આ છે પાંડવોનો એક ઘઉંનો દાણો, જે આજે પણ અસ્તિત્વમાં છે, એનું વજન છે 250 ગ્રામ

0
5326

મહાભારત વિષે તો આપણે ઘણું બધું જાણીએ છીએ. મહાભારત હિંદુ ધર્મ ગ્રંથ છે. એમાંથી ઘણી બધી વાતો શિખવા મળે છે. મહાભારતમાં કૌરવો અને પાંડવોની જીવન ગાથા જણાવવામાં આવી છે. મહાભારતમાં કૌરવો અને પાંડવો વચ્ચે એક ભયાનક યુદ્ધ થયું હતું. એ યુદ્ધમાં પાંડવોનો વિજય થયો હતો. આ બધી વાતો તો તમે જાણતા જ હશો. પણ એમાં ઘણી એવી પણ વાતો છે જેના વિષે લોકોને વધારે જાણ નથી હોતી.

લોકોને મહાભારતના યુદ્ધની તો જાણકારી છે, પણ એ પહેલા અને એ પછી શું થયું હતું એની વધારે જાણકારી નથી હોતી. મહાભારતનું યુદ્ધ થયું હતું તો એ પહેલા પાંડવોએ અજ્ઞાતવાસ કરવો પડયો હતો. જેમાં તેમણે કેટલોક સમય હિમાલયમાં પણ વિતાવ્યો હતો. અજ્ઞાતવાસ દરમ્યાન તેઓ ઘણી બધી જગ્યાએ કોઈ એમને ઓળખી ન શકે એ રીતે રોકાયા હતા.

અજ્ઞાતવાસ દરમ્યાન પાંડવો હિમાચલ પ્રદેશના મમલેશ્વર મંદિરમાં પણ રોકાયા હતા, જ્યાં તેમણે કેટલાક ઘઉંના દાણા ઉગાડ્યા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે એ સમયનો એક ઘઉંનો દાણો આજે પણ અસ્તિત્વ ધરાવે છે. અને એ દાણાનું વજન 200 ગ્રામ છે. અને આ દાણો આજે પણ સંભાળીને રાખવામાં આવ્યો છે. ત્યાંના સ્થાનિક લોકોનું કહેવું છે કે પ્રાચીન કાળમાં ઘઉંનું વજન આટલું જ રહેતું હતું. જેના કારણે આ દાણાનું વજન પણ આટલું વધારે છે.

અને અહીના મંદિરમાં પાંચ પાંડવોના પાંચ અલગ અલગ શિવલિંગ પણ સ્થાપિત છે. અહી એવી માન્યતા છે કે આ  શિવલિંગોની પૂજા કરવા પર ભક્તોની મનોકામનાઓ પુરી થાય છે. અને એમની મુશ્કેલીઓ દુર થાય છે. તેમજ જો કોઈ વ્યક્તિ નિયમિત રૂપથી આ શિવલિંગ પર એક લોટો પાણી અર્પિત કરે છે, તો તેને શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે અને એને દુઃખો માંથી મુક્તિ મળે છે. તેમજ આ ક્ષેત્રમાં એક પ્રાચીન ઢોલ પણ છે. આ ઢોલના સંબંધમાં એવું માનવામાં આવે છે કે આ ભીમનું ઢોલ છે.

આપણા ભારતમાં એવી ઘણી બધી જગ્યાઓ છે જ્યાંના રહસ્ય આજે પણ અકબંધ છે. અને વિજ્ઞાન પણ એ બધી જગ્યાઓના રહસ્ય ઉકેલવામાં નિષ્ફળ રહ્યું છે. વિજ્ઞાનના ઘણા પ્રયત્નો છતાં પણ એ રહસ્યો ઉકેલાતા નથી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર/ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.