માં બન્યા પછી ટીવીની આ 4 અભિનેત્રીઓ પડદા પર દેખાઈ નથી, બીજા નંબર વાળી છે બધાની ફેવરેટ

0
2895

બોલીવુડ ફિલ્મો હોય કે ટીવી સિરિયલ એમાં કામ કરવા વાળી ભારતીય અભિનેત્રીઓની કામ કરવાની એક સીમિત સમય અવધિ હોય છે. લગ્નના પહેલા કે માં બનવા પહેલા સુધી જે એમનો જે ચાર્મ અને જાદુ દર્શકોના વચ્ચે રહે છે, તે એક નિશ્ચિત સમય પછી ઓછો થઈ જાય છે. કંઈક એવું જ થયું છે નાના પડદાની પ્રખ્યાત અભિનેત્રીઓના કરિયર સાથે, જયારે તે માં બની અને તેમના બાળકનો જન્મ થયો તે પછી તે ટીવીની દુનિયામાં દેખાતી નથી. પરંતુ આની પાછળનું કારણ ફિટનેસ નહિ પણ બીજું જ છે.

આ 4 અભિનેત્રીઓ માં બન્યા પછી નથી દેખાતી કોઈ ટીવી સિરિયલમાં. જયારે તેમણે કરિયરમાં ખુબ સફળતાઓ મેળવી છે અને લોકો તેમને ખુબ પસંદ પણ કરે છે. પણ પછી તેમણે આ નિર્ણય શા માટે લીધો, આવો જાણી લઈએ.

માં બન્યા પછી ટીવીની આ 4 અભિનેત્રીઓ દેખાઈ નથી.

ટીવી શો માં આવતી આ અભિનેત્રીઓએ પોતાના કરિયરમાં ખુબ સફળતાઓ મેળવી છે. પણ સમય પસાર થતા તેમણે લગ્ન કર્યા અને માં બનવાનું સુખ પ્રાપ્ત કર્યુ. દરેક છોકરીનું સપનું હોય છે કે તે એક સંતાનની માં બને. પરંતુ જયારે તેમણે કરિયરમાં ખુબ સફળતાઓ મેળવી હોય તો આવું કરવું યોગ્ય નથી. પણ દરેક માણસની પોતાનું અંગત જીવન હોય છે અને તે પોતાના નિર્ણય પોતાની જાતે લે છે, ચાલો તમને જણાવી દઈએ કે કઈ કઈ તે એકટ્રેસ છે.

1. રોશની ચોપડા :

ભારતીય ટેલિવિઝનના ઘણા પ્રખ્યાત શો માં હોસ્ટિંગ અને એક્ટિંગ કરવા વાળી મોડલ અને એકટ્રેસ રોશની ચોપડા પણ ટીવીથી દૂર જતી રહી છે. રોશનીએ પાછલા વર્ષમાં એક દીકરાને જન્મ આપ્યો હતો અને ટીવી જગતથી એમણે અંતર બનાવી લીધુ છે. તેમણે ઘણા કોમેડી શો પણ હોસ્ટ કર્યા છે એમા તેમણે ખુબ સફળતા મેળવી છે.

2. દિશા વકાણી :

આમને કોણ નથી ઓળખતું. લોકો એમને દયા ભાભીના નામથી જ વધારે ઓળખે છે. ભારતના સૌથી પ્રખ્યાત અને સતત પોતાની લોકપ્રિયતા બનાવી રાખનાર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં પોતાના અલગ અંદાજથી લોકોની વચ્ચે લોકપ્રિયતા મેળવનારી દયાબેન એટલે કે દિશા વકાણીએ પણ શો છોડી દીધો એવું લાગે છે. કારણ કે તે ઘણા સમયથી શો માં દેખાઈ નથી. તેમણે થોડા સમય પહેલા એક છોકરીને જન્મ આપ્યો છે અને ત્યાર પછી તે આ શો માં દેખાઈ નથી. દયાબેન આ શો ની કરોડરજ્જુ તરીકે ઓળખાય છે. દિશાએ વર્ષ 2015 માં લગ્ન કર્યા હતા અને હવે તે એક બાળકીની માં પણ છે.

3. દીપિકા સિંહ :

હિંદી ટીવી ચેનલ સ્ટાર પલ્સનો પ્રખ્યાત શો ‘દિયા ઓર બાતી હમ’ રહ્યો છે. આ શો ની મુખ્ય એકટ્રેસના રૂપમાં અભિનય કરી ચૂકેલ દીપિકાની લોકપ્રિયતા પણ કઈ ઓછી નથી. આમની એક્ટિંગથી લોકો ખુબ પ્રભાવિત થઈ ગયા અને આમને જોઈને આમના જેવી દીકરી બનવાની વાત કરવા લાગી. આ શો માટે આમને ઘણા એવોર્ડ્સ પણ મળ્યા પણ તેમણે આ શો ના નિર્દેશક રોહિત ગોયલ સાથે લગ્ન કરી લીધા. વર્ષ 2017માં તેમણે એક બાળકને જન્મ આપ્યો હતો.

4. પરિધિ શર્મા :

ઝી ટીવી પર આવતો શો “જોધા અકબર” તો તમને યાદ જ હશે. આ ચેનલના સૌથી લોકપ્રિય શો “જોધા અકબર” માં જોધાનો રોલ કરવા વાળી પરિધિ શર્માને આ સિરિયલથી ખુબ ઓળખાણ મળી અને એમને સફળતા પણ ખુબ મળી. હવે એમને કોઈ ઓળખાણની જરૂરત નથી, આ શો ની લોકપ્રિયતાના કારણે સમગ્ર ભારતમાં એમને ઓળખાણ મળી. વર્ષ 2017 માં એમણે એક દીકરાને જન્મ આપ્યો અને ત્યારબાદ ટીવીથી દૂર જતી રહી હતી. જયારે એમને ઘણા શો ના ઓફર પણ આવેલા પણ તેમણે તેમાં કામ કરવાની ના પાડી દીધી. પણ એમના ફેન્સ માટે એક સારા સમાચાર એ પણ છે કે હવે તે સોની ટીવી પર આવી રહેલી સિરિયલ ‘પટિયાલા બેબ્સ’ થી ફરીથી કમબેક કરી ચુકી છે.