આ છે એસીડીટી માટે અકસીર ઈલાજ, આ રીતે કરો એનો ઈલાજ, ક્યારેય નહી થાય એસીડીટી.

0
3687

આજના આ લેખમાં અમે તમને ઘણા બધા લોકોને પરેશાન કરે એવા એસીડીટીના રોગ વિષે જણાવવાના છીએ. જેને ગુજરાતીમાં અમ્લપિત્ત કહેવાય છે. જણાવી દઈએ કે પિત્ત બે પ્રકારના હોય છે, એક શીત પિત્ત અને બીજો ઉષ્ણ પિત્ત. શીત પિત્ત એ છે જેનાથી શરીર ઉપર મોટા મોટા ઢીમચાં થાય છે. અને ઉષ્ણ પિત્ત એ છે જેનાથી શરીરની અંદર બળતરા થાય છે. ઉષ્ણ પિત્તનો રોગ હમણાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. ઘણા લોકો આનાથી ખુબ પરેશાન છે. એટલે આજે અમે તમને આ ઉષ્ણ પિત્તની સામાન્ય દવા જણાવીશું.

જાણકારી માટે જણાવી દઈએ કે એનાથી બચવા માટે ઉજાગરા ઓછા કરવાના, તળેલી વસ્તુ ઓછી ખાવાની, ભૂલ લાગે તો ભૂખ્યા પણ રહેવાનું નથી, ત્યારે તમારે સામાન્ય ભોજન કે બિસ્કિટ વગેરે ખાઈ લેવાનું છે. અને એક વાતનું ધ્યાન રાખવાનું કે ગરમ પડે એવી વસ્તુ ખાવાની નથી. કારણ કે ઉષ્ણ પિત્ત તેનાથી જ થાય છે.

આવો તમને એસીડીટીનો એક કારગર ઈલાજ જણાવીએ. એના માટે તમારે સૌથી પહેલા જોઇશે લીમડાનો ગળો. લીમડાનો ગળો તમને કરિયાણાની દુકાનમાં અથવા દેશી ઔષધી વેચતા હોય તેની પાસે અને ગામ હોય તો ગામના ખેતરની જે વાડી હોય તેની બાઉન્ડ્રી પાસે લીમડો હોય તેની ઉપર આ વેલ જોવા મળે છે. આ લીમડાનો ગળો એ એક રસાયણ છે. જે એસીડીટીથી બચાવે છે.

એ સિવાય અન્ય એક ઔષધી છે કરિયાતુ. કરિયાતુમાં એવા ઘણા ગુણ છે જે તાવની અને બીજી તકલીફોમાં ખરું સારું પરિણામ આપે છે. ઘણા લોકો એને કરું કરિયાતું પણ કહે છે. એનો ભાદરવામાં તાવમાં વધારે ઉપયોગ થાય છે. અને તે તાવ માટે રામબાણ ઈલાજ છે. પહેલું ગળો, બીજું છે કરિયાતું અને ત્રીજું છે નાગરમોથ.

એના વિષે પણ જણાવી દઈએ. તો મિત્રો, નાગરમોથ જે છે તે ગંઠોડા જેવી આવે છે. નાગરમોથ જો ન મળે તો જ્યાં પાણી ભરાઈ રહેતું હોય અને ચોમાસામાં છૈયા ઉગે છે તેના મૂળની ગાંઠ તેની અવેજીમાં ચાલે. પણ તમારે બને ત્યાં સુધી નાગરમોથનો જ ઉપયોગ કરવો જોઈએ. તેમજ સુંઠ પણ આમાં લેવાનું છે, સુંઠથી ભડકવું નહિ ઘણી વખત એવું થાય છે કે આ તો ગરમ વસ્તુ છે એટલે સુંઠ આપણને ગરમ પડશે પણ સુંઠ આપણને ગરમ પડતી નથી.

જાણકારી માટે જણાવી દઈએ કે, જે વસ્તુનો વીપાત મધુર થતો હોય તે વસ્તુ ક્યારેય ગરમ પડે નહિ. સુંઠ પાચન થતા એને વૈદિક ભાષામાં વીપાત કહે છે. એ વીપાત એનો મધુર બને છે. એટલે જેનો વીપાત મધુર હોય તે આપણને કોઈ દિવસ ગરમ પડે નહિ. જેથી સુંઠથી ગભરાવો નહિ.

હવે એના સેવનની માત્રા જણાવી દઈએ. તો સુંઠ, નાગરમોથી, લીમડાનો ગળો અને કરિયાતુ આ ચારેય વસ્તુ 5 ગ્રામ લેવાની છે. જો ખુબ મોટા માણસને લેવો તો 5 થી 7 ગ્રામ વધારે નહિ. એટલે તમે બધી વસ્તુ 5-5 ગ્રામ લેશો તો બધું મળીને 20 ગ્રામ થાય. આને નહિ જેવું ખાંડી નાખવાનું છે. વધારે ઝીણો પાઉડર કરવાની જરૂરત નથી. હવે તેને ખાંડીને આ ચારેય વસ્તુનું મિશ્રણ અને એક તપેલી લેવાની છે.

હવે આગળની પ્રક્રિયા જણાવીએ. તો એ તપેલીની અંદર એક કપ પાણી નાખી દેવાનું છે. પાણી નાખ્યા પછી જે મિશ્રણ તમે બનાવ્યું છે તેમાં એમાં નાખી દેવાનું છે. ત્યારબાદ તમારે તપેલીમાં જોઈ લેવાનું છે કે, એક કપ પાણી કેટલી ઉંચી સપાટીએ આવ્યું છે. અને એને તમારે મગજમાં યાદ કરી લેવાનું છે. પછી તેમાં બીજા ત્રણ કપ પાણી એડ કરી દેવાનું છે. એટલે કુલ 4 કપ પાણી નાખવાનું.

હવે એને ધીમા ગેસે ઉકળવા માટે મુકી દો. આ ચાર કપ પાણી એક કપ બચે ત્યાં સુધી ઉકાળવાનું છે. પહેલા તમે જોઈ લીધેલું કે એક કપ પાણી કેટલી સપાટી ઉપર છે, બસ તેટલી સપાટી સુધી પાણી આવે તો ગેસ બંધ કયારેય દેવાનો છે. થોડું વધારે હોય ત્યારે પણ બંધ કરી નાખો તો પણ કોઈ વાંધો નથી.

ત્યારબાદ આ પાણી ઠંડુ થઇ ગયા પછી તેને ગાળી લેવાનું છે. એને તમારે સવારે નરણા કોઠે પી જવાનું છે. તેવી જ રીતે સાંજે પણ આવી રીતે ઉકાળી અને ગાળીને ખાલી પેટે પી લેવાનું છે. તમે 8 દિવસ સુધી લેશો તો એસીડીટી સાવ મટી જશે. મટી ગયા પછી ખુબ ઉજાગરા કરવા, ફાવે તેવી તળેલી વસ્તુ ખાવી, બહારની વસ્તુ ખાવી વગેરે બંધ કરવા, 2-3 મહિના સુધી પરેજી રાખવાની છે.

જણાવી દઈએ કે 2-3 મહિના પરેજી રાખવાથી આરામથી તમારી એસીડીટી મટી જશે અને ફરી થશે નહિ. જો વધારે એસીડીટી રહેતી હોય અને સાથે કબજિયાત પણ રહેતી હોય તો આની સાથે સાથે જ અવિપત્તિકર ચૂર્ણ છે, તે પણ લેવાનું છે. એનાથી ઝડપી ફાયદા થાય છે. અવિપત્તિકર ચૂર્ણ છે જે તમારે રાત્રે ઊંઘતી વખતે હુંફાળા પાણીમાં એક ચમચી ચૂર્ણ લઇ લેવાનું છે.

તેમજ જો એનાથી પણ વધારે જોરદાર કોઈ વસ્તુ હોય, તો એ છે કાળી દ્રાક્ષ. દ્રાક્ષને ધોઈ નાખવાની છે અને અંદર જે બી હોય તેને કાઢી નાખવાના છે. અને તેની અંદર ખાંડ એડ કરવાની અને ખાંડણીમાં ખાંડી નાખો. પછી તે દંત મંજન  જેવું થઇ જાય છે પછી તેને તમે ચાટી જાવ. તો તમને સંપૂર્ણ રીતે ફાયદા થશે.