આ જબરજસ્ત ટ્રીકથી ચમકવા લાગશે ગંદા માર્બલ, બાથરૂમ ટાઈલ્સ ચપટીમાં થશે સાફ એ પણ ઘસ્યા વિના

0
7818

દરેક વસ્તુ નવી હોય ત્યારે ચમકતી અને સ્વચ્છ લાગે છે, પણ સમય જતા તે ગંદી થઈ જાય છે. એજ રીતે આપણા ઘરમાં ભોંય તળિયા, બાથરૂમની ટાઈલ્સ, ટાઈલ્સની વચ્ચેના જોઈન્ટસ વગેરે પણ થોડા સમય પછી ખરાબ થઈ જાય છે. અને આવું દરેકના ઘરમાં થાય છે. પણ તે દેખાવમાં ખરાબ લાગે છે એટલે લોકો તેને ઠીક કરવા માટે હંમેશા લોકો ચિંતિત રહેતા હોય છે.

પણ હવે તમારે એની વધારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આજે અમે તમને જણાવીશું તેને પાછા સ્વચ્છ કરવાના થોડા ઘરેલું ઉપાય. અને તેના માટે અમે એક જ એવી પ્રોડક્ટ જણાવીશું, જેના વડે પીળા પડી ગયેલા માર્બલ હોય, કે ફ્લોર પીળું પડી ગયું છે, રૂમની ટાઈલ્સ હોય કે બાથરૂમની ટાઈલ્સ હોય, કે પછી ટાઈલ્સની વચ્ચેના સાંધામાં ડાઘા થઈ ગયા છે, તે બધું આ પાવડરથી એકદમ સાફ કરી શકાય છે. તો આવો તેને બનાવવાની રીત જાણીએ.

એના માટે તમારે સૌથી પહેલા એક પ્લાસ્ટીકના વાસણમાં ખાવાનો સોડા લેવાનો છે. તમે ટ્રાયલ માટે બે ચમચી લો. પછી તમે તમારી જરૂર મુજબ લઈ શકો છો. બીજી વસ્તુ જે લેવાની છે એ છે હાઇડ્રોજન પ્રોકસાઈડ સોલ્યુશન. એ તમને મેડીકલ સ્ટોર પર ખુબ સરળતાથી મળી જાય છે. એની બોટલ ૨૦ થી ૨૫ રૂપિયાની મળે છે. જો કે તે એટલા પ્રમાણમાં જ લઈશું કે સોલ્યુશન બની જાય. એનું વધારે પાતળું લીક્વીડ નથી બનાવવું.

આ હાઈડ્રોજન પ્રોકસાઈડ તમારી સમસ્યા માટે બ્લીચ જેવું કામ કરી આપશે. અને જે પણ વસ્તુ ગંદી થઈ ગઈ છે, અને પીળી પડી ગઈ છે, તેને આ મિશ્રણ એકદમ સાફ કરી આપશે.

આપણે ટાઈલ્સ અને મારબલ સાફ કરવાનું સોલ્યુશન તો તૈયાર કરી જ લીધું છે. તમે તેને ખુબ જ ગંદા એવા ટાઈલ્સના ભાગ ઉપર લગાવી દો, અને પછી તેને સાફ કરો. તે એકદમ ચોખ્ખી થઈ જશે. તમારે એને ત્યાં લગાડીને મૂકી દેવાની છે, તેને ઘસવાની કોઈ જરૂર નથી.

એના માટે માત્ર બેકિંગ સોડા અને હાઈડ્રોજન પ્રોકસાઈડ મિક્ષ કરીને લગાવીને રાખી દીવાનું છે. પછી એને સાફ કરવાનું છે. અને જો તમે સંપૂર્ણ ટાઈલ્સ સાફ કરવા માંગો છો, તો તેમાં સાબુ જેવું કાંઈ પણ ઉમેરી શકો છો, અને તેને ૨૦ મિનીટ માટે રાખીને મૂકી રાખવાનું છે. વધુ સમય ન હોય તો ૧૦ મિનીટ પછી પણ સાફ કરી શકો છો.

તમારા બાથરૂમની ટાઈલ્સ જો વધુ પીળી પડી ગઈ છે, તો તમે ૨૦ મિનીટ કે વધુ સમય સુધી આ મિશ્રણ લગાવીને રાખી શકો છો. પછી તેને કપડાથી લુછીને સાફ કરી દો. ત્યારબાદ તમે જોશો કે ટાઈલ્સ, મારબલ અને સાંધા છે તે પણ કેટલા ચોખ્ખા થઈ ગયા છે. આ ઘણો જ કારગર ઉપાય છે.

પણ ઘણા લોકોને વાંચ્યા પછી શંકા થશે કે આવું થશે કે નહિ થાય. અમારું કહેવું છે કે તમે એકવાર આનો ઉપયોગ કરી જુઓ, અને પછી એનું પરિણામ જુઓ. તમને પરિણામ સારું જ મળશે. ઉપરાંત રસોડાની ચીકાશ દુર કરવાં અને ચીકણા કાચ સાફ કરવાં માટે પણ આજ રીતનો ઉપયોગ કરવાનો છે. અને આજે અમે જે ટીપ્સ જણાવી છે, તે તમે જરૂર ઉપયોગ કરશો એવી આશા. કારણ કે આ ખુબ જ સારી ટીપ્સ છે.