આ રોગ ભારતમાં ઘણી ઝડપથી ફેલાઈ રહ્યો છે, તમે પણ તેની ઝપટમાં તો નથી આવી ગયા ને?

0
3884

ઘણા બધા લોકોને ચામડીના રોગ હોય છે. અને ચામડીના તમામ રોગોમાં ધાધર, ખરજવું, ખંજવાળ સૌથી હઠીલા રોગો હોય છે. આ રોગથી જલ્દી છુટકારો નથી મળતો. ચામડીના રોગમાં જો થોડી પણ બેદરકારી રાખવામાં આવે, તો તે ત્વચામાં પોતાની અસર જમાવીને કાયમી થઇ જાય છે. તેના પછી કેટલા પણ ઈલાજ કરાવો તે ફરી પાછી થાય છે. એ રોગો માંથી એક ધાધર વિષે આજે અમે તમને જણાવવાં જઈ રહ્યા છીએ. ધાધરથી થયેલા કાળા નિશાનોને એક્જીમાં કહેવામાં આવે છે. તે મોટાભાગે ગુપ્તાંગોની આજુબાજુની જગ્યા ઉપર થાય છે.

આવો તમને એના લક્ષણ જણાવીએ.

એક્જીમાંના મુખ્ય લક્ષણમાં ત્વચા ઉપર લાલ દાણા, ખંજવાળ આવવી, બળતરા થવી, કે ડાઘના સ્વરૂપમાં ફેલાય જવું અને આખા શરીર ઉપર એક્જીમાંને લીધે તાવ વગેરેનો સમાવેશ થાય છે.

આ રોગ થવાનું કારણ :

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, આ સમસ્યા સામાન્ય રીતે કેમિકલ વાળી વસ્તુ જેવી કે સાબુ, ચૂનો, સોડા, ડીટર્જન્ટના વધુ ઉપયોગથી, માસિક ધર્મમાં તકલીફ, કબજીયાત, લોહીનો વિકાર અને કોઈ બીજા ધાધર, ખરજવું, ખંજવાળ વાળા વ્યક્તિના કપડા પહેરવાને કારણે જ થાય છે.

આ રોગથી કેવી રીતે બચી શકાય?

1) આ રોગથી બચવા માટે સાબુ, શેમ્પુ અને ડીટર્જન્ટનો ઉપયોગ બંધ કરી દો. અને સ્નાન માટે બની શકે તો ગ્લીસરીન સાબુનો જ ઉપયોગ કરો. સાથે જ સ્નાન કર્યા પછી નારીયેલનું તેલ લગાવો.

૨) ડોક્ટરની સલાહ અનુસાર જ કોઈ પણ એન્ટી ફંગલ ક્રીમનો ઉપયોગ કરવો. અને એના ઉપયોગ સમયે વચ્ચે ગેપ પડી જવાથી આ ધાધર જીદ્દી થઇ જાય છે.

૩) જ્યારે પણ કપડા ધોવ ત્યારે એના ઉપર સાબુ અને ડીટર્જન્ટ લગાવ્યા પછી તેને સારી રીતે ધોઈ લો. તેની ઉપર તેના કોઈ કણ ન રહે અને કપડા સારી રીતે સુકાયા પછી જ પહેરો.

4) મીઠાનો ઉપયોગ બંધ કરી દો અથવા તો ઓછો કરી દો.

5) જો ધાધર માંથી પાણી નીકળે છે તો તેને સામાન્ય પાણીથી ધોવું નહિ.

સામાન્ય ધાધરના ઘરેલું નુસખા :

1) જાણકારી માટે જણાવી દઈએ કે દરિયાના પાણીમાં સ્નાન કરવાથી એક્જીમાંના દર્દીને લાભ થાય છે.

૨) તેમજ સ્નાન કરો ત્યારે લીમડાના પાંદડાને પાણીમાં ઉકાળીને તે પાણીથી સ્નાન કરો. તમને ફાયદો થશે.

૩) અન્ય ઉપાય એ છે કે, ધાધર ઉપર દાડમના પાંદડાની પેસ્ટ બનાવીને લગાવવાથી આ સમસ્યામાં રાહત મળે છે.

4) કેળાના ગુંદામાં લીંબુના રસના થોડા ટીપા ભેળવો અને ધાધર વાળા ભાગ ઉપર લગાવો.

5) બથુઓ તમારા માટે ઘણો ફાયદાકારક છે. એટલે તમે બથુઆનું શાક ખાવ અને તેને ઉકાળીને તેનો રસ પીવો.

6) વાટેલા ગાજરમાં સિંધવ મીઠું ભેળવો અને તેને હુંફાળું ગરમ કરીને ધાધર ઉપર લગાવો.

7) ઉપરાંત તમે કાચા બટેટાનો રસ પીવો, એનાથી પણ તમને રાહત મળશે.

૮) લીંબુના રસમાં સુકા સિંઘોડા ઘસો અને ધાધર વાળા ભાગ ઉપર લગાવો.

૯) તેમજ તમે ધાધર વાળા ભાગ ઉપર હળદરનો લેપ પણ લગાવો.

૧૦) અજમો પણ તમને ઘણો ફાયદો આપી શકે છે. એના માટે અજમો વાટીને ગરમ પાણીમાં ભેળવો અને તેનાથી ધાધરને ધુવો.

૧૧) જાણકારી માટે જણાવી દઈએ કે લીમડાના પાંદડાનો ૧૨ ગ્રામ રસ રોજ પીવાથી આ રોગમાં ઘણો ફાયદો થાય છે.

૧૨) જો તમને દૂધ માફક આવતું હોય તો દુધમાં ગુલકંદ ભેળવીને પીવો.

૧૩) લીમડાના પાંદડાને દહીં સાથે વાટીને લેપ બનાવો અને તેને ધાધર ઉપર લગાવો. એ પણ એક અસરદાર ઉપાય છે.

૧૪) ગેંદા(ગલગોટા)ના પાંદડાને ઉકાળીને તેની પેસ્ટ ધાધર વાળા ભાગ ઉપર લગાવો.

પાકતા ધાધરનો નુસખો :

આ સમસ્યામાં તમને ત્રિફળા ઘણું ઉપયોગી થઈ શકે છે. એના માટે ત્રિફળાને કડાઈ કે તાવડી ઉપર ઢાંકીને ત્યાં સુધી ગરમ કરો જ્યાં સુધી કે તે રાખન બની જાય. હવે તેમાં ઘી, ફટકડી, સરસીયાનું તેલ અને પાણી ભેળવીને મલમ તૈયાર કરી લો. તેને ધાધર વાળા ભાગ ઉપર લગાવવાથી પાકતા કે પરું વાળા ધાધર દુર થઇ જાય છે.

સુકા અને હઠીલા ધાધરનો નુસખો :

આ સમસ્યા સામે લડવા માટે કેસુડાના બીજ, મુર્દાશંખ, સફેદો, કબીલા, મેનશીલ અને માજુ ફળને સરખા ભાગે લઈને તેમાં કરંજના પાંદડાનો રસ અને લીંબુનો રસ ભેળવી લો. હવે તેને આખો દિવસ એમ જ રહેવા દો અને બીજા દિવસે તેની ગોળી બનાવીને ગુલાબજળ સાથે ઘસીને ધાધર વાળા ભાગ ઉપર લગાવો.