આમ કરવાથી ગમે તેટલુ તોફાની ને જિદ્દી બાળક હશે તે એક જ દિવસમાં સમજદાર થઈ જશે

0
12574

ગમે તેટલુ તોફાની અને જિદ્દી બાળક હોય, આ રીતે તે ખુબ જલ્દી સમજદાર થઈ જશે

દરેક વાલી એવું ઈચ્છે છે કે એમના બાળકો એમની વાત માને અને એનું અનુસરણ કરે. જેથી ભવિષ્યમાં એમણે કોઈ મુશ્કેલી વેઠવી ન પડે. પણ ટીવી, મોબાઈલ, સિનેમા, ખરાબ સંગત વગેરે પરિબળોને કારણે ઘણા બાળકોના વિચારો બદલાતા જઈ રહ્યા છે. તેઓ જિદ્દી થતા જઈ રહ્યા છે. માં બાપની સારી સલાહ એમને ભાસણ લાગે છે. અને આવા બાળકોના માં બાપ એમને લઈને ઘણા ચિંતીતી થઇ જાય છે.

મિત્રો આજકાલ ઘણા બધા માં બાપની એવી ફરિયાદ હોય છે કે, અમારા બાળકો અમારું સાંભળતાં જ નથી. અમે બાળકોને કોઈ શિખામણ આપીએ તે બાળકોને ગમતી નથી. શું અમારે એમને સલાહ પણ નઈ આપવાની? અમારા બાળકો અમને કહે છે કે, તમે અમને બહુ બોલબોલ કરો છો અને વારંવાર ટોકો છો. તો પછી અમારે બાળકોને શિખામણ આપવી કઈ રીતે? જો તમને પણ આ પ્રશ્નો મૂંઝવી રહ્યા છે, તો આ લેખ ખાસ તમારા માટે છે.

મિત્રો બાળકો ક્યારેય માં બાપની શિખામણની વિરુદ્ધ નથી હોતા, પણ તેઓ માં બાપની શિખામણ આપવાની પદ્ધતિના વિરોધી હોય છે. આજે તમે અહીં જાણશો કે શિખામણ આપવા કઈ પદ્ધતિ વાપરવી જોઈએ.

ઘણા માં બાપ કોઈ વાતને લઈને પોતાના બાળકોને શિખામણ આપે છે, તો તેઓ ઘણી લાંબી શિખામણ આપે છે. એની જગ્યાએ જયારે પણ તમે તમારા બાળકોને શિખામણ આપો ત્યારે એમને ટૂંકાણમાં શિખામણ આપો. ન કે એમને લાંબા લાંબા લેક્ચર આપો.

કયારેય પણ બાળકને એક ને એક શિખામણ વારંવાર આપવી નહિ. એટલે કે એનું પુનરાવર્તન કરવાનું નથી. તમે એક વાર એમને જે કીધું હોય છે તે એમના મગજમાં હોય છે, તેમને ખબર હોય છે મારા મમ્મી પપ્પાએ મને આ કરવાની ના પાડી છે, પણ હું નથી માનતો. એમને થોડો સમય આપો. એટલે એ જાતે જ વિચારશે કે મારે હવે શું કરવું?

બાળકોને તમે જે વારંવાર ઉદાહરણ આપો છો એ એમને નથી ગમતું. તમે જયારે એમને તમારા, એના મોટા ભાઈ બહેનના કે પછી એના મિત્રોના ઉદાહરણ આપો કે ફલાણો આમ છે ને તું આમ છે, ફલાણો આ કરે છે, તું નથી કરતો વગેરે એમને નથી ગમતું. તમારા પોતાના ઉદાહરણ પણ એમને પસંદ નથી હોતા. તમે એમને એક કે બે વાર કહી દો કે અમે આમ કર્યુ છે અને આજે અહીં છીએ, પછી એને વારંવાર કહેવાની જરૂર નથી. બાળકને તે યાદ રહેશે કે એમના માતા પિતાએ એમના માટે કેટલો ભોગ આપ્યો છે.

તેમજ બાળકે જયારે કોઈ ભૂલ કરી હોય તો એ ભૂલ વિષે જ એને ટોકો કે એને શિખામણ આપો. ત્યારે એની પહેલાની ભૂલોને યાદ કરીને એમને વારંવાર જૂની ભૂલો વિષે પણ ટોકવું યોગ્ય નથી. જે સમયે જે ભૂલ એમણે કરી એના વિષે જ વાત કરો. જૂની વાતોને પાછી યાદ કરવી જરૂરી નથી. આ વસ્તુ એમને નથી ગમતી.

ઉપરાંત શિખામણ ગમે ત્યારે ગમે ત્યાં ન આપવી અને બધાએ એક સાથે ન આપવી. ઉદાહરણ તરીકે માતા, પિતા, દાદા, દાદી માંથી કોઈ એક શિખામણ આપે છે તો મહિના સુધી એમને જ આપવા દો. ઘરના બીજા સભ્યોને લાગે છે આ વાત પણ કહેવા જેવી છે, તો એ વાત જે શિખામણ આપતું હોય એને કહી દો, અને એના દ્વારા વાત આગળ વધારો. ઘરના બધા ભેગા મળીને એક સાથે બાળકોને ટોકે કે કંઈ કહે તો એમને સારું નથી લાગતું.

જયારે તમે કોઈ અન્ય વાતને લઈને ગુસ્સે હોવ કે કોઈ તણાવમાં હોવ, ત્યારે તમે બાળકોને કોઈ શિખામણ ન આપો. એ અયોગ્ય રીત છે. તમે યાદ રાખી લો કે મારે બાળકને આ કહેવું છે, અને એને થોડા કલાકો કે થોડા દિવસો પછી કહો. એવું કરવાથી બાળક શાંતિથી સમજશે પણ અને માનશે પણ.

આ રીતે થોડી ધીરજ રાખી, થોડું સહન કરી અને થોડું સમજીને એમને શિખામણ આપવાથી તમને એની અસર દેખાશે.