મહિલાની ડિલિવરી કર્યા પછી સામે આવ્યું એવું ખતરનાક સત્ય, ગભરાઈને બેહોશ થઇ ગઈ હોસ્પિટલની 3 નર્સ

0
2708

એવું કહેવામાં આવે છે કે એક ડોક્ટર ભગવાનનું રૂપ હોય છે. ડોક્ટર પોતાની પાસે આવેલા દર્દીને બચાવવા માટે સંપૂર્ણ મહેનત કરે છે. અને કદાચ એ કારણ છે કે લોકો ડોક્ટર પર સંપૂર્ણ ભરોસો કરે છે, અને પોતાની બીમારી સાથે જોડાયેલી બધી વાતો એમને જણાવે છે.

મિત્રો, પરંતુ શું તમે ક્યારેય એ વિચાર્યુ છે? કે એ સમયે એક ડોક્ટરને કેવો અનુભવ થતો હશે, જયારે એને ખબર પડે છે કે એના દર્દીએ એમનાથી એ વાત સંતાડી છે, જે એના જીવ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આજે અમે તમને એવા જ એક કિસ્સા વિષે જણાવવાના છીએ, જેને જાણીને તમે પણ ચકિત રહી જશો.

અમે કે કિસ્સાની વાત કરી રહ્યા છીએ તે ગાઝિયાબાદની છે. અહીની એક હોસ્પિટલમાં એક મહિલા ગુરુવારે રાત્રે પોતાની ડિલીવરી માટે આવી. એણે ડોકટરથી જે વાત છુપાવી હતી એ જાણ્યા પછી ત્યાની નર્સ બેભાન થઈ ગઈ હતી.

ત્યાંથી મળેલી જાણકારી અનુસાર, ગાઝિયાબાદની એક હોસ્પિટલમાં ગુરુવારની રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ મસૂરી વિસ્તારની એક મહિલાને ડિલીવરી માટે લાવવામાં આવી હતી. અને એ મહિલાને એ સમયે ઘણો વધારે દુઃખાવો થઈ રહ્યો હતો. માટે હોસ્પિટલમાં રહેલ સ્ટાફ એમને લેબર રૂમમાં લઈ ગયા. અને થોડા સમય પછી હોસ્પીટલના સ્ટાફે જણાવ્યું કે, મહિલાની ડિલીવરી થઈ ગઈ છે. અને એણે એક છોકરાને જન્મ આપ્યો છે.

પણ ત્યારબાદ જે થયું તે ડોક્ટર અને ત્યાંના સ્ટાફ માટે ઘણી ડરાવી દે એવી વાત હતી. ડિલીવરી પછી સ્ટાફે એ મહિલાની પહેલા ચાલતી દવાઓ વિષે જાણવા માટે એની મેડિકલ ફાઈલ જોઈ. અને ત્યારે એ વાત સામે આવી કે, એ ગર્ભવતી મહિલા એચઆઈવી પોઝિટિવ છે. અને એના પરિવારના લોકોને એના વિષે પૂછયું ત્યારે એમણે જણાવ્યું કે, હા એ વાત સાચી છે.

આ સાંભળતા જ જિલ્લા મહિલા હોસ્પિટલની બે નર્સ અને ચોથી કક્ષાની મહિલા કર્મચારી પોતાને એચઆઈવી સંક્રમણ થઈ ગયો હશે એ વાતથી ગભરાઈને બેભાન થઈ ગઈ. આ કિસ્સામાં ચકિત કરવા વાળી વાત એ હતી કે, મહિલાને જયારે પ્રસવ પીડાને કારણે જિલ્લા મહિલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે એ મહિલા એચઆઈવી સંક્રમિત હતી, પરંતુ એ વાત એના પરિવારજનોએ સ્ટાફ અને ડોક્ટરથી છુપાવી હતી.

અને એ એચઆઈવી ગ્રસિત મહિલાનો હેલ્થ રિપોર્ટ જોયા પછી 3 નર્સ બેભાન થઈ ગઈ. એના રિપોર્ટમાં જે લખ્યું હતું એ જાણીને ડોક્ટર પણ ચકિત રહી ગયા હતા. મહિલા એચઆઈવી પોઝિટિવ હતી અને પરિવારજનોએ એ વાત છુપાવી હતી.

પણ ડિલીવરી પછી જયારે એ વાતનો ખુલાસો થયો ત્યારે હોસ્પિટલનો સ્ટાફ નારાજ થઈ ગયો. ત્યાર બાદ પોલીસ બોલાવીને મુદ્દાને શાંત કરવામાં આવ્યો. જણાવી દઈએ કે એઈડ્સથી પીડિત મહિલા માટે સ્ટાફ સ્પેશ્યિલ કીટનો ઉપયોગ કરે છે. પરંતુ, આ કિસ્સામાં પહેલાથી જાણકારી ન હોવાને કારણે નોર્મલ ડિલીવરી કરવી પડી. અને એ કારણે નર્સોને એ વાતનો ડર હતો કે, ક્યાંક તેઓ એઈડ્સ જેવી ખતરનાક બીમારીથી સંક્રમિત ન થઈ જાય.

મેડિકલ ટેસ્ટ રિપોર્ટ પરથી જાણવા મળ્યું કે મહિલા એચઆઈવી સંક્રમિત હતી, અને જે દવા તે હાલમાં લઈ રહી હતી એ બાળકને સંક્રમણથી બચાવવા માટે હતી. પરંતુ, એના વિષે હોસ્પિટલને જણાવવામાં આવ્યું ન હતું. આ બાબતે ડો. દીપા ત્યાગીએ કહ્યું કે, જો મહિલાના પરિવાર વાળાએ એના એચઆઈવી પોઝિટિવ હોવા વિષે પહેલા જ જણાવ્યું હતે, તો એને સારી વ્યવસ્થા આપવામાં આવતે. હાલમાં મહિલા અને એનું બાળક બંને સ્વસ્થ છે. જો કે, સ્ટાફના બેભાન થવાની વાતની હજુ સુધી કોઈ પુષ્ટિ નથી થઈ.