આ મશીન એકલું જ કરી દેશે 100 મજૂરોનું કામ, કિંમત છે 18000 રૂપિયા ખેડૂત પુત્રો માટે જાણવા જેવી માહિતી.

0
13321

ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. અહી ઘણી બધી વસ્તુઓની ખેતી કરવામાં આવે છે. આજે અમે તેમાંથી એક પાક ડુંગળીની વાત કરીશું. ડુંગળીની વાવણી ઘણા બધા ખેડૂતો કરે છે. આ કામ ખુબ થકાવી દેનારું કામ હોય છે. મોટી ખેતી વાળા ખેડૂતો માટે આ ખુબ સમસ્યાવાળું કામ થઇ જાય છે. એની પાછળનું સૌથી મોટું કારણ એ છે, કે ડુંગળીની વાવણી કોઈ મશીનથી નહીં પણ હાથોથી કરવામાં આવે છે. જેમાં ખુબ વધારે મહેનત લાગે છે અને વધારે સમય બગડે છે.

પણ આ બધી સમસ્યાથી છુટકારો મેળવવા માટે પી. એસ. મોરે નામના એક ખેડૂતે સસ્તી અને અર્ધ સ્વસંચાલિત મશીન બનાવ્યું છે. અને આ મશીનની મદદથી તમે ઓછા સમયમાં ડુંગળીની વાવણી કરી શકો છો.

પી. એસ. મોરેએ ખેડૂતોની ભલાઈ માટે આ મશિનનું પેટેન્ટ પણ કરાવ્યું ન હતું. અને સાથે જ બધાને આ મશીન બનાવવા અને વેચવાની અનુમતિ પણ આપી દીધી છે. જેથી ખેડૂત ભાઈ આ મશીનને સસ્તી કિંમત પર ખરીદી શકે. પણ નેશનલ ઇનોવેશન ફાઉંડેશને ભવિષ્યમાં આ ટેક્નોલોજીનો અયોગ્ય ઉપયોગ કોઈ અન્ય કામ કરવા કરી શકે નહિ તે માટે 2008 માં આનું પેટેન્ટ કરાવી નાખ્યું છે.

આ મશીનની ખાસિયતની વાત કરીએ, તો આ મશીન 4 મજુર અને 1 ડ્રાયવરની મદદથી આ મશીન દરરોજ 2.5 એકર જમીનમાં ડુંગળીની વાવણી કરવા સક્ષમ છે. અને આ મશીન વગર જૂની પારંપરિક રીતે વાવણી કરવાથી લગભગ 100 મજુરની જરૂર પડશે. એટલે આ મશીનને લાગતો ખર્ચ 1 થી 2 દિવસની વાવણીમાં જ વસુલ કરી શકાય છે. તમે તમારું કામ પતાવ્યા પછી આ મશીન બીજાને ભાડે આપીને પણ વધારાની કમાણી કરી શકો છો.

બીજી વાત એ કે આ મશીન દ્વારા યાંત્રિક નિંદામણ પણ દુર કરી શકાય છે, જેનાથી નિંદામણ પર થતા ખર્ચની બચત થશે. ઉર્વરક ડ્રિલની સાથે આ મશીનની કિંમત 30 હજાર રૂપિયા છે, જયારે ડ્રિલ વગર આ મશીન 18 હજાર રૂપિયાના ખર્ચમાં તૈયાર થઇ શકે છે.

જણાવી દઈએ કે આ મશીનને 22-35 HP એટલે હોર્સપાવરના ટ્રેકટરમાં લાગેલા 3 પોઇન્ટ દ્વારા જોડી શકાય છે. ખેતરોમાં ટ્રેકટરની ગતિ 1 થી 1.5 કિલોમીટર પ્રતિ કલાક રાખવામાં આવે છે. અને જયારે તમારું ટ્રેકટર આગળ વધે છે, તો સ્કેલ સિસ્ટમ એટલે માપક પ્રણાલી દ્વારા ફર્ટિલાઇઝરને ટ્યુબમાં મોકલે છે.

મશીનના સ્પેસીફીકેશનની વાત કરીએ તો આ મશીનમાં એક ખેડાણની ફ્રેમ, ફર્ટિલાઇઝર બોક્સ, ઉર્વરને વહેવા માટે નળીઓ, બીજ-છોડને રાખવા માટે ટ્રે, બે વ્હીલ્સ, ખાંચા ખેંચવા વાળા, બીજ છોડને નીચે લઇ જવા માટે ફિશલન પ્રણાલી અને ચાર લોકો સુધી બેસવાની જગ્યા પણ છે. મશીન દ્વારા છોડ રોપણ કરતા પહેલા ખેતરનું ખેડાણ જરૂરી હોય છે.

ધ્યાન રહે કે એક ક્યારીથી બીજી ક્યારી વચ્ચેનું અંતર 7 ઇંચનું હોવું જોઈએ, જયારે 2 છોડની વચ્ચેનું અંતર 3.5 ઇંચની હોવું જોઈએ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.