આ રીતે સોરાયસીસ કે છાલરોગ જેવા ભયાનક ચામડીના રોગની કુદરતી પદાર્થોથી સફળ ચિકિત્સા કરો,

0
3148

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે ચામડીના રોગને સંબંધિત લેખ લઈને આવ્યા છીએ. અને આ લેખમાં તમને એના ઉપચાર સંબંધિત જાણકારી મળશે. તો ચાલો જોઈએ આજના લેખમાં શું ખાસ છે? મિત્રો સોરિયાસીસ એક પ્રકારનો ચામડીનો રોગ છે. જેમાં વ્યક્તિની ત્વચામાં સેલ્સનું પ્રમાણ વધવા લાગે છે. તેમજ ચામડી જાડી થવા લાગે છે અને તેના પર ખુરંડ અને પોપડી ઉત્પન્ન થઇ જાય છે.

અને આ પોપડી સફેદ ચમકીલી થઇ શકે છે. અને આ રોગમાં આખું શરીર ભયાનક રૂપથી મોટી લાલ રંગની પપડીદાર ચામડીથી ઢંકાઈ જાય છે.

મોટાભાગે આ રોગ લોકોને કોણી, ઘૂંટણ અને ખોપડી પર વધારે થાય છે. પણ એની સારી વાત એ છે કે આ રોગ ચેપી એટલે સંક્રામક પ્રકારનો રોગ નથી. એટલે આવા રોગના રોગીના સંપર્કથી બીજા લોકોને કોઈ ભય રહેતો નથી. જાણકારી માટે જણાવી દઈએ કે, મોડર્ન ચિકિત્સામાં હજુ સુધી એવું કોઈ પરીક્ષણ યંત્ર નથી જેનાથી સોરિયાસીસ રોગની ખબર પડી શકે છે. તેમજ લોહીની તપાસ કરાવવાથી પણ આ રોગની ખબર પડતી નથી.

મિત્રો આ રોગની કોઈ નિશ્ચિત ઉંમર નથી હોતી. તે કોઈ પણ ઉંમરમાં થઇ શકે છે. પણ એક સર્વેમાં જાણવા મળ્યું છે કે 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આ રોગ ખુબ ઓછો થાય છે. અને આ રોગ 15 થી 40 વર્ષની ઉંમરના લોકોમાં વધારે પ્રચલિત છે. લગભગ 1 થી 3 ટકા લોકો આ બીમારીથી પીડિત છે. અને લોકો આને આજીવન રહેવા વાળી બીમારી ગણે છે.

જો કે ચિકિત્સા વિજ્ઞાનને પણ હજુ સુધી આ રોગના સાચા કારણ વિષે ખબર પડી નથી. તો પણ એવું અનુમાન લગાવવામાં આવે છે કે, શરીરની ઇમ્યુન સિસ્ટમમાં વ્યવધાન(ખોરવાઈ જવાથી) આવી જવાથી આ રોગ જન્મ લે છે. ઇમ્યુન સિસ્ટમ એટલે શરીર રોગોથી લડવાની પ્રતિરક્ષા પ્રણાલી.

જણાવતા જઈએ કે આ રોગ આનુવાંશિક પણ હોય છે. જે પેઢી દર પેઢી ચાલતો રહે છે. આ રોગનો વિસ્તાર આખી દુનિયામાં છે. શિયાળાના દિવસોમાં આ રોગનો ઉગ્ર રૂપ જોવામાં આવે છે. કેટલાક દર્દી જણાવે છે કે ઉનાળામાં અને તડકાથી એમને રાહત મળે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે એલોપેથિક ચિકિત્સામાં આ રોગનો ઈલાજ નથી. આ રોગ વિષે એવું માનવામાં આવ્યું છે કે, આ રોગ આખું જીવન ભોગવવો પડે છે. પરંતુ કેટલીક કુદરતી વસ્તુઓ છે. જે આ રોગને કાબુમાં રાખે છે અને રોગીને રાહત મળે છે. અમે તમને આજે એવાજ ઉપચારો વિષે જાણકારી આપવાના છીએ.

1. આના ઉપચાર માટે 10 નંગ બદામનો પાઉડર બનાવી લો. અને એને પાણીમાં પલાળી એની પેસ્ટ બનાવો. આ પેસ્ટ સોરાયસીસ રોગ વાળી જગ્યા પર લગાવો. એને આખી રાત રહેવા દો પછી સવારે પાણીથી ધોઈ લો. આ ઉપાય સારા પરિણામ પ્રદર્શિત કરે છે.

2. એનો બીજો ઉપાય છે ચંદન. એના માટે એક ચમચી ચંદનનો પાઉડર લો. આને અડધો લીટર પાણીમાં ઉકાળી લો. ત્રીજો ભાગ રહેવા સુધી ઉકળતા રહો. હવે આમ થોડું ગુલાબ જળ અને સાકર મિક્ષ કરી દો. આ દવા દિવસમાં 3 વાર પીવો. આ ખુબ કારગર ઉપચાર છે.

3. જાણીને નવાઈ લાગશે પણ કોબીજ સોરિયાસીસમાં સારો પ્રભાવ દેખાડે છે. એના માટે કોબીજનું ઉપરનું પાંદડુ લો, એને પાણીમાં ધોઈ લો. હવે તેને હથેળીથી દબાવીને સપાટ કરી લો. આને થોડુંક ગરમ કરીને રોગથી પ્રભાવિત ભાગ પર રાખીને એની ઉપર સુતરાઉ કપડું લપેટો. આ ઉપચારને લાંબા સમય સુધી દિવસમાં 2 વાર કરવાથી જબરજસ્ત ફાયદો થાય છે.

4. તેમજ કોબીજનું સૂપ સવાર સાંજ પીવાથી સોરાયસીસમાં લાભ જોવા મળે છે, આ પ્રયોગ કરવા યોગ્ય છે.

5. અન્ય એક ઉપાય માટે લીંબુના રસમાં થોડું પાણી મિક્ષ કરીને રોગ વાળી જગ્યા પર લાગવાથી રાહત મળે છે. લીંબુનો રસ ત્રણ કલાકના અંતરમાં દિવસમાં 5 વાર પિતા રહેવાથી આ રોગ સારો થવા લાગે છે.

6. જાણકારી માટે જણાવી દઈએ કે, શિકાકાઈ પાણીમાં ઉકાળીને રોગના ડાઘ પર લાગવાથી તે નિયંત્રિત થાય છે.

7. આ રોગમાં રાહત મેળવવા માટે કેળાના પાંદડા પ્રભાવિત જગ્યા પર રાખો, અને એની ઉપર કપડું લપેટો. તમને ફાયદા થશે.

8. કેટલીક ચિકિત્સક જડી-બુટીની દવામાં સ્ટેરોઇડ્સ (steroids) મિક્ષ કરીને ઈલાજ કરવામાં આવે છે. જેનાથી રોગ સારું થતો જોવા મળે છે. પરંતુ ઈલાજ બંધ કરવા પર રોગ પાછો ભયાનક રૂપમાં પ્રકટ થઇ જાય છે. ટ્રાયમ્સિનોલોન સ્ટરાઈડનો સૌથી વધારે વ્યવહાર ઉપયોગ શકે છે.

આ દવા પ્રતિદિવસ 12 થી 16 એમ. જી. એક અઠવાડિયા સુધી આપવાથી આશ્રર્યજનક ફાયદા દેખાવા લાગે છે. પરંતુ દવા બંધ કરવાથી રોગ પુનઃઉભરી આવે છે. જયારે રોગ ખુબ ખતરનાક થઇ જાય છે. તો યોગ્ય ચિકિત્સકના માર્ગ દર્શનમાં દવાનો ઉપયોગ કરી નિયત્રંણ કરવું ઉચિત માનવામાં આવે છે.

9. તેમજ આ રોગને દુર કરવા માટે આપણી જીવન શૈલીમાં બદલાવ કરવો પણ જરૂરી છે. ઠંડીના દિવસોમાં 3 લીટર અને ગરમીના દિવસોમાં 5 થી 6 લીટર પાણીની પીવાની આદત બનાવો. આનાથી વિભાજીત પદાર્થ શરીરથી બહાર નીકળે છે.

10. સોરિયાસીસ ચિકિત્સાનો એક નિયમ એ છે કે, રોગીને 10 થી 15 દિવસ સુધી ફક્ત ફળાહાર પર રહેવું જોઈએ. તેના પછી દૂધ અને ફળોનો રસ ચાલુ કરવો જોઈએ.

11. દર્દીના કબજિયાત નિવારણ માટે નવસેકા પાણીનું એનિમા આપવું જોઈએ. આ રોગ ઝડપથી ઘટી જાય છે.

12. અપરસ વાળા ભાગને મીઠું મિક્ષ કરેલા પાણીથી ધોવું જોઈએ, અને પછી તે ભાગ પર જેતૂનનું તેલ લગાવવું જોઈએ. તમને અસર દેખાવા લાગશે.

13. ખાવામાં સાદું મીઠું બંધ કરી દો. સિંધવ મીઠું વાપરવું જ શ્રેષ્ઠ છે.

14. પીડિત ભાગને મીઠા મિક્ષ કરેલ પાણીથી ધોવું જોઈએ.

15. આ ઉપરાંત ધુમ્રપાન કરવું અને વધારે દારૂ પીવું વિશેષ રૂપથી તમારા માટે હાનિકારક છે. તમારે વધારે મરચા વાળો અને મસાલેદાર ખોરાક પણ નહિ ખાવો.

મિત્રો, તમે આ પોસ્ટને શેયર કરો. કારણ કે આજે તમને આ પોસ્ટની જરૂરત ના હોય તો બીજા કોઈને ખુબ જરૂરી છે.