જો તમને પેશાબમાં દેખાય છે આ પ્રકારનું ફીણ, તો થઇ જાઓ સાવધાન. જાણો શું કામ?

0
4734

નમસ્કાર મિત્રો તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે આપણે યુરીન એટલે કે પેશાબ સંબંધિત થોડી ચર્ચા કરીશું. કારણ કે તે પણ આપણને બીમારીના સંકેત આપે છે. જે જાણવા માટે જરૂરી હોય છે. જેવું કે તમે જાણો છો કે કોઈ વ્યક્તિની તબિયત ખરાબ હોય છે, તો ડોક્ટર એને યુરિન (પેશાબ) ટેસ્ટ કરવાની સલાહ આપે છે.

એવું એટલા માટે કારણ કે યુરિનના રીપોર્ટથી ડોક્ટર્સને બીમારીના મૂળ સુધી પહોચવામાં મદદ મળે છે. જો યુરિનમાં દુર્ગન્ધ છે, અનિયમિતતા છે કે પછી ડાર્ક ફીણ બની રહ્યું છે તો આ ઘણી બીમારીઓનો સંકેત આપે છે. આજે આ લેખના માધ્યમથી અમે તમને એના વિષે જરૂરી જાણકારી આપીશું.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જો તમને પણ ફીણ વાળો પેશાબ થાય છે, કે પછી પેશાબમાં પરપોટા ઉઠે છે, તો તમારે સમય રહેતા સાવધાન થઇ જવાની જરૂર છે. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર પેશાબમાં ફીણ બનવું ઘણી બીમારીઓનો સંકેત છે. અહી તમે જાણશો કે પેશાબમાં કેવા પ્રકારનો ફીણ બનવા પર સાવધાન થઇ જવું જોઈએ. સાથે જ તમને એ વસ્તુઓનોની પણ જાણકારી મળશે કે પેશાબમાં ફીણ બનવાથી કઈ કઈ બીમારીઓનો ભય ઉત્પન્ન થાય છે.

સૌથી પહેલા તો જયારે પણ તમને તમારા પેશાબમાં ડાર્ક ફીણ દેખાય, તો તમારે સાવધાન થઇ જવું જોઈએ. મિત્રો થોડું ઘણું ફીણ તો દરેકને પેશાબ કરતા સમયે દેખાય છે. પરંતુ જો તમારો પેશાબનો રંગ ડાર્ક પીળો, બદબૂદાર અને ફીણયુક્ત પેશાબ દેખાય તો તમારે જલ્દી થી જલ્દી ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ઘણી વાર આ લક્ષણ કિડની ખરાબ હોવાના પણ હોય છે.

કહેવામાં આવે છે કે પેશાબ વધુ થાય તો સારું એનાથી શરીરની ગંદકી બહાર નીકળે છે. પણ જો તમારા પેશાબની માત્રા ઘણી વધારે થઇ ગઈ છે, કે જરૂર કરતા વધારે થઈ ગઈ છે તો તે તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી. જયારે તમે ટેન્શનમાં હોવ છો તો યુરિનમાં ફીણ બને છે. આના કારણે એલબ્યુમિન, એક પ્રકારનો પ્રોટીન જે યુરિનમાં જોવા મળે છે તે વધારે બહાર નીકળે છે. વધારે ટેન્શન લેવાથી કિડની માંથી આ પ્રોટીન લીક આઉટ થઇ જાય છે.

કદાચ તમને આ વાતની જાણકારી ન હોય કે હૃદય સાથે જોડાયેલી બીમારીઓથી પણ પેશાબમાં ઘણી હલનચલન થવા લાગે છે. તમે કહી શકો છો કે ફીણ બનવાનો ઇસારો ઘણી વાર હૃદયની તરફ પણ હોય છે. યુરિનમાં પ્રોટીનની વધારે માત્રા હોવાના કારણે સ્ટ્રોકના ચાન્સ પણ વધારે બની જાય છે. એટલા માટે આને જરા પણ ધ્યાન બહાર કરવું જોઈએ નહિ.

મિત્રો ગરમી વધવાની સાથે જ શરીરને વધારે પાણીની માત્રાની જરૂર હોય છે. એવામાં તમારે વધારે પાણી પીવું જોઈએ. કારણ કે પાણીની કમી હોવા પર કે હલકા ડીહાઇડ્રેશનથી પણ પેશાબમાં ફીણ બનાવા લાગે છે. શરીરમાં પાણીની કમી થઇ જવાથી પેશાબ ડાર્ક અને પરપોટા વાળું થઇ જાય છે. ડાયાબિટીસથી ગ્રસ્ત લોકોને ડીહાઇડ્રેશનનો ભય વધારે હોય છે.

મિત્રો આપણા શરીરની જેમ ક્યારેક આપણા યુરીનમાં પણ બેકટેરિયલ ઇન્ફેક્શન થઇ જાય છે. અને એના કારણે પણ યુરિનમાં ફીણ બનવા લાગે છે. યુરિન ઇન્ફેક્શનના કારણે પણ પેશાબમાં ફીણ દેખાય છે. આ દશામાં રોગાણુ પેશાબના માર્ગમાં ગેસ રિલીઝ કરે છે. જેનાથી પરપોટા ઉઠવા લાગે છે. એવી સ્થિતિમાં પેશાબ કરતા સમયે બળતરા અને દુ:ખાવો થવાની સમસ્યા થાય છે.

મહિલાઓમાં ગર્ભાવસ્થા દરમિયાન પણ શરીરમાં ઘણા બદલાવ જોવા મળે છે. એમાંથી એક છે યુરિનમાં ફીણ બનવું. જણાવી દઈએ કે એવું એટલા માટે થાય છે, કારણ કે ગર્ભાવસ્થા દરમિયાન કિડનીને વધારે કામ કરવું પડે છે. જેના કારણે પ્રોટીન લીક થાય છે અને એના જ કારણે યુરિનમાં ફીણ બને છે.

જયારે આપણા યુરિનમાં પ્રોટીનની માત્રા વધારે થઈ જાય છે તો એને પ્રોટિનયુરિયા કહેવામાં આવે છે. એવું એટલા માટે થાય છે, કારણ કે કિડની યોગ્ય રીતથી પ્રોટીનને ફિલ્ટર નથી કરી શકતી. એવી સ્થિતિમાં સારું રહશે કે યોગ્ય સમયે ડોક્ટર્સની સલાહ લેવી.