મોટાપો ઘટાડવા માટે તજ અને આદુ ની ચા નો આ ઘરેલું ઉપાય, વધુ જાણવા માટે ક્લિક કરો

0
21542

આજકાલના ભાગદોડ વાળા જીવનમાં લોકો પોતાના ખોરાક પ્રત્યે ધ્યાન નથી આપતા. તેમજ જીભના ચટાકા માટે ફાસ્ટફૂડ વધુ ખાવા લાગ્યા છે. પૌષ્ટિક આહાર ઓછો ખાવા અને જંકફૂડના વધારે સેવનને કારણે લોકોમાં મોટાપાની સમસ્યા વધુ જોવા મળે છે. મોટાપો દુર કરવાં લોકો બજારમાં મળતી કેટલીય પ્રોડક્ટ વાપરે છે, પણ એનાથી એમને કોઈ ખાસ ફાયદો નથી થતો અને પૈસાનો વ્યય થાય એ તો અલગ. પણ એના માટે સરળ અને શુદ્ધ દેશી ઉપાય કરવામાં આવે તો એ તમને આ સમસ્યા માંથી છુટકારો અપાવી શકે છે.

જો તમે પણ શરીરના વધતા વજનથી પરેશાન છો, તો આજે અમે તમારા માટે લાવ્યા છીએ એક ખાસ ઉપાય. આ ઉપાયમાં બે ખુબ જ અસરકારક તત્વ તજ અને આદુનો પ્રયોગ કરવામાં આવે છે અને ચા બનાવવામાં આવે છે, જે મોટાપો ઘટાડવા માટે ઉપયોગી છે. સાંભળવામાં સાધારણ જેવી લાગતી આ ચા હકીકતમાં એટલી અસરકારક છે, કે જો તમે તેનું નિયમિત રીતે સેવન કરો છો, તો તે વજન ઓછું કરવામાં મદદ કરે છે, અને માત્ર એટલું જ નહિ પણ તે શરીરના મેટાબોલીઝમને પણ સુધારે છે. આવો જાણીએ કે શું છે તે બનાવવાની રીત અને શું છે તેના સેવન કરવાની રીત.

આ ચા બનાવવા માટે ૫ ગ્રામ તજ અને ૫ ગ્રામ આદુના ટુકડા લઈને તેને એક સાથે પીસી લો. ત્યારબાદ એને ૨૦૦ ગ્રામ પાણીમાં નાખીને ઉકળવા માટે મૂકી દો. હવે જયારે ઉકળતા ઉકળતા આ પાણી અડધું એટલે કે ૧૦૦ ગ્રામ વધે તો તેને ગાળી લો અને પીવાય એટલું ઠંડુ થવા દો. અને ઠંડુ થઈ જાય એટલે એને પી લો. તમે ઈચ્છો તો સ્વાદ માટે તેમાં લીંબુ પણ ઉમેરી શકો છો.

જેમને પણ મોટાપાની સમસ્યા છે એમણે આ ચા ને રોજ દિવસમાં બે વખત પીવાની છે. એનો સમય પણ તમને જણાવી દઈએ. તમારે એને એક વખત તો સવારે ખાલી પેટ અને બીજી વખત સાંજે સૂર્ય આથમતી વખતે પીવાની છે. તેનું સેવન કર્યા પછી જો ૧૫-૨૦ મિનીટ સુધી કાઈપણ વર્ક આઉટ પણ કરવામાં આવે તો તે સોનામાં સુગંધ વાળી વાત બની જાય છે.

જણાવી દઈએ કે આ ચા નું નિયમિત રીતે દિવસમાં બે વખત સેવન કરવાથી, આ ચા એક મહિનામાં ૩-૫ કિલો સુધી વજન ઓછું કરે છે. આ ચા પાચનતંત્રને પણ સુધારે છે. અને એનું સેવન કરનારની શારીરિક કુદરતી ક્રિયાઓને દુરસ્ત કરે છે. તજ જે શરીરના શુક્ષ્મ છિદ્રો ખોલે છે અને શરીરમાં જામેલ વધારાની ચરબીને ઓગાળવાનું કામ કરે છે. આ ચા માં રહેલ આદુ શરીરમાં પરસેવો ઉત્પન કરીને તેના દ્વારા ઓગળેલી ચરબીને શરીરમાંથી બહાર કાઢવાનું કામ કરે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.