ગૌમૂત્રથી સસ્તું કુદરતી જંતુનાશક બનાવવાની રીત જાણો અને બીજાને પણ શેયર કરો

0
21880

જાણી લો ગૌમૂત્રથી સસ્તું કુદરતી જંતુનાશક બનાવવાની રીત અને બીજાને પણ શેયર કરો જેથી તેમને પણ ફાયદો થાય.

જંતુનાશક દવાની જરૂર દરેક ખેડૂતને જરૂર પડે છે. પોતાના પાકને જંતુઓ અને કીટકોથી બચાવવા માટે દરેક ખેડૂત જંતુનાશક દવાનો ઉપયોગ કરે છે. આને અમે આ લેખના માધ્યમથી સસ્તી અને કુદરતી જંતુનાશક દવા બનાવવા માટેની રીત જણાવીશું.

કુદરતી જંતુનાશક દવાઓ બનાવવાની અનેક રીતો છે…

રીત ૧ (બધાજ પ્રકારની જીવાત માટે) :

ગૌમુત્ર – ૨૦ લીટર

લીંબડાના પાંદડા – ૩ કિલો

પપૈયાના પાંદડા – ૩ કિલો

જામફલના પાંદડા – ૩ કિલો

આકળાના પાંદડા – ૩કિલો

સીતફળના પાંદડા – ૩ કિલો

ઘાસ – ૩ કિલો

ઉપર જણાવ્યા પ્રમાણે પાંદડા ન ઉપલબ્ધ હોય તો તે દરેક પાંદડા (૫ થી ૭ પ્રકારના) લઈ શકાય જે બકરી ન ખાય.

બધાને બરોબર વાટીને એને ઉકાળવુ. ઉકાળતી વખતે બરોબર ઢાંકીને ઉકાળવુ. પાંદળા પીળા પડી જાય અને ઉકાળો અડધો રહી જાય ત્યાર સુધી એને ઉકાળવુ. ત્યાર બાદ એને ઠંડુ પડવા માટે ૭૨ કલાક ઢાંકીને છાયામાં મૂકી દો.

વાપરવાની રીત ( ૧ એકર માટે ) :

૧૦૦ લીટર પાણી

૩ લીટર ગૌમુત્ર

૩ લીટર ઉપર પ્રમાણે બનાવેલી દવા ઉમેરી પાકમાં છાટી દેવુ.

રીત ૨ :

૧ લીટર ગૌમુત્ર ૧૫ લીટર પાણીમાં ઉમેરી પાક પર છાંટી દેવાથી પણ ફાયદો થાય છે.

રીત ૩ :

૨૦૦ લીટર પાણી

૨ કિલો ગાયનુ છાણ

૧૦ લીટર ગૌમુત્ર

૧૦ કિલો લીંબડાના પાંદડા, લીંબડાની લીંબોડિયુ, લીંબડાની પાતળી ડાળીઓ વગેરેને બરોબર કુટીને બધી વસ્તુઓ બરોબર મિક્સ કરી લ્યો, અને ૭૨ કલાક છાયામાં રહેવા દેવુ. સાથે સાથે દિવસમા ૩ વાર હલાવતા રહેવુ. આ પ્રમાણે બનેલુ મિશ્રણ ૧ એકર જમીનમાં છાટી દેવુ આ કિટક્નાશક રસ ચુસવા વારા કિટકો માટે છે.

રીત ૪ :

ખાટી છાશ ૩ લીટરમાં ૧૦૦ લીટર પાણી ઉમેરી પાક પર છાટવાથી પણ ફાયદો થાય છે. જો આ મિશ્રણમાં તાંબાનો ટુકડો મુકી રાખવામાં (૧ – ૨ દિવસ) આવે તો મિશ્રણ વધુ અસરકારક બને છે.

રીત ૫ :

પાકમાં જીવાતનો હુમલો થાય તે પહેલા જે ગૌમુત્ર ( રીત નંબર ૨  ), રીત નંબર ૪ , અથવા જીવામૃત મહિના માં ૨ વાર છાટવામાં આવે તો ઘણો જ ફાયદો થાય છે અને ૯૦% જીવાત આવતી જ નથી.

રીત ૬ :

પીળા કલરના પ્લાસ્ટિક પર કોઈ તૈલિય , ચિપચીપો પદાર્થ (જેમ કે તેલ , પેટ્રોલમા નાખી તે ઓઈલ વગેરે) લગાડી ખેતરમાં ૫ થી ૭ જગ્યા એ બેનરની જેમ આ પ્લાસ્ટિક લગાડી દેવાથી બધી જીણી જીણી જીવાત તેના પર ચોટી જાય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.