એ વાત બધા જાણે છે કે, હિંદુ ધર્મમાં તુલસીને ઘણો પવિત્ર છોડ માનવામાં આવ્યો છે. તેમજ હિંદુ ધર્મમાં એને ‘સ્વર્ગના છોડ’ ના નામથી પણ ઓળખવામાં આવે છે. આપણે ત્યાંની માન્યતા અનુસાર તુલસીના છોડનું ઘરમાં હોવું ઘણું શુભ હોય છે. એટલે જ તો હિંદુ ધર્મમાં આસ્થા રાખવા વાળા લગભગ દરેક વ્યક્તિના ઘરમાં તુલસીનો છોડ હોય છે.
લોકો દ્વારા તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. તેમજ તુલસીના છોડ વગર ભગવાન વિષ્ણુની પૂજા અધુરી માનવામાં આવે છે. જણાવી દઈએ કે તુલસીને માત્ર ધાર્મિક દૃષ્ટિથી જ નહીં પણ વૈજ્ઞાનિક દૃષ્ટિથી પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તુલસીનો એક એન્ટી બાયોટિકના રૂપમાં ઉપયોગમાં લેવાય છે.
તુલસી સાથે જોડાયેલો છે મંગળ ગ્રહ :
જાણકારી માટે જણાવી દઈએ કે, જે લોકો તુલસીના પાંદડાનું નિયમિત સેવન કરે છે, એમને કોઈ પ્રકારની શારીરિક સમસ્યા નથી થતી. તેમજ તુલસીના પાંદડાનો ભગવાનને ભોગ પણ ચડાવાય છે. તેમજ તુલસીના છોડનો એક ટોટકો પણ કરવામાં આવે છે. જે કોઈ પણ વ્યક્તિનું સુતેલું ભાગ્ય જગાડી શકે છે. અને સાથે જ બધા દુઃખોનો નાશ પણ થઈ જાય છે.
પ્રાચીન કાળથી તુલસીને મંગળ ગ્રહ સાથે જોડાયેલ માનવામાં આવે છે. અને તુલસીમાં આગનું તત્વ પણ મળી આવે છે. તુલસી કોઈ પણ વ્યક્તિના જીવનમાં સ્થિરતા લાવવા માટે ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તુલસીથી મનને શાંતિ મળે છે. એની સાથે જ ખુશી અને પ્રેમ પણ મળે છે.
તુલસી વ્યક્તિના જીવનમાં પૈસા લાવવામાં પણ મદદ કરે છે. તેમજ તુલસીનો છોડ દરેક ગાંડપણ સામે વ્યક્તિની રક્ષા કરે છે. તુલસીનો ઉપયોગ તમે સુક્ષમ પ્રક્ષેપણ માટે, પ્રેમમાં આકર્ષણ માટે અને ભૌતિક પ્રવાસમાં કિસ્મત લાવવા માટે કરી શકો છો. આજે અમે તુલસીના અમુક અસરદાર ટોટકા વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારા જીવનને હંમેશ માટે બદલી શકે છે.
તુલસીના અસરદાર ટોટકા :
સંતાનને નિયંત્રિત કરવા માટે :
તુલસી સંતાનને નિયંત્રિત કરવાં પણ ઉપયોગી છે. જો કોઈ માતા-પિતા પોતાના પુત્ર-પુત્રીના જિદ્દી વ્યવહારથી પરેશાન છે, અને એમના સંતાન એમની વાત નથી સાંભળતા, તો એમણે તુલસીનો આ ઉપાય કરવો જોઈએ. પૂર્વ દિશામાં તુલસીના ત્રણ પાંદડા કોઈ રીતે પોતાના સંતાનને ખવડાવી દો. એવું કરવાથી તમારા સંતાન તમારી વાતો માનવા લાગશે.
ઘર માંથી નકારાત્મક ઉર્જાનો નાશ કરવા માટે :
ઘર માંથી નકારાત્મક ઉર્જાનો નાશ કરવા તેમ 4-5 તુલસીના પાન લો. ત્યારબાદ કોઈ પિત્તળના પાત્રમાં પાણી ભરી એમાં તુલસીના પણ 1 દિવસ માટે મૂકી દો. 24 કલાક પછી એ પાણીને પોતાના ઘરના મુખ્ય દરવાજા પર છાંટો. ત્યારબાદ ઘરના બીજા ભાગોમાં પણ એ પાણીનો છાંટો. એનાથી નકારાત્મક ઉર્જાથી તમને છુટકારો મળી જશે.
માન-સમ્માન મેળવવા માટે :
સ્વાભાવિક છે કે નોકરી કરતા લોકોને એમના સહકર્મીઓ અથવા ઉચ્ચ અધિકારીઓ તરફથી ક્યારેક ને ક્યારેક પરેશાની થતી હોય છે. તો એવામાં તમે ઓફિસમાં કોઈ ખાલી જગ્યા પર કોઈ કુંડામાં અથવા તો જ્યાં પણ માટી હોય ત્યાં, સોમવારના દિવસે તુલસીના બીજ લઈને સફેદ કપડામાં બાંધીને સવારના સમયે દબાવી દો. આમ કર્યા પછી તમને પોતાના સહકર્મી અને ઉચ્ચ અધિકારીઓ તરફથી માન-સમ્માન મળશે.
મનપસંદ છોકરા સાથે વિવાહ કરવા માટે :
જણાવી દઈએ કે જો તમે પોતાની છોકરીના લગ્ન માટે યોગ્ય છોકરો શોધી રહ્યા છો, અને તમને એના માટે યોગ્ય વર નથી મળી રહ્યો, તો તમારી છોકરી પાસે તુલસીનો આ ઉપાય જરૂર કરાવો. છોકરીને કહો કે, તે રોજ તુલસીના છોડને પાણી ચઢાવે અને સાથે એની પ્રદક્ષિણા પણ કરે. આમ કરવાથી એને મનપસંદ વર મળી જશે.
વ્યવસાયમાં પ્રગતિ માટે :
વ્યવસાયમાં ઉતર ચડાવ આવતા રહે છે. પણ જે લોકોનો વ્યવસાય સારો નથી ચાલતો, તો એવા લોકો દર શુક્રવારે સવારે તુલસીના છોડને કાચું દૂધ અર્પિત કરો, અને સાથે જ મીઠાઈનો ભોગ ધરાવો. ત્યારબાદ કોઈ સુહાગણ મહિલાને મીઠી વસ્તુ આપો. એવું કરવાથી જલ્દી જ વ્યાપારમાં સફળતા મળવા લાગશે.