ભોજન ખાધા પછી તરત કરો છો ટુથપીકનો ઉપયોગ, તો વાંચી લો આ લેખ, દાંતોને થઈ શકે છે નુકશાન.

0
374

જમ્યા પછી તરત ટુથપીક કે સળીનો ઉપયોગ કરતા હોવ તો ધ્યાન રાખજો, આવી મુશ્કેલીઓ થઈ શકે છે.

સામાન્ય રીતે ઘણા લોકોને કાંઈ પણ ખાધા પછી ટુથપીક કે કોઈ લાકડાની સળીથી દાંતને સાફ કરવાની ટેવ હોય છે. પણ શું તમે જાણો છો કે એમ કરવાથી ન માત્ર તમને ઘણા પ્રકારની બીમારીઓ થઇ શકે છે પણ તેનાથી દાંત નબળા પણ પડી શકે છે. તે પેઢાને પણ નુકશાન પહોંચાડે છે. ખાસ કરીને લાકડાના બનેલા ટુથપીક પેઢા માટે ઘણા હાર્ડ હોય છે. જેથી પેઢા માંથી લો-હી પણ નીકળી શકે છે. અને તમારા દાંતની ચમક પણ ઓછી થઇ જાય છે. જાણો ટુથપીકનો વધુ ઉપયોગ તમારા દાંત અને પેઢાને કેવી રીતે નુકશાન પહોંચાડી શકે છે.

દાંતો વચ્ચે ગેપ પડવો : જો તમે ટુથપીકનો ઉપયોગ વધુ કરો છો તો તેનાથી દાંત વચ્ચે ગેપ પડી શકે છે. તે દેખાવમાં ખરાબ તો લાગે જ છે પણ સાથે સાથે તેમાં ખાવાનું ફસાવાને કારણે દાંતોમાં કેવીટી થવા લાગે છે જેથી દાંત સડવા લાગે છે.

દાંત નબળા થઇ શકે છે : ઘણા લોકો ટુથપીક કે લાકડાથી સળીથી દાંત સાફ કરતી વખતે તેને ચાવવા પણ લાગે છે. એમ કરવાથી દાંતના ઈનેમલના પડને નુકશાન થઇ શકે છે જેથી દાંત નબળા પડવા લાગે છે.

પેઢામાંથી લો-હી આવવું : ટુથપીકનો વધુ ઉપયોગ કરવાથી પેઢામાંથી લો-હી આવવા લાગે છે. જેથી તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

પહોંચી શકે છે દાંતના મૂળને નુકશાન : ટુથપીકનો સતત અને વધુ ઉપયોગ કરવાથી દાંતોના મૂળ નબળા પડી શકે છે. એટલા માટે ટુથપીકનો વધુ ઉપયોગ ન કરશો.

(આ જાણકારી નુસખાના આધાર ઉપર લખવામાં આવી છે. અમે તેના સત્યની પુષ્ટિ નથી કરતા તેનો ઉપયોગ કરતા પહેલા ડોકટરની સલાહ જરૂર લો.)

આ માહિતી ઇન્ડિયા ટીવી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.