આ જોરદાર નુસખો લોકોને ફટાફટ ગોરા બનાવી રહ્યો છે, તમે પણ એક વખત ટ્રાય જરૂર કરો

0
2812

દરેક લોકોના મનમાં ગોરા થવાની ઈચ્છા તો હોય છે. એમને બીજા લોકો ભલે કેટલા પણ સમજાવે કે, ભગવાને તમને જેવો રંગ આપ્યો છે તેમાં સંતુષ્ટ રહો. માણસના રંગ સાથે તેની સુંદરતાનું કોઈ લેવા દેવા હોતું નથી. પરંતુ મનના કોઈ ખૂણામાં તે ઈચ્છા જરૂર હોય છે કે, કદાચ હું ગોરો કે ગોરી હોઉં. અને આ ગોરો રંગ છે જ એવો જે સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. તેવામાં દરેક વ્યક્તિ એવું જ ઈચ્છે છે કે તે બસ કોઈપણ રીતે હીરો હિરોઈન જેવા ગોરા થઇ જાય.

ગોરા થવા માટે લોકો જાત જાતની વસ્તુઓ વાપરે છે. અને બજારમાં પણ લોકોની આ ઈચ્છા ને કારણે ગોરા બનાવવાની લાખો પ્રોડક્ટ વેચાય છે. પણ એ વાત અલગ છે કે આ પ્રોડક્ટ ક્યારે પણ અસર નથી દેખાડતી. ઉલટું બજારની આ પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી ઘણી વખત ચામડીને નુકશાન પણ પહોંચે છે. ખાસ કરીને બજારમાં મળતી આ પ્રોડક્ટસમાં ઘણા નુકશાનકારક કેમિકલ્સ હોય છે. અને આ કેમિકલ્સ આપણને ગોરા તો બનાવી દે છે, પણ તેની થોડી આડ અસર પણ થાય છે.

અને આ બધી આડઅસર આપણી ચામડી ઉપર થોડા સમય પછી જોવા મળે છે. પણ જણાવી દઈએ કે ગોરા થવા માટે ઘરેલું ઉપાયોથી બનેલા નુસખા સૌથી સુરક્ષિત અને અસરકારક હોય છે. આ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને એક એવો ઘરેલું નુસખો જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારી ત્વચાના રંગમાં નીખાર લાવવા માટે જ બનેલો છે. આ નુસખાને પહેલી વખત લગાવ્યા પછી જ તમારી ત્વચાના રંગમાં તમને ફરક જોવા મળશે. તો આવો હવે મોડું કર્યા વગર તમને આ જોરદાર નુસખો જણાવી દઈએ.

ત્વચાને ગોરી કરવાનો ઘરેલું ઉપાય :

બનાવવાની રીત :

આ જોરદાર નુસખા માટે તમારે ત્રણ વસ્તુનો ઉપયોગ કરવાનો છે. એમાં પહેલું છે કેળું. કેળુંમાં ઘણા પ્રકારના પ્રોટીન્સ અને મિનરલ્સ રહેલા હોય છે. તે ત્વચા ઉપર લગાવવાથી ત્વચાને જરૂરી તમામ પોષક તત્વ મળી જાય છે. અને તે સ્વસ્થ રહે છે.

બીજી વસ્તુ છે મધ. જણાવી દઈએ કે મધ આપણી ત્વચાને સોફ્ટ બનાવવામાં ઘણી મદદ કરે છે. તેના ઉપયોગથી ચહેરા ઉપર વિશેષ ચમક આવે છે.

અને ત્રીજી વસ્તુ છે દહીં. દહીં આપણી ત્વચામાં રોમ છિદ્રોની અંદર સુધી સફાઈ કરી કચરો બહાર કાઢી દે છે. પરિણામે તમારી ત્વચા પહેલાથી વધુ ગોરી જોવા લાગે છે.

હવે ગોરા થવા માટેનો આ નુસખો તૈયાર કરવા માટે સૌથી પહેલા એક વાટકીમાં એક કેળાના નાના નાના ટુકડા કરીને નાખી દો. ત્યાર પછી તેમાં એક ચમચી મધ અને એક ચમચી દહીં ભેળવો. હવે આ બધી વસ્તુને સારી રીતે ભેળવીને એક પેસ્ટ બનાવી લો.

લગાવવાની રીત :

તૈયાર કરેલી આ પેસ્ટને તમે તમારી આંગળીની મદદથી ચહેરા ઉપર લગાવી લો. પેસ્ટ લગાવ્યા પછી તેને અડધો કલાક માટે ચહેરા ઉપર લગાવેલી રહેવા દો. હવે હુફાળા પાણીની મદદથી ચહેરાની માલીશ કરતા રહીને તેને કાઢી નાખો. તેને કાઢતી વખતે ધ્યાન રાખશો કે તમે આંગળીને સર્કલ મોશનમાં (ગોળ ગોળ) ચલાવો.

આ રીતે તમારા ચહેરાનું સારી રીતે મસાજ પણ થઈ જશે, અને ત્વચા ઉપર જામેલો કચરો પણ બહાર નીકળી જશે. આ નુસખાનો ઉપયોગ તમે અઠવાડીયામાં બે થી ત્રણ વખત કરી શકો છો. તેના નિયમિત પ્રયોગથી થોડા જ દિવસોની અંદર તમને ત્વચાના રંગમાં ફરક જોવા મળશે.