ફ્રી માં મળવા વાળી આ ઔષધિ છે ખુબ કિંમતી, ભયંકર રોગોમાં પણ લાભકારી છે આનું ફળ, જાણો અને બીજાને જણાવો.

0
15946

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે આરોગ્યને સંબંધિત એક નવો લેખ લઈને આવ્યા છીએ. આજે અમે તમને “રસભરી” વિષે જણાવીશું. રસભરી મફતમાં મળતી ઔષધી છે. અને તે ઘણું કિંમતી પોષક ફળ છે. તે ગંભીર રોગોમાં પણ ફાયદાકારક છે. એને ગુજરાતીમાં “પોપટા” પણ કહેવામાં આવે છે.

રસભરી એક ઘણું પોષ્ટિક ફળ છે. ગામડામાં રહેલા લોકેને એના વિષે તરત ખ્યાલ આવી જશે. નાનપણમાં એમણે બહુ ખાધી હશે. આ વનસ્પતિમાં એટલા આરોગ્યવર્ધક અને રોગનિવારણ ગુણ છે કે તેનો ઉપયોગ ન કરવો, આરોગ્ય પ્રત્યે એક મોટું બેધ્યાન પણું થઇ શકે છે.

રસભરી (પોપટા) ના વિશ્વ આખામાં જુદા જુદા નામ છે :

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે તેના વાનસ્પતિક નામો Physalis peruviana, કે પ્રચાયવાચી Physalis tomentosa, Physalis puberula, Physalis latifolia નામથી જોડાયેલા હોવાને કારણે, તેનું ફાઈસૈલિસ (Physalis) નામ સૌથી વધુ પ્રચલિત છે.

એને જુદા જુદા દેશોમાં જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. જેમ કે, Cape gooseberry, Golden berry, Peruvian Ground Cherry, Poha, Poha Berry વગેરે નામથી પણ તેને ઓળખાવમાં આવે છે. ભારતમાં રસભરીને મકાઓ, રસપરી, ટેપારિયૌ, તીપારી, બુદહેડન્નુ, ડોડડાબડ, પોપટી, પોપટા, ચોબોર્ટ, ફોપતી, કુંતલિ, ટંકારી, તંકાસી, ભોલા, પોપ્તીપલ્લમ, બુડડાબુસરા, બુસરતાયા વગેરે સ્થાનિક નામોથી ઓળખવામાં આવે છે.

પોપટા છે પોષક તત્વોનો ભંડાર :

રસભરી (પોપટા) ઘણા પ્રકારના હોય છે, જેમ કે તે મનગમતી સંતરી પ્રકાર જે રસભરીનો ઉપયોગી ગણવામાં આવે છે, હકીકતમાં પોષક તત્વોનો ભંડાર છે. તેના ૧૪૦ ગ્રામના ખાવાના પ્રમાણમાં આપણી રોજની જરૂરિયાતના વિટામીન B3 ૨૪.૫૦%, અને વિટામીન C 17.૧૧% એટલે લીંબુ કરતા બમણું, તેમજ વિટામીન B૧ ૧૨.૮૩% અને આયરન ૧૭.૫૦% સુધી મળી જાય છે.

આ બધા ઉપરાંત તેમાં પ્રોટીન, ફોસ્ફરસ, કેલ્શિયમ, વિટામીન A અને B૨ પણ પુષ્કળ પ્રમાણમાં રહેલા છે. અને તેમાંથી મળતા વિશેષ વાનસ્પતિક રસાયણ જ તેને વિશિષ્ઠ બનાવે છે. જેમાં physalins, anthocyanins, alkaloids, withanolides અને flavonoids મુખ્ય છે.

આજે અમે તમને જણાવીશું કે, શું છે રસભરીના ફાયદા, લાભ અને ગુણ? જે તેને પશ્ચિમી સંસ્કૃતિમાં એક વિશિષ્ઠ સ્થાન આપાવે છે.

૧. કરે છે લીવર અને કીડનીનું રક્ષણ :

જણાવી દઈએ કે લીવર અને કીડનીનું fibrosis એવો રોગ છે. જેમાં અંગોમાં રેશા ફેલાતા જાય છે. શોધ દ્વારા સિદ્ધ થયું છે કે રસભરીનો ઉપયોગ ન માત્ર એ રોગો સામે લડે છે પણ તેનાથી બચાવે પણ છે.

૨. ઉત્તમ એન્ટીઓક્સીડેંટ :

પશ્ચિમી દેશોમાં રસભરીનો ઉપયોગ લીવરના રોગોમાં, મેલેરિયા, ગઠીયાવાત અથવા આર્થરાઈટીસ, અસ્થમા, ત્વચારોગ અને કેન્સર વગેરેમાં કરવામાં આવે છે. શોધ સિદ્ધ કરે છે કે રસભરીમાં એન્ટીઓક્સીડેંટસ હોવાને કારણે જ તે ગુણ મળી શકે છે.

૩. આર્થરાઈટીસના રોગમાં રાહત અપાવે :

નીયાસીન અથવા વિટામીન B૩ લોહીને દરેક અંગમાં લાવવાની ક્ષમતા રહે છે. જયારે દરેક અંગમાં લોહી યોગ્ય રીતે પહોચશે તો આર્થરાઈટીસ જેવા રોગ ફેલાઈ નથી શકતા. રસભરીમાં નીયાસીનના વધારાને કારણે તેને આર્થરાઈટીસ માટે રામબાણ ગણવામાં આવે છે.

૪. પોપટા છે સમજણ-ઓળખની કમીમાં ફાયદાકારક :

મિત્રો આપણી ઉંમરના વધવાની સાથે સાથે આપણી સમજણ, ઓળખ તંત્ર પણ એક પ્રકારની કમી (plaque) થી ગ્રસિત થઇ જાય છે, જેને કારણે આપણને સમજવા, ઓળખવા અને યાદ રાખવામાં તકલીફ થવા લાગે છે.

વધતી ઉંમરના આ રોગમાં Alzheimer’s disease અને સ્મૃતિભ્રંશ (dementia) મુખ્ય હોય છે. રસભરી ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેંટથી ભરેલી હોય છે, જેમાંથી થોડા વિટામીન C ઉપર આધારિત હોય છે. આ એન્ટીઓક્સીડેંટસ ઉંમરના વધવાને અટકાવે છે અને સમજણ ઓળખાણમાં થતી ખામીથી પણ બચાવે છે.

૫. ઉત્તમ દ્રષ્ટિ માટે :

ઉત્તમ દ્રષ્ટિનું અનુભાન તેમના માટે મળી શકે છે જે તેનાથી વંચિત હોય કે ગ્રસિત હોય. ઉત્તમ દ્રષ્ટિ માટે વિટામીન A ઘણું જરૂરી છે. રસભરીમાં તેનું પ્રમાણ વધુ પ્રમાણમાં મળી આવે છે. જે આપણેને દ્રષ્ટિ સબંધી વિકારો અને બીજા જેવા રતાંધળાપણાથી બચી શકે છે.

૬. હ્રદય રોગમાં છે ઘણું ઉપયોગી :

રસભરીમાં વિટામીન B1 જેને થાયમિન (Thiamin) કહે છે, મોટાપ્રમાણમાં મળે છે. આ વિટામીન acetylcholine ને બનાવવા માટે ઉપયોગી છે. જે આપણી કોશિકાઓમાં એક બીજા સાથે સંવાદ સ્થાપિત કરવા માટે લેવામાં આવે છે. જયારે જયારે કોશિકાઓનો એક બીજા સાથે સંવાદ બગડે છે. તો હ્રદય રોગ જેવા વિકાર ફેલાવા લાગે છે. B1 થી પરિપૂર્ણ હોવાને કારણે રસભરી હ્રદય રોગથી બચવામાં આપણી મદદ કરે છે.

૭. ગર્ભકાળમાં પણ છે ઉપયોગી :

મિત્રો મહિલાઓને ગર્ભકાળમાં બાળકના સારા વિકાસ માટે એમના શરીરમાં આયરનની માંગ વધી જાય છે. તેને લગભગ ૨૭ mg આયરન રોજ જરૂરી હોય છે. આ આયરનની ભરપાઈ અનાજ, ફળ, લીલા પાંદડાવાળા શાક અને સુકા મેવાથી કરી શકાય છે. આહારમાંથી મળતા આયરનનું પ્રમાણ રસભરીના ઉપયોગથી વધારી શકાય છે.

રસભરીનો લોકો માટે શરુઆતનો ઉપયોગ :

કેરલના શોલા જંગલોમાં રહેતા મુથુવન જનજાતિ, રસભરીનો ઉપયોગ કમળો અથવા જોન્ડીશના ઉપચારમાં કરે છે. તેમજ કોલંબિયાના લોકો તેના પાંદડાની રાબનો ઉપયોગ દમના રોગ માટે અને મૂત્રલ ઔષધી તરીકે કરે છે.

એના પાંદડાને દક્ષીણ આફ્રિકામાં સોજાના ઉપચાર માટે તેના પાંદડાને ગરમ કરીને તેનો શેક આપવામાં આવે છે. આફ્રિકાની જુલુ જનજાતિ તેના પાંદડાના આવસનો ઉપયોગ બાળકોના પેટ સબંધી રોગો માટે કરે છે.

કેવી રીતે ઉપયોગ કરવો :

(૧) પાકા ફળનો સીધો ઉપયોગ કરો. (૨) ફ્રુટ સલાડ તરીકે તાજા, કે જેમ કે ચટણી, સોસ બનાવીને તેનો ઉપયોગ આખું વર્ષ કરી શકાય છે. (૩) આઈસ્ક્રીમ કે કસ્ટર્ડ બનાવટોમાં ભેળવી શકાય છે. (૪) ફળને સુકવીને સુકી દ્રાક્ષ બનાવીને આખું વર્ષ ઉપયોગ કરી શકાય છે. જેમ કે દ્રાક્ષ, આલુભુખારા, પલ્મ, ખુમાની વગેરે બનાવી શકાય છે.

ધ્યાનમાં રાખો આ સાવચેતી :

રસભરી Solanaceae જાત સાથે સબંધ ધરાવે છે. અને તે એ જાત છે જેના બીજા સભ્યો બટેટા, ટમેટા, રીંગણ વગેરે હોય છે. રસભરી અને તેની જાતના કોઈ પણ શાક કે ફળને, જે લીલા કાચા હોય, ન ખાવા જોઈએ. કારણ કે કાચા રહેવાથી તે ઝેરીલા હોય છે. જયારે તેના પાકવાથી કે ઉકાળવાથી તેના બધાના ઝેર દુર થઇ જાય છે.

લેખનો શારાંશ :

રસભરી એક ખુબ જ વધુ મળવા વાળું ફળ છે, જે ગણા ફાયદાકારક ગુણોથી ભરપુર છે. તેનો વધુ ઉપયોગ આપણને ઘણા રોગોથી બચવામાં મદદ કરે છે અને શરીરને પોષ્ટિકતા આપે છે.

આ માહિતી આયુર્વેદસેન્ટ્રલ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.