આ છે દુનિયાનું સૌથી શક્તિશાળી શાક, આને ખાસો તો શરીર બની જશે લોખંડી, વિશ્વાસ ના હોય તો થોડા દિવસ ખાઈ જુઓ

0
2475

આજકાલ લોકોમાં સ્વાસ્થ્ય વર્ધક ખોરાક ખાવાની જગ્યાએ જંક ફૂડ ખાવાનો ક્રેઝ ઘણો વધી ગયો છે. એના માટે લોકો પોતાના શરીરને જરૂરી શક્તિ આપવા વાળા શાકભાજી, અનાજ, કઠોળ વગેરેનું સેવન ઓછું કરવા લાગ્યા છે. એવામાં ઘણા ઓછા લોકો જાણે છે, કે અમુક શાકભાજી એવી પણ હોય છે, જેને થોડા દિવસ ખાવાથી તેનો ફાયદો મળી જાય છે.

આજે અમે તમને એક એવી શાકભાજી વિષે જણાવીશું. એનું નામ છે કંટોલા. અને આ શાકભાજી દુનિયાની સૌથી શક્તિશાળી શાકભાજી છે. તેનો ઔષધી તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. કદાચ તમને એ વાતની ખબર ન હોય કે તેના શાકમાં એટલી શક્તિ હોય છે, કે લગભગ થોડા દિવસોના સેવનથી જ તમારું શરીર તંદુરસ્ત બની જાય છે. અથવા તો એમ કહીએ કે લોખંડી બની જાય છે. કંટોલાને કંકોડા અને મીઠા કારેલાના નામથી પણ ઓળખવામાં આવે છે.

ભારતમાં સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં કંટોલા બજારમાં જોવા મળે છે. તેનાથી આપણા શરીરને ઘણા આરોગ્યને લગતા લાભ થાય છે. એ કારણે તેની ખેતી આખી દુનિયામાં શરુ થઇ ગઈ છે. ખાસ કરીને ભારતના ડુંગરાળ વિસ્તારમાં તેની ખેતી કરવામાં આવે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે આ શાક સ્વાદિષ્ઠ હોવાની સાથે સાથે પ્રોટીનથી ભરપુર પણ હોય છે. અને તેનું રોજ સેવન કરવાથી તમારું શરીર શક્તિશાળી બને છે. આ શાક વિષે એવું કહેવામાં આવે છે કે તેમાં મીટથી ૫૦ ગણી વધારે શક્તિ અને પ્રોટીન હોય છે. કંટોલામાં રહેલા ફાઈટોકેમિકલ્સ આરોગ્ય જાળવવામાં અને તેમાં વધારો કરવામાં ઘણી મદદ કરે છે. તેમજ તે એન્ટીઓક્સીડેંટથી ભરપુર શાક છે. અને તે શરીરને સાફ રાખવામાં પણ ઘણું ઉપયોગી છે.

તમે તમારા રોજના ડાયટમાં તેને ઉમેરશો, તો તે શરીરમાં બીજા તત્વો અને ફાઈબરની કમીને પણ પૂરી કરશે. કંકોડા એટલે મીઠા કારેલાને આરોગ્યપ્રદ માનવામાં આવે છે. આયુર્વેદમાં પણ તેને સૌથી શક્તિશાળી શાક તરીકે ગણવામાં આવે છે.

1) એન્ટી એલર્જીક :

જાણકારી માટે જણાવી દઈએ કે કંકોડામાં રહેલા એન્ટી-એલર્જીક અને એનાલ્જેસીક તત્વ શરદી ખાંસીમાં રાહત આપવા અને તેને અટકાવવામાં ઉપયોગી છે.

૨) હાઈ બ્લડપ્રેશર થશે દુર :

જેને હાઈ બ્લડપ્રેશરની સમસ્યા છે એમના માટે કંકોડા ઘણા ઉપયોગી છે. કારણ કે કંકોડામાં રહેલા મોમોરડીસીન તત્વ અને ફાઈબરનું વધુ પ્રમાણ શરીર માટે રામબાણ છે. મોમોરેડીસીન તત્વ એન્ટીઓક્સીડેંટ, એન્ટીડાયાબિટીસ અને એન્ટીસ્ટેરસ જેવું કામ કરે છે અને વજન અને હાઈ બ્લડપ્રેશરને નિયંત્રિત રાખે છે.

૩) પાચન ક્રિયા સુધારે :

ઘણાને એમનું શાક નથી ભાવતું, તો તેનું એનું અથાણું બનાવીને પણ સેવન કરી શકાય છે. આયુર્વેદમાં ઘણા રોગોના ઈલાજ માટે તેનો ઔષધી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તે પાચન ક્રિયાને સારી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

4) કેન્સરથી પણ રક્ષણ કરે :

જાણીને આશ્ચર્ય થશે કે કંકોડામાં રહેલા લ્યુટેન જેવા કેરોટોનોઈડસ જુદા જુદા આંખના રોગ, હ્રદય રોગ ત્યાં સુધી કે કેન્સરને અટકાવવામાં પણ ઉપયોગી છે.

5) વજન ઘટાડવામાં સક્ષમ :

નાના અમથા દેખાતા કંકોડામાં પ્રોટીન અને આયરન પુષ્કળ પ્રમાણમાં હોય છે. અને કેલેરી ઓછા પ્રમાણમાં હોય છે. જો ૧૦૦ ગ્રામ કંકોડાના શાકનું સેવન કરો છો તો ૧૭ કેલેરી પ્રાપ્ત થાય છે. જેથી વજન ઘટાડવા માંગતા લોકો માટે આ એક ઉત્તમ વિકલ્પ છે.