં એક જાણીતું નામ છે. તે દિલ્હી બેસ્ડ બિઝનેસમેન છે. સોનમ કપૂર પણ હાઈટમાં પોતાના પતિથી લાંબી છે. જ્યાં સોનમની હાઈટ 5 ફૂટ 8 ઇંચ છે અને તેના પતિ આનંદ 5 ફૂટ 7 ઇંચના છે.