વડોદરામાં બની ગયું છે એસ્સલ વર્લ્ડને પણ ટક્કર મારે એવું વોટર અને થીમ પાર્ક

0
6733

ભારતમાં ઘણા બધા થીમપાર્ક છે. અને લોકો ત્યાં જઈને મજા મસ્તી કરી પોતાની રાજાઓ પસાર કરે છે. મિત્રો અને પરિવારજનો સાથે થીમ પાર્કમાં જવાથી માઈન્ડ ફ્રેશ પણ થાય છે અને એક પ્રકારનું એડવેન્ચર પણ થઈ જાય છે. લોકોમાં વધારે લોકપ્રિય થીમ પાર્કમાં ઈમેજીકા, એસ્સલ વર્લ્ડ, વન્ડર લા, કિંગ્ડમ ઓફ ડ્રિમ્સ વગેરે છે. અહીં વેકેશનમાં લોકોનું મહેરામણ ઉમટી પડે છે.

એવામાં એમને ટક્કર આપવા માટે ગુજરાતના વડોદરામાં તૈયાર થઇ ગયું છે એક નવું થીમ પાર્ક. એટલે હવે તમારે વધારે દૂર જવાની જરૂર નહિ રહે. તમે થીમપાર્કની મજા ગુજરાતમાં રહીને જ લઇ શકો છો. આજે અમે તમને એ થીમ પાર્ક વિષે થોડી માહિતી આપીશું.

આ વોટર પાર્કનું નામ છે એડવેંચર એમ્યુઝમેન્ટ થીમ એન્ડ એડવેંચર પાર્ક ઓફ ઈંડિયા એટલે કે ટૂંકમાં AATAPI WONDERLAND. આ થીમ પાર્ક વડોદરામાં આજવામાં આવેલું છે. અહીં કુલ જેટલી 40 રાઇડ્સ છે. અને આ થીમ પાર્કનું લોકાપર્ણ મુખ્ય મંત્રી વિજય રૂપાણીના હસ્તે થયું છે. અને એના લોકાર્પણ સમારોહમાં ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ, ગણપત વસાવા, અને સૌરભ પટેલ હાજર રહ્યા હતા. એક જાણકારી અનુસાર આ થીમ પાર્ક વિશ્વ વિખ્યાત ડિઝનીલૅન્ડની રૂપરેખા અનુસાર બનાવ્યું છે.

વડોદરામાં આવેલો આ પાર્ક 80 એકર જમીનમાં પથરાયેલો છે. આ પાર્કને વડોદરા મહાનગરપાલિકા અને પ્રવાસન નિગમના સાથ સહકારથી બનાવવામાં આવ્યો છે. આ પાર્કની ખાનગી એજન્સી PPP મોડલ આધારિત બનાવેલો છે. અહીં ઘણી બધી એડવેંચર રાઇડ્સ, કિડ્સ રાઇડ્સ અને થ્રિલર ઝોન પણ છે. અહીં લેઝર મ્યુઝિયમ ફુવારા, ડાયનાસોર પાર્ક, થ્રિલિંગ એન્જીન, શકાય ડ્રોપ જેવી ઘણી બધી રોમાંચક રાઇડ્સ છે. ટૂંક સમયમાં અહીં છોટા ભીમ પાર્ક પણ શરુ થઇ જશે. જેમાં તમને છોટા ભીમના ગામની નકલ જોવા મળશે.

મિત્રો જો વાત આ પાર્કની ટીકીટ ની કરવામાં આવે તો અહી નો ચાર્જ રૂપિયા 105 થી માંડીને 1800 સુધી છે. જે અલગ અલગ પેકેજ પ્રમાણે છે. જેમ કે,

સિલ્વર પેકેજમાં બાળકની ટિકિટ 105 રૂ. અને મોટાની ટિકિટ 147 રૂ. છે.

સિલ્વર ક્રાઉન પેકેજમાં બાળકની ટિકિટ 255 રૂ. અને મોટાની ટિકિટ 300 રૂ. છે.

ગોલ્ડ પેકેજમાં બાળકની ટિકિટ 530 રૂ. અને મોટાની ટિકિટ 855 રૂ. છે.

ગોલ્ડ ક્રાઉન પેકેજમાં બાળકની ટિકિટ 670 રૂ. અને મોટાની ટિકિટ 970 રૂ. છે.

ફાસ્ટ ટ્રેક પેકેજમાં બાળકની ટિકિટ 1200 રૂ. અને મોટાની ટિકિટ 1800 રૂ. છે.

આ પાર્કથી જે પણ આવક થાય છે એ બધી જ બરોડા મહાનગર પાલિકાને આધીન છે. આ પાર્કની ખાસ વાત એ છે કે આ પાર્ક આખા વિશ્વનું એવું એકમાત્ર છે જે નદી કિનારે બન્યું છે. અહીંયા બોટિંગની સુવિધા પણ છે જેનો ભાવ એકદમ ઓછો રાખવામા આવ્યો છે.

આ પાર્કમાં તમારા નાના બાળકો માટે અલગથી કિડ્સ ઝોન બનાવવામાં આવ્યું છે. અને અહીંયા હૂબહૂ ડાયનાસોરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. આ થીમ પાર્કની અંદર રાઈડસની સાથે સાથે ફુવારા, તગાડા રાઈડસ, જાયન્સ સ્વિંગ, પેંડ્યુલમ જેવી આકર્ષક રાઈડસ મૂકવામાં આવી છે. આ પાર્કની વેબસાઈટ પર તમને વિવિધ પેકેજ મળશે જે અનુસાર તમે પોતાને ગમતું પેકેજ પસંદ કરીને પાર્કમાં એન્ટ્રી કરી શકો છો. વધુ માહિતી માટે એમના કોન્ટેક્ટ નંબર અને ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લો. જે નીચે જણાવ્યા છે.

થીમ પાર્કનું એડ્રેસ : Aatapi Wonderland Theme park, Ajwa Garden, Vadodara, Gujarat, India

કોન્ટેક્ટ નંબર : +91-6359603989

ઈ-મેલ આઈડી : enquiry@aatapiwonderland ડોટ com

ઓફિસિયલ વેબસાઈટ : www.aatapiwonderland ડોટ com