આ અદ્દભુત ફૂલ 14 વર્ષમાં એક જ વાર ખીલે છે, જેણે જોયું તેની દરેક ઇચ્છા થાય છે પૂરી

0
2387

આપણી પ્રકૃતિ ઘણી સુંદર છે. અને એની સાથે જોડાયેલી દરેક વસ્તુ પણ ઘણી સુંદર છે. નદી, તળાવ, પહાડો, ફૂલો, વૃક્ષ, છોડ, જંગલો આ બધુ ન માત્ર આકર્ષક છે, પણ ઘણા એવા ગુણોથી સજ્જ પણ છે જે માનવ હિતના કામમાં આવે છે. તેમાંથી કેટલાક તો સંપૂર્ણ રીતે દૈવી શક્તિવાળા પણ માનવામાં આવે છે.

ઉદાહરણ આપીને જણાવીએ તો, વૃક્ષોમાં પીપળો અને વડ આ બે વૃક્ષોને આપણા પ્રાચીન શાસ્ત્રોમાં ઈશ્વરની શક્તિનું પ્રતિક માનવામાં આવ્યા છે. અને ભારતની નદીઓમાં તો લગભગ બધી નદીને પવિત્ર માનવામાં આવી છે. અને જો ફૂલોની વાત કરીએ તો એક ફૂલ એવું પણ છે, જેના વિષયમાં ઘણા ઓછા લોકો જાણતા હોય છે. પરંતુ એની અલૌકીક શક્તિ ઘણી વધારે છે. આજે અમે તમને એ ફૂલ વિષે થોડી જાણકારી આપીશું.

બ્રહ્મ કમળ :

અમે જે ફૂલની વાત કરી રહ્યા છીએ તે છે બ્રહ્મ કમળ. આ ફૂલને સૃષ્ટિનું સર્જન કરનાર બ્રહ્માજીનું ફૂલ માનવામાં આવે છે. હિમાલયની ઉંચાઇઓ ઉપર જોવા મળતું આ ફૂલ પોતાનું અલગ પૌરાણિક મહત્વ પણ ધરાવે છે. આ ફૂલના વિષયમાં એવું માનવામાં આવે છે કે તે મનુષ્યની ઇચ્છાઓને પૂરી કરે છે. આ કમળ સફેદ રંગનું હોય છે જે દેખાવમાં ખરેખર આકર્ષક હોય છે. અને તેનો ઉલ્લેખ ઘણી પૌરાણિક વાર્તાઓમાં પણ જોવા મળે છે.

પૌરાણિક માન્યતાઓ :

આ બ્રહ્મ કમળ સાથે ઘણી પૌરાણિક માન્યતાઓ પણ જોડાયેલી છે, જેમાંથી એક માન્યતા અનુસાર જે કમળ ઉપર સૃષ્ટિના સર્જનહાર વિરાજમાન છે તે બ્રહ્મ કમળ છે. તેમાંથી સૃષ્ટીના સર્જનહાર બ્રહ્માજીની ઉત્પતિ થઇ હતી.

બીજી એક પૌરાણિક કથા મહાભારત કાળની છે. એ માન્યતા મુજબ જ્યારે પાંડવ જંગલમાં વનવાસ ઉપર હતા, ત્યારે દ્રાપદી પણ તેમની સાથે ગયા હતા. દ્રૌપદી, કૌરવો દ્વારા કરવામાં આવેલું અપમાન, ભૂલી શક્યા ન હતા, સાથે જ વનના સંકટો પણ એમને ઘણું માનસિક દુઃખ આપી રહ્યા હતા.

પણ એ સમયે એમણે પાણીના વહેણમાં વહેતા એક સોનેરી કમળને જોયુ, અને એમના બધા દુઃખ એક અલગ જ આનંદમાં પરિવર્તિત થઇ ગયા, તેમને અલગ જ આધ્યાત્મિક શક્તિનો અનુભવ થયો. એ ફૂલ બ્રહ્મ કમળ હતું. દ્રૌપદીએ પોતાના સૌથી વધુ સમર્પિત પતિ યુધિષ્ઠિરને તે સોનેરી ફૂલની શોધ માટે મોકલ્યા હતા અને આ શોધ દરમિયાન જ ભીમની મુલાકાત હનુમાનજી સાથે થઇ હતી.

ઇચ્છા પૂર્તિ વાળું છે આ કમળ :

મિત્રો જાણકારી માટે જણાવી દઈએ કે આ કમળ સાથે જોડાયેલી એક ખૂબ જ પ્રચલિત માન્યતા એવું કહે છે કે, જે પણ વ્યક્તિ આ ફૂલને જોઈ લે છે તેની દરેક ઇચ્છા પૂરી થાય છે. પણ તેને ખીલેલું જોવું એટલું સરળ નથી. કારણ કે તે મોડી રાત્રે ખીલે છે અને માત્ર થોડા જ કલાક સુધી રહે છે. આ ફૂલ 14 વર્ષમાં એકવાર જ ખીલે છે, જેને કારણે તેના દર્શન અત્યંત દુર્લભ છે.