વેટીંગ અને RAC ટિકિટ પર મુસાફરી કરવા વાળા સાંભળો, કન્ફર્મ સીટની નવી રીતે આવી ગઈ

0
4751

આજના આધુનિક યુગમાં પણ આજે આપણા માટે રેલવે મુસાફરીનો શ્રેષ્ઠ માર્ગ છે. અને રેલવેમાં પણ ઘણું આધુનિકરણ જોવા મળે છે. સામાન્ય રીતે આપણે બધા રેલવેમાં મુસાફરી કરીએ છીએ તેમાંથી કેટલાક રીઝર્વેશન કરીને મુસાફરી કરે છે, જેથી તેમને મુસાફરી દરમિયાન કોઈ સમસ્યા આવે નહિ. પણ તેમાં પણ RAC અને વેઈટીંગ જેવી સમસ્યાઓ જોવા મળે છે.

સામાન્ય રીતે ક્યારેક આપણે ટ્રેનમાં RAC કે વેઈટીંગ ટિકિટ પર મુસાફરી કરીએ છીએ, તો કેટલાક લોકો ટીટીઈ જોડે સેટિંગ કરીને સીટ લઇ લે છે. આના ચક્કરમાં તે લોકોને સીટ નથી મળતી જે નિયમ મુજબ હકીકતમાં હકદાર છે. હવે રેલવેએ ટીટીઈની આ હેરાફેરીનો તોડ કાઢી લીધો છે. એટલે કે વેઈટીંગ ટિકિટ તેની જ કંફર્મ થશે, જે હકીકતમાં હકદાર હોય છે. આના માટે રેલવે ટ્રેનમાં રહેલ દરેક ટીટીઈને હેડ હેલ્ડ મશીન આપશે. જેનાથી જે ટ્રેનમાં યાત્રીઓનું વેટીંગ કે RAC હશે તેને જ સીટ મળશે.

કેવી રીતે કામ કરશે મશીન :

ટીટીઈની પાસે નોટપેડના આકારનું મશીન હશે. જે ઈન્ટરનેટ અને રેલવેના મેઈન સર્વરથી કનેક્ટ હશે. આ મશીન પર સંબંધિત ટ્રેનમાં યાત્રીઓની બુક થયેલ સીટોનો ચાર્ટ ડિસ્પ્લે થશે. હવે જે મુસાફરો કોઈ કારણે ટ્રેનમાં મુસાફરી કરી શક્યા નહિ તેની સીટની વિગતો ટીટીઈ ભરશે અને આ બધી જાણકારી મેન સર્વર પર પહોંચી જશે.

ટીટીઈના ક્લિક કરવા પર જે પણ મુસાફરો ક્રમાનુસાર RAC અને વેટીંગ ટિકિટો પર યાત્રા કરી રહ્યા હશે તેમને સીટ મળી જશે. સરળ ભાષામાં કહીએ તો વેટીંગ ટિકિટ વાળા યાત્રીઓને તે સીટ સેલ્ફ ટ્રાંસફર થઇ જશે, અને આનો મેસેજ તેમને મળી જશે. હવેથી તે ટ્રેનમાં કોઈ પૈસા આપ્યા વિના સરળતાથી મુસાફરી કરી શકે. આ રીતે ટીટીઈની હેરાફેરી બિલકુલ પૂર્ણ થઇ જશે. જેથી ટીટીઈ બીજા કોઈ મુસાફરો જે તે સીટનો હકદાર નથી તેને સીટ આપી શકશે નહિ.

ક્યાં શરુ થયો પ્રોજેક્ટ?

આ મશીનો ભાગ ફિરોજપુર મંડળ રેલવેની અમૃતસરથી નવી દિલ્હી શતાબ્દી એક્સપ્રેસ પહેલી ટ્રેન બનશે. ફિરોજપુર- નવી દિલ્હીના વચ્ચે ચાલવા વાળી શતાબ્દી એક્સપ્રેસમાં પણ જલ્દી જ આ વ્યવસ્થા લાગુ થઇ જશે. જો બંને ટ્રેનોમાં આ પ્રોજેક્ટ સફળ થઇ ગયો તો આવનારા દિવસોમાં ટીટીઈને પૈસા આપીને સીટ લેવાની પરંપરા પૂર્ણ થઇ જશે. જેથી ટીટીઈ જે સીટ આપીને પૈસા લેતા હતા, તે તો બંધ થશે પણ જે વેટિંગમાં છે અને જેનો નંબર છે તેને જ સીટ મળશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.