ભારતના સૌથી લાંબા પતિ પત્નીની જોડી જોઈ લો, એમના કુટુંબમાં દરેકની ઊંચાઈ લગભગ ૬ ફૂટથી વધુ છે

0
5242

દુનિયામાં લાંબા લોકો હંમેશા એક ડીસેંટ પર્સનાલીટી તરીકે ઓળખાય છે. દરેક વ્યક્તિએ એ ઈચ્છે છે કે તેમની ઉંચાઈ સારી હોય. પણ દુનિયામાં બધાની ઉંચાઈ વધારે નથી હોઈ શકતી. કારણ કે વ્યક્તિની ઉંચાઈ સંપૂર્ણ રીતે વ્યક્તિના હાર્મોન અને જીન્સ ઉપર આધાર રાખે છે. મિત્રો આજે અમે તમને ભારતના એક એવા કુટુંબ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે કુટુંબમાં પતિ પત્નીથી લઈને તેમના બાળકો પણ બીજા બધાની સામાન્ય ઉંચાઈ કરતા વધુ ઊંચાઈના છે. આ કુટુંબના તમામ લોકોની કુલ ઊંચાઈ લગભગ ૨૬ ફૂટ છે.

આવો તમને જણાવીએ આ ઊંચા કુટુંબ વિષે વિસ્તારથી. તમને પણ જાણવાની જીજ્ઞાસા હશે કે કેવું છે તેમનું જીવનધોરણ? અને એ પણ કે પોતાની ઊંચાઈને કારણે એમણે શું શું સહન કરવું પડે છે? લિમ્કા વર્લ્ડ રેકોર્ડમાં આ પરિવારનું નામ નોંધાયેલું છે. તેમજ તમને જણાવી દઈએ કે પુનામાં રહેતા આ કુટુંબના સભ્યોની ઉંચાઈ કોઈ સામાન્ય ઉંચાઈના લોકો જેટલી નથી. આ કુટુંબના પતિ પત્નીને સૌથી વધારે ઉંચાઈની જોડીનો એવોર્ડ પણ મળ્યો છે. આ પતિ પત્નીની જોડીની ઉંચાઈ દરેકને પોતાની તરફ આકર્ષિત કરે છે. એટલું જ નહિ પણ આ જોડીના બાળકો પણ ઊંચાઈની બાબતમાં ઘણા ભાગ્યશાળી છે, અને કોઈ સામાન્ય ઉંચાઈના બાળકોથી તેમની ઉંચાઈ ઘણી વધુ છે.

તમને આગળ જણાવ્યું તેમ પોતાની ઊંચાઈને કારણે જ આ કુટુંબનું નામ લિમ્કા વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલુ છે. પુનાના રહેવાસી આ કુટુંબને થોડી ઘણી પરિસ્થિતિઓમાં પોતાની ઊંચાઈને કારણે ઘણી બાબતમાં સુવિધા પણ રહે છે. તેમજ હંમેશા તેમણે પોતાની આટલી વધુ ઉંચાઈ હોવાને કારણે ઘણી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. તેની પાછળનું કારણ એ છે કે આપણા દેશમાં સામાન્ય લોકોની સરેરાશ ઉંચાઈ ૬ ફૂટ જ ગણવામાં આવે છે, તે હિસાબે જ દરેક વસ્તુની બનાવટ કરવામાં આવે છે. પણ એક સામાન્ય આવક મેળવતા આ કુટુંબના સભ્યો માટે ઉંચાઈને કારણે દરેક બાબતમાં એડજેસ્ટ કરવું ઘણું મુશ્કેલ રહે છે, અને તેથી તેમને ઘણી વખત તકલીફોનો પણ સામનો કરવો પડે છે.

પત્નીની ઉંચાઈ સારી હતી એટલે કર્યા હતા લગ્ન :

જણાવી દઈએ કે અમે જે લાંબા કદના કુટુંબની ચર્ચા તમારી સાથે કરી રહ્યા છીએ, તે ખરેખરમાં પુનાના પીપરીનો રહેવાસી કુલકર્ણી કુટુંબ છે. તમને એ જણાવી દઈએ કે આ કુટુંબમાં કુલ ચાર સભ્ય છે. મુખ્ય સભ્ય ૫૬ વર્ષના શરદ કુલકર્ણી, તેની પત્ની સંજોત અને એમની બીજી બે દીકરીઓ. તમને જાણીને ઘણું આશ્ચર્ય થશે કે શરદ કુલકર્ણીની ઉંચાઈ ૭ ફૂટ ૨ ઇંચ છે જયારે તેમની પત્ની સંજોતની ઉંચાઈ ૬ ફુટ ૨ ઇંચ છે. હવે એમની દીકરીઓની વાત કરીએ તો તેમની બંનેની ઉંચાઈ પણ ૬ ફૂટ છે. જો આ ચારેય જણાની ઉંચાઈને જોડી દેવામાં આવે તો બધાની ઉંચાઈનો કુલ સરવાળો ૨૬ ફૂટ થઇ જાય છે, જે ખરેખર લિમ્કા વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે પુરતી છે.

શરદ અને સંજોતની મોટી દીકરી મુરુગા ૨૬ વર્ષની છે અને તેની ઉંચાઈ લગભગ ૬ ફૂટ છે તે ઉપરાંત તેમની નાની દીકરી સાન્યા ૨૦ વર્ષની છે પણ તેની ઉંચાઈ તેની માં અને બહેન કરતા પણ વધુ છે. આ કુટુંબ સાથે જ્યારે વાત કરવામાં આવી તો કુટુંબના વડા શરદએ જણાવ્યું કે, તેમની ઉંચાઈ ઘણી વધુ હતી, એ કારણ સર તેમના લગ્ન માટે કોઈ સંબંધ મળી રહ્યો ન હતો. પણ જ્યારે સંજોતનો સંબંધ તેની પાસે આવ્યો તો તેમની ઉંચાઈ જાણીને શરદે તરત જ લગ્ન માટે હા કહી દીધી. અને આવી રીતે ઉંચાઈને કારણે શરદ અને સંજોતના લગ્ન થઇ ગયા. લગ્નને લઈને જેવી તકલીફ શરદને થઈ રહી હતી, તેવી જ સંજોતને પણ થઈ રહી હતી. પણ ભગવાને બન્નેનો મેળ કરાવી દીધો અને આજે બન્ને એક આનંદિત કુટુંબના વડા છે.