લાખોની કમાણી અને 3 સુંદર પત્નીઓની સાથે મોજ કરે છે આ ભિખારી, જાણો ક્યાંનો છે?

0
11475

એ વાત એકદમ સત્ય છે, કે જીવનમાં પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવવામાં એક સામાન્ય માણસના ચપ્પલ ઘસાઈ જાય છે, છતાં પણ તે પોતાના કુટુંબ અને બાળકોની બધી રોજીંદી જરૂરિયાતો પૂરી પાડવાનું કામ નથી કરી શકતા. મહેનત બધાને કરવી જ પડે છે પછી તે પૈસાદાર હોય કે સામાન્ય માણસ પરંતુ ઘણા લોકોના મગજ મોટા મોટા બિજનેશમેનથી પણ વધુ ચાલે છે. એવા લોકો જીવનમાં ઘણા બધા પૈસા કમાય છે.

મિત્રો તમે હંમેશા કોઈ મંદિર કે સિગ્નલ ઉપર ભીખ માગવા વાળા લોકોની ભીડ જોઈ હશે. તેમજ ઘણીવાર તેમની ઉપર દયા ખાઈને લોકો તેને પોતાની હેસિયત મુજબ રૂપિયા પણ આપે છે. અમારો પ્રશ્ન એ છે કે તે રૂપિયાથી તમે કોઈ ભિખારીને પૈસાદાર થતા જોયા છે? તમારો જવાબ હશે ના. પણ આજે અમે તમને જણાવીશું કે એક એવા ભિખારી વિષે જે લાખોની કમાણી કરે છે, અને પોતાની ૩ સુંદર પત્નીઓ સાથે મજા કરે છે. તેણે ભીખ માગવાને પોતાનો ધંધો બનાવી લીધો છે, અને તેની નીચે ઘણા બીજા ભીખારીઓ પણ છે. જેની પાસેથી તે કમીશન તરીકે રૂપિયા વસુલ કરે છે. વાત તમારા માનવામાં નહિ આવી હોય. વાંધો અહીં આગળ તમને બધી વસ્તુ જણાવી દઈએ.

લાખોની કમાણી અને ૩ સુંદર પત્નીઓ સાથે મજા કરે છે આ ભિખારી :

આપણે ત્યાં ઘણા બધા ગરીબ લોકો એવા હોય છે, જે પોતાના બે સમયના ભોજન માટે મહેનત કરીને પૈસા કમાવાનું પસંદ કરે છે. પરંતુ આપણે ત્યાં ઘણા એવા ભીખારીઓ હોય છે, જેને ભીખ માંગવામાં મજા આવે છે, અને તેમણે તેને પોતાનો ધંધો બનાવી લીધો છે. અને એવા ભિખારીઓને કારણે જ લોકો એ ભીખારીઓને પણ ધ્યાન બહાર કરે છે, જેમને ખરેખરમાં લોકોની મદદની જરૂર હોય છે.

આજે અમે તમને જણાવીશું ભારતના રાજ્ય ઝારખંડના એક શહેરમાં રહેતા ભિખારી છોટુ બારીકની. આ ભાઈ ભીખ માંગીને દર મહીને લાખો રૂપિયા કમાય છે. એટલું જ નહિ તેને ત્રણ પત્નીઓ છે અને તેમના માટે ત્રણ દુકાનો ચાલુ કરાવીને આપી છે. અહી લોકોને એક પત્ની સંભાળતા જીવન નીકળી જાય છે અને આ ભિખારી ૩ પત્ની રાખે છે. જણાવી દઈએ કે તેમનું જીવન અબજોપતિ બિઝનેસમેનથી ઓછું નથી. મિત્રો આ ભિખારી દિવસમાં ૪ થી ૫ કલાક જ ભીખ માંગે છે. તે ઉપરાંત કમીશન અને દુકાનોમાંથી છોટુ સારી એવી કમાણી પણ કરી લે છે.

હજુ પણ તમને આ વાત ઉપર વિશ્વાસ ન થતો હોય, પણ જણાવી દઈએ કે આ સમાચાર એકદમ સાચા છે, અને ઝારખંડમાં આ ભિખારી ઘણો લોકપ્રિય પણ બની ગયો છે. છોટુ ચક્રધરપુર રેલ્વે સ્ટેશન ઉપર ભીખ માંગે છે અને દરેક વખતે જુદા જુદા મુસાફરને પોતાની જુદી જુદી વાતો સંભળાવીને ભીખ માંગે છે.

તેજ મગજ રાખે છે આ ભિખારી :

મિત્રો આ ભિખારીને જોઇને કદાચ તમને દયા આવી શકે છે, પણ જયારે તેની સાચી વાત તમારી સામે આવશે તો તમને તેની ઉપર ગુસ્સો પણ આવશે, અને એ વાત સ્વભાવિક છે. આ ભિખારી પોતાની ત્રણેય પત્નીઓને ખુશ રાખે છે અને તેમની તમામ જરૂરિયાતો પૂરી પણ કરે છે.

મિત્રો હવે જો તેમની આખા મહિનાની કમાણીને જોડવામાં આવે તો લગભગ ૧ થી ૨ લાખ રૂપિયા તેઓ કમાઈ લે છે. આજના સમયમાં જ્યાં ભણેલા ગણેલા લોકોને એક નોકરી મેળવવા માટે લોકોને પરસેવો છૂટી જાય છે, ત્યાં આ ભિખારી આરામનું જીવન પસાર કરી રહ્યો છે. ખાસ વાત એ છે કે તેમણે પોતાના આ કામમાં ૭-૮ લોકોને જોડ્યા છે, અને દરેકને એક અલગ સ્થાન આપી દેવામાં આવેલું છે, અને દરરોજ તેમની પાસેથી પોતાનું કમીશન પણ વસૂલ કરે છે. તે ઉપરાંત તેને પોતાની ત્રણ દુકાનમાંથી પણ ઘણો ફાયદો થાય છે અને બીજું તે પોતાની ભીખ માંગવાની સ્ટાઈલથી કમાય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ, હિન્દીબાજી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.