આ શિયાળાની ઠંડીમાં ગરમાંવો લાવવા બનાવો ટેસ્ટી ટામેટા લસણની ચટણી ક્લિક કરી જાણો

0
3326

મિત્રો ઠંડીની સીઝન ચાલી રહી છે. અને સીઝનમાં તમને અંદરથી ગરમાવો આપે તેવી એક રેસિપી આજે અમે જણાવવા જઈ રહ્યા છીએ. તો જલ્દી નોંધીલો સામગ્રી અને રીત.

અંતમાં નીચે તમે વિડિઓમાં પણ એના વિષે જોઈ શકો છો. તો આવો તમને જણાવીએ ટમેટા અને લસણની ચટણી બનાવવાની રીત.

આ ટમેટા અને લસણની ચટણી ઘણી સ્વાદિષ્ટ હોય છે અને ઓછા સમયમાં બની જાય છે. આને તમે કોઈ પણ વાનગી જેવીકે રોટલો, ભાખરી, રોટલી, ઈડલી સાથે ખાઈ શકો છો. તેમજ તમે આ દરરોજના ખાવામાં પણ ઉમેરી શકો છો. આ ચટણી બનાવવી બહુ સરળ છે.

ચટણી બનાવવા માટે જરૂરી સામગ્રી :

250 ગ્રામ ટામેટા (લગભગ 4થી5)

1 થી 1.5 ટેબલ સ્પૂન તેલ (સરસિયાનું તેલ વધુ સારું)

10-12 લસણની કડી

1 મોટો તજનો ટુકડો

2 ટેબલ સ્પૂન ધાણા

1 લીલા મરચા (નાના ટુકડામાં)

1/4 મીઠું (સ્વાદઅનુસાર)

1/4 ટેબલ સ્પૂન રાઈ

1 ચમચી ધાણાનો પાઉડર

1 ઇંચ છીણેલું આદુ

1/4 ટેબલ સ્પૂન લાલ મરચું

ચટણી બનાવવાની રીત :

મિત્રો સૌથી પહેલા ચટણી તૈયાર કરવા માટે, મીક્ષરના ચટણી માટે આવતા જારમાં ટામેટા કાપીને નાખવા. અને તેની સાથે લસણની કળીઓ પણ નાખવી, એક ઇંચ આદુનો ટુકડો, સાથે લીલા મરચાને નાના ટુકડામાં કાપીને નાખવા. હવે ઢાંકણું બંધ કરી મિક્ષર ચાલુ કરીને ગ્રેવી બનાવીશું.

ગ્રેવી તૈયાર થયા બાદ તેને એક વાસણમાં કાઢી લો. ત્યારબાદ ચટણી બનાવવા માટે એક પેન લઈશુ અને ગેસને ચાલુ કરી દેશું, અને તમારી પાસે જે તેલ (સરસિયાનું તેલ વધુ સારું) છે તેને પેનમાં નાંખીશુ અને તેને ગરમ થવા દેશું, ગરમ થયા બાદ સૌથી પહેલા તેમાં તજ નાખવાના છે, ત્યાર બાદ રાઈ નાખવાની છે. રાઇનો વઘાર કરીશું. ત્યાર બાદ તમારી પાસે જે ટામેટાની ગ્રેવી છે તે તેમાં નાખીશું, અને તેને સારી રીતે હલાવો અને તેને મિક્ષ કર્યા બાદ તેને 5 મિનિટ સુધી ચેળવતા રહો જેટલું વધારે ચેળવશો તેટલો વધારે સ્વાદ આવશે.

હવે તમારી પાસે જે મસાલા છે તેમાંથી લાલ મરચાનો પાઉડર નાખવો, ધાણાનો પાઉડર નાખવો, અને એને સારી રીતે મિક્ષ કરી લો. ત્યાર બાદ તેમાં મીઠું પણ નાખી દો, અને તેને પણ સારી રીતે મિક્ષ કરી લો. તેમાં થોડા પ્રમાણમાં પાણી નાંખીશુ. હવે ગેસને ઘીમાં તાપે કરી તેને 5 મિનિટ સુધી ઢાંકીને ગરમ કરશુ. ચટણીને ત્યાં સુધી ગરમ કરશુ જ્યાં સુધી ચટણી જાડી નહિ થઇ જાય. ત્યાર બાદ તેના ઉપર લીલા કોથમીર નાખી દો. તમારી ટામેટા લસણની ચટણી તૈયાર થઇ ગઈ છે.

વીડિયોમાં શીખવા નીચે ક્લિક કરો.

જુઓ વિડિઓ :

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.