સફેદ વાળને કાળા કરવાનો અને ટાલિયાના માથા પર વાળ ઉગાડવાનો જબરજસ્ત નુસખો, પહેલા ખબર હોત તો…

0
8213

બદલાતી લાઈફ સ્ટાઈલ અને ખોટા ખાન પાનને કારણે લોકોને જાત જાતની સમસ્યાઓ થઈ રહી છે. જેમાં વાળને લગતી સમસ્યાઓનો પણ સમાવેશ થાય છે. જેમાં વાળ સુકા થવાની તકલીફ, અને તમારા વાળ સફેદ થવા, ઘણા બધા વાળ ખરવા વગેરે વધુ રહે છે. આવો તમને જણાવીએ કે તમે તમારા સફેદ થતા વાળ કેવી રીતે કાળા બનાવી શકો છો, અને કાળા વાળને કેવી રીતે કાળા રાખી શકાય.

અને આપણે જે કરવા જઈ રહ્યા છીએ તેનાથી પહેલા જે તમારા વાળ સફેદ થઈ ગયા છે તે પણ ધીમે ધીમે કાળા થવા લાગશે, અને તમને નવા વાળ નથી ઉગી રહ્યા અને જુદી જુદી જગ્યાએ તાલ પડેલી છે, ત્યાં પણ વાળ ઉગવા લાગશે. અને જયારે પણ આપણે ઘરેલું નુસખા અપનાવીએ છીએ તો થોડી ધીરજ રાખીએ અને તેને નિયમિત કરીએ. તમે આ લેખ છેલ્લે સુધી વાંચજો. કારણ કે લેખના અંતમાં અમે તમને ખાસ અગત્યની બાબત જણાવીશું. જે તમે ફોલો જરૂર કરજો.

તમારા વાળની સમસ્યાથી છુટકારો અપાવવા માટે, આજે આપણે બનાવવાના છીએ તાજા આંબળાનું તેલ. જેનાથી તમારા વાળની તમામ સમસ્યા દુર થઈ જશે. આમ તો બજારમાં આંબળાનું તેલ મળી રહે છે, પરંતુ તેમાં કેવા આંબળા, કેટલા પ્રમાણમાં છે તે તમામ બાબતોની આપણને ખબર નથી હોતી. અને આપણે જાતે જે તેલ બનાવીશું તેમાં ૧૦૦ ટકા આંબળા હશે, અને બનાવવાની રીત પણ ઘણી જ સરળ છે. તો આવો શરુ કરીએ.

આંબળાનું હેયર ઓઈલ બનાવવા માટે તમારે સૌથી પહેલા ૧૫૦ ગ્રામ આંબળા લેવાના છે. ત્યારબાદ તેના ટુકડા કરીને કાપી લેવાના કે. તમે ધારો તો તેની પેસ્ટ પણ બનાવી શકાય છે. તેની અંદર જે બીજ હોય છે તે કાઢી નાખવાના છે, અને તેનો ઉપયોગ કરવાનો નથી. અને જો પેસ્ટનો ઉપયોગ કરો છો તો તે આમ તેમ ઉછળે છે, અને એટલા માટે જ તેને નાના ટુકડામાં કાપીને જ ઉયોગ કરવો જોઈએ.

એના માટે બીજી વસ્તુ લઈશું નારિયેળનું તેલ. કોઈ પણ નારિયેળનું તેલ લઈ શકાય છે. ચોખ્ખું નારિયેળનું તેલ લેવું વધુ સારું રહેશે. આ તેલ ખાવામાં પણ ઉપયોગમાં લઈ શકાય છે. અને તે ખાસ જરૂરી છે કે ક્યા વાસણમાં તે બનાવીશું, તો ખાસ કરીને મેટલ માંથી બનેલું વાસણ લેવું.

મિત્રો આજકાલ લોકોમાં સૌથી વધુ સમસ્યા જોવા મળે તો એ છે વાળ ખરવા અને વાળ સફેદ થવાની. આંબળામાં ઘણા એન્ટીઓક્સીડેંટ રહેલા છે, અને તે તમારા વાળના મૂળને મજબુત કરે છે. જેના કારણે તમારા વાળ ખરવાનું ઓછું થાય છે. અને આંબળામાં એવા ગુણ હોય છે કે જે આપણા વાળને કુદરતી રીતે સારા બનાવે છે.

જો તમે આંબળાનો રોજ ખાવામાં ઉપયોગ કરો છો, કે આંબળાનું તેલ લગાવો છો તો તમારા વાળનો ઓરીજીનલ કાળો કલર જાળવી રાખે છે અને પકડી રાખે છે. અને સમય પહેલા સફેદ નથી થવા દેતા. જો તમારા વાળ સમય પહેલા સફેદ થઈ ગયા હોય છે તો પણ તમારે ખાવામાં, માથામાં તેલ તરીકે દરેક રીતે ઉપયોગ કરવો જોઈએ.

જો તમે આંબળાના તેલનો ઉપયોગ કરશો તો તે વાળ સુકા થવાની તકલીફથી પણ બચાવશે. નારિયેળ તેલ આપણે કેમ પસંદ કરીએ છીએ, તો એનું કારણ એ છે કે નારિયેળનું તેલ વાળને સીધા રાખે છે, વાળને મજબુત કરે છે, એને લાંબા અને ઘાટા બનાવે છે, સાથે સાથે એનાથી સાઈનિંગ ઘણી સારી રહે છે. આ બધી વસ્તુ સૌને પહેલાથી જ ખબર છે.

નારિયેળ તેલ એક સરસ તેલ છે, જે તમારા વાળ અને મૂળમાં ખુબ જ સહેલાઈથી સમાઈ જાય છે, અને તે ઓછા સમય માટે લગાવો તો પણ ફાયદો ઘણો જ મળે છે. તો એટલા માટે નારિયેળના તેલનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. જેથી તે સારી રીતે વાળમાં સમાઈ જાય. તેને લગાવવાની રીત પણ ઘણી જ મહત્વની છે, આપણે અહિયાં તાજા આંબળાનો જ ઉપયોગ કરીએ છીએ, કેમ કે આજની સિઝનમાં તાજા આંબળા મળી રહે છે.

અને તાજી વસ્તુ જેટલો ફાયદો બીજા માંથી નથી મળી શકતો. અને જો તેની સંખ્યા જોવામાં આવે તો ૧૦ આંબળા લેવાના છે, અને જે લોકો પાસે તાજા આંબળા નથી તો બજારમાં સુકા આંબળા મળી જાય છે, તે પણ લઈ શકો છો, એટલા જ પ્રમાણમાં તમારે આંબળા અને નારિયેળનું તેલ સરખા ભાગે લેવાનું છે.

હવે આપણે આંબળાનું તેલ બનાવવાના છીએ, તેને બનાવવા માટે એક લોખંડની કડાઈ લેવાની છે. તે પણ ભારે વજન વાળી લેવાની છે જેથી તેલ બળી ન જાય. કારણ કે આપણે તેને વધુ ગરમ નથી કરવાનું, પરંતુ તેને એક જરૂરી ગરમી પૂરી પાડવાની છે. જેથી થોડી લીખંડની પણ અસર તેમાં આવી જાય, અને તેલને માપીને જરૂરી પ્રમાણમાં ૧૫૦ ml નારિયેળ તેલ નાખવાનું છે, અને તેને એટલું વધુ ગરમ નથી કરવાનું કે આંબળા એકદમ બળી જાય માટે તેવું નથી કરવાનું.

હવે જેવું જ તેલ ગરમ થઈ જાય એટલે ગેસ ધીમો કરી દેવાનો છે. આને નાના ગેસ ઉપર રાખવું સારું રહેશે, જેથી ગરમી કંટ્રોલમાં રહે અને ઘણું વધારે ગરમ ન થઈ જાય. હવે તેમાં નાખવાના છે આંબળા. અને આંબળા એકદમ તેલમાં ડૂબી જાય એટલે ગેસ ધીમો કરીને રાખી મુકીશું. એને ૨૦ થી ૨૫ મિનીટ સુધી પકવવા દેવાના છે. અને વચ્ચે વચ્ચે આંબળા ઉપર નીચે કરતા રહીશું, જેથી તે બધી તરફથી એક સરખા પાકી જાય.

અને જો તમે વાળને ઘણા જ લાંબા કરવા માંગો છો, કાળા કરવા માંગો છો, અને ખાસ કરીને સમય પહેલા વાળ સફેદ થઈ ગયા છે તો ખુબ જ કામનું છે. આ તેલ તમારે નિયમિત રીતે લગાવવાનું રહેશે, અને સાથે સાથે આંબળા કાચા ખાવ પણ અને વાળ ઉપર તેની પેસ્ટ પણ લગાવો.

તો હવે આ મિશ્રણ ૨૫ મિનીટ સુધી ગરમ થઈ જાય તો જોઈ શકાય છે કે આંબળા ભૂરા થઈ ગયા હશે. હવે તેને ઠંડા થવા માટે નીચે ઉતારીને મૂકી દઈશું, જેથી તેની અસર તેલની અંદર સારી રીતે આવી જાય. તો તેને ઠંડુ થવામાં અડધો કલાક જેટલો સમય લાગશે. હવે તમે જોશો તો આંબળા ભૂરા જેવા થઈ ગયા હશે. ત્યારબાદ તેને ગરણી વડે ગાળી લેવાના છે.

આ તેલને તમે પ્લાસ્ટિકની ગરણીથી પણ ગાળી શકો છો. પણ તેના માટે તેલ એકદમ ઠંડુ હોવું જોઈએ. જો હવે જોઈ શકાય છે કે તેલ થોડા ઘાટા કલરનું થઈ ગયું છે, અને જે આંબળા આટલા પ્રમાણમાં હતા તે માત્ર એક ગરણીમાં જ આવી ગયા છે, તેને દબાવી-દબાવીને બધું જ તેલ કાઢી લઈશું, તેના માટે ચમચી પણ લઈ શકો છો કે હાથથી પણ કરી શકો છો. અને આંબળાની અંદર જે તેલ ભરેલું છે તે બધું સારી રીતે નીકળી જાય, તો આ આપણું હેયર ઓઈલ આંબળા તૈયાર થઈ ગયું છે.

આ આંબળાનું તેલ આપણે એકદમ તાજા આંબળા માંથી તૈયાર કર્યુ છે. તમે તેને ૨ થી ૩ મહિના સુધી સાચવીને રાખી શકો છો. અને વધુ સમય થાય તો પણ તે ખરાબ થતું નથી. પણ તમે આ તેલને લગભગ બે મહિનામાં જ લગાવીને પૂરું કરી દો. અને જો દર મહિનાના હિસાબે જ તેલ બનાવો તો સારું રહેશે, કારણ કે એમ કરવાથી તાજુ તેલ વાપરી શકાય છે. અને હાલમાં તો રોજ આંબળા મળી જ રહે છે. જયારે આંબળા ન મળે તેવી સ્થિતિ હોય તો જ ત્રણ ચાર મહિના ચાલે એટલું તેલ બનાવવું જોઈએ.

મિત્રો તેલ તો તૈયાર થઈ ગયું, હવે એનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તેના વિષે જણાવી દઈએ. તમારે આ તેલની માલીશ કરવાની છે. આ તેલને મૂળ સુધી સંપૂર્ણ વાળ ઉપર લગાવો, અને ધ્યાન રાખશો મૂળમાં સારી રીતે તેલ લગાવવાનું છે. તેના માટે તમે હળવા હાથે આંગળીઓના ટેરવા વડે મસાજ કરો. અને વાળને એક એક જેવા છુટા કરીને તમામ વાળ ઉપર તેલ લગાવવાનું છે.

તમે રાત્રે આ તેલ લગાવીને બીજા દિવસે સવારે કોઈ હર્બલ શેમ્પુથી વાળ ધોઈ લો. જો સારું શેમ્પુ ન મળી શકે તો સલ્ફેડનું પ્રમાણ ઓછું હોય તેવું શેમ્પુ લેવું. નહિ તો આપણે ગમે એટલી ચોકસાઈ કે ન રાખીએ, પણ આપણે કેમિકલ ભરેલા શેમ્પુનો ઉપયોગ કરશું, તો આપણી તમામ મહેનત નકામી જાય છે. અને અઠવાડિયામાં તે ત્રણ વખત જરૂર લગાવો, તો તેની સારી અસર થશે.

મિત્રો જાણકારી માટે જણાવી દઈએ કે, જો તમારા વાળ આછા થઈ ગયા છે અને વચ્ચે વચ્ચે ખરે છે, કે પછી તમારા વાળ સમય પહેલા સફેદ થઈ ગયા છે, તો આ તેલનો બે ત્રણ મહિના સુધી સતત ઉપયોગ કરવો જોઈએ. અને જો તમને વાળ સફેદ થવાની તકલીફ છે, તો તેનો હંમેશા ઉપયોગ કરો, અને આખું વરસ તેનો ઉપયોગ કરો.

જો સીઝન પૂરી થયા પછી તાજા આંબળા ન આવતા હોય તો સુકા આંબળાના તેલનો ઉપયોગ કરી શકો છો. અને બજારમાં આંબળાનું તેલ મળે તો છે, પણ તેની કોઈ ગેરંટી નથી હોતી. માટે ઘરે બનાવેલા તેલનો જ ઉપયોગ કરો. અને અને એક વાતનું ધ્યાન રાખો, જો બજારમાં કાચા આંબળા મળે છે તો રોજ બે કાચા આંબળા જરૂર ખાવા જોઈએ.

ઉપરાંત તમે એનો ઉપયોગ શાકમાં પણ કરી શકો છો. અને જો તે શક્ય નથી તો રાત્રે આંબળાનો પાવડર હુફાળા પાણી સાથે જરૂર લેવાનું છે. યાદ રાખશો તેની ઉપર દૂધ વગેરે નથી પીવાનું, અને આ તેલનો નિયમિત અઠવાડિયામાં ત્રણ વખત ઉપયોગ કરો અને તાજા આંબળાનો ઉપયોગ કરવો, અને શેમ્પુ વારંવાર બદલવું જોઈએ નહિ. તેમજ ગાજર મળે તો તાજા ગાજરનું જ્યુસ એક ગ્લાસ રોજ જરૂર પીઓ, જેથી તમારા વાળની તમામ સમસ્યાઓ દુર થઈ જશે.