ભારતના 5 સૌથી મોંઘા બંગલા, આમાં બોલીવુડના ફક્ત આ અભિનેતાનો જ બંગલો સામેલ છે

0
5103

આપણા માંથી દરેક વ્યક્તિનું સપનું હોય છે કે આપણે પોતાના નવા જીવનની શરૂઆત આપણા પોતાના ઘરમાં કરીએ. આપણા માંથી ઘણા લોકોના ભાગમાં વારસામાં જ જમીન મિલકત મળી જાય છે, તો ઘણા લોકોએ શૂન્યથી શરુઆત કરવી પડે, એના માટે ઘણી મહેનત કરવી પડે છે ત્યારે જઈને તે પોતાનું મકાન ઉભું કરી શકે છે.

મિત્રો તમે એ વાત તો જાણો જ છો કે આજકાલ મકાનના ભાવ તો આકાશને આંબી રહ્યા છે, અને એકવાર મકાન લઈ લીધા પછી મધ્યમ વર્ગનો વ્યક્તિ પોતાનું આખું જીવન એની લોન જ ભરતો રહે છે. તો બીજી તરફ અમુક સેલિબ્રિટી એવા પણ છે, કે જેમના એક ઘરની કિંમતમાં 10 કરતા વધારે સામાન્ય માણસના સપનાના આલીશાન ઘર આવી જાય.

પણ સત્ય એ છે એમણે આ સ્થાન સુધી પહોંચવા માટે ઘણી મહેનત પણ કરી છે, અને દિવસ-રાત એક કર્યા છે. મિત્રો આજે અમે તમારા માટે આપણા દેશના 5 સૌથી મોંઘા બંગલા અને એમની કિંમત વિષે જાણકારી લઈને આવ્યા છીએ જે જાણીને તમે ચકિત રહી જશો. અને ખાસ વાત છે કે આ યાદી માંથી કોઈ પણ બંગલા કરોડ રૂપિયાથી ઓછી કિંમતના નથી. અને અમુક તો એવા પણ છે જેમાં આખી દુનિયાની તમામ સુખ સુવિધા સમાય શકે છે.

ભારતના 5 સૌથી મોંઘા બંગલા :

આપણે બધા જાણીએ છીએ કે મનુષ્યના જીવનમાં સૌથી જરૂરી હોય છે એની ઘર, જ્યાં રહીને વ્યક્તિ પોતાનો બધો થાક અને પરેશાની દૂર કરી શકે, પોતાના પરિવાર સાથે સારો સમય પસાર કરી શકે. મિત્રો આજે અમે તમને ભારતમાં બનેલા એવા 5 બાંગ્લા વિષે જણાવીશું, જેમની કિંમત તો આકાશને આંબે જ છે, અને એમના લક્ઝરી બંગલામાં શું ખાસ છે એ પણ જાણીશું.

1. મુકેશ અંબાણી :

મિત્રો ફક્ત ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં રિલાયન્સ પરિવારનો બંગલો સૌથી મોંઘા બંગલાની યાદીમાં શામેલ આવે છે. આ બંગલો બનાવવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણીએ પોતાની ચોથા ભાગની કમાણી ખર્ચી નાખી હતી. અને આટલા બધા રૂપિયા ખર્ચ કર્યા પછી એમને જે જોઈતું હતું એ બની ગયું. તમને જણાવી દઈએ કે એમના બંગલાનું નામ ‘એન્ટિલા’ છે, અને એની કિંમત લગભગ 10 હજાર કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે.

મુકેશ અંબાણીના સાઉથ મુંબઈમાં આવેલા આ બંગલામાં 27 માળ છે, જેમાંથી 6 માળ સુધી તો માત્ર પાર્કિંગ જ કરવામાં આવે છે. જિમ, સિનેમાઘર અને બીજી ઘણી બધી સુવિધાઓની સંપૂર્ણ સગવડ એમના ઘરમાં જ કરવામાં આવી છે. અને આ ઘરની સૌથી વધારે આશ્ચર્ય પમાડવા વાળી વાત એ છે કે ફક્ત 5 લોકોની સેવા કરવા માટે 600 લોકોનો સ્ટાફ રાખવામાં આવ્યો છે.

2. શાહરુખ ખાન :

હવે નંબર આવે છે કિંગ ખાનનો. બોલીવુડના કિંગ ખાનને એમ જ કિંગ નથી કહેવામાં આવતા. પોતાની સાથે ફક્ત 1500 રૂપિયા લઈને મુંબઈ આવવા વાળા શાહરુખ ખાન પોતાની મહેનતથી 150 કરોડ રૂપિયાના બંગલાના માલિક બન્યા છે. એમના બંગલા ‘મન્નત – ધ લેંડ એન્ડ્સ’ લોકો માટે ટુરિઝમ પ્લેસ પણ છે. જ્યાં લોકો ફરવા માટે આવે છે. પણ તેને બહારથી જ જોઈ શકાય છે, અંદર જવાની પરવાનગી નથી. શાહરુખએ આ બંગલાની અંદર એક ઓફિસ પ્લેસ, બોક્સિંગ રિંગ, મીની થીએટર, સ્ટુડિયો અને ટેબલ ટેનિસ કોર્ટ પણ બનાવડાવ્યા છે. બોલીવુડમાં એવું કહેવામાં આવે છે કે શાહરુખ ખાનના બંગલામાં એમના વધારે પૈસા બાથરૂમ બનાવવામાં ખર્ચ થયા છે, કારણ કે તે ત્યાં બેસીને કલાકો સુધી સમય પસાર કરે છે.

3. જિંદલ હાઉસ :

મિત્રો નવીન જિંદલ આ નામ તમે સાંભળ્યું જ હશે. તેઓ જિંદલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડના ચેયરમેન નવીન જિંદલ અને હવે કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા પણ છે. દિલ્લીના પૉશ વિસ્તારમાં એમનો બંગલો ઘણી શાનદાર રીતે બનાવવામાં આવ્યો છે. એમનો બંગલો લગભગ 3 એકરમાં બનેલો છે અને તેની કિંમત લગભગ 130 કરોડ રૂપિયાની આસ-પાસ છે. અને એમના બંગલાને દિલ્લીમાં સૌથી મોંઘો બંગલો માનવામાં આવે છે.

4. રતન ટાટા :

રતન ટાટાનો કોઈને પરિચય આપવાની જરૂર નથી. ભારતની ટાટા ગ્રુપ ઓફ કંપનીના પૂર્વ ચેયરમેન રતન ટાટાનો બંગલો પણ લગભગ 140 કરોડ રૂપિયાનો છે. જે ઘણો જ વધારે આકર્ષક અને સારી રીતે બનાવવામાં આવ્યો છે. સમુદ્ર કિનારે એમનો આ લક્ઝરી બંગલો ઘણો સુંદર દેખાય છે.

5. અનિલ અંબાણી :

અનિલ અંબાણી એટલે મુકેશ અંબાણીના નાના ભાઈ. અનિલ અંબાણીનો બંગલો પણ લગભગ 10 કરોડ રૂપિયાનો છે. એમનો આ બંગલો મુંબઈમાં પાલી હિલમાં આવેલો છે. અનિલ અંબાણીનો આ બંગલો પણ દેશના આલીશાન બંગલા માંથી એક ગણાય છે.