ટીવીની આ અભિનેત્રી જીવે છે રાણીઓ જેવું જીવન, દૂધથી નહાય છે અને પહેરે છે ચાંદીના ચપ્પલ

0
2734

બોલીવુડમાં ફક્ત સૈફ અલી ખાન એકલા અભિનેતા નથી જે નવાબોના વંશ માંથી આવે છે. સ્વાભાવિક વાત છે કે નવાબોના વંશ માંથી આવતા લોકોના શોખ પણ નવાબી હશે. બોલીવુડમાં એવા ઘણા કલાકાર છે જેમનો સંબંધ રાજઘરાના સાથે છે. પરંતુ તમને જણાવી દઈએ કે ફક્ત બોલીવુડ જ નહિ પણ ટીવી જગતમાં પણ એવા અમુક કલાકાર છે, જે શાહી પરિવાર માંથી આવે છે. એમાંથી એક છે ટીવીની પ્રખ્યાત અભિનેત્રી દિગાંગના સુર્યાવંશી. આમ તો દરેક માતા પિતા પોતાના બાળકોને ઘણો પ્રેમ કરે છે. પણ દિગાંગનાના માતા પિતાની વાત કંઈક અલગ જ છે. એકમાત્ર દીકરી હોવાને કારણે દિગાંગનાને જેટલા ઠાઠમાઠ સાથે રાખવામાં આવે છે એનો અંદાજો તમે લગાવી પણ નહિ શકો.

બોલીવુડમાં કરી ચુકી છે કામ :

જણાવી દઈએ કે દિગાંગનાનો જન્મ 15 ઓક્ટોબર 1997 માં થયો હતો. એમના પરિવારના દરેક સભ્ય એમને ઘણો પ્રેમ કરે છે, અને એમની દરેક માંગને પુરી કરે છે. દિગાંગનાના પરિવાર વાળા એની સાળસંભાળ એકદમ રાજકુમારીની જેમ રાખે છે. દિગાંગના ટીવી ઇન્ડસ્ટ્રીમાં હિટ છે જ, પણ બોલીવુડમાં પણ એના અભિનયને લોકોએ પસંદ કર્યો છે. દિગાંગના ‘જલેબી’ અને ‘ફ્રાય ડે’ જેવી ફિલ્મોમાં કામ કરું ચુકી છે. હાલમાં જ એમની ગોવિંદા સાથે ‘રંગીલા રાજા’ ફિલ્મ રિલીઝ થઇ છે.

રાણીની જેમ રાખે છે પરિવારવાળા :

આ સુંદર અભિનેત્રી દિગાંગના સૂર્યવંશી વિષે કહેવામાં આવે છે કે તે ખુબ જ પૈસાદાર કુટુંબ સાથે સંબંધ ધરાવે છે. અને દિગાંગના સૂર્યવંશી જણાવે છે, કે એક વખત તેણે બાળપણમાં પોતાના માતા પિતા પાસે સોનાની ઘડિયાળની માંગણી કરી હતી, તો તેના પિતાએ તેને હસતા હસતા સોનાની ઘડિયાળ લાવીને આપી હતી. અને હવે દિગાંગના સૂર્યવંશી પોતાના દરેક જન્મ દિવસ વખતે તે ઘડિયાળ જરૂર પહેરે છે, અને તેની સાથે જ દર વર્ષે દિગાંગના સૂર્યવંશીનો જન્મ દિવસ ખુબ જ વિશેષ રીતે ઉજવવામાં આવે છે અને તે દિવસે જાણે એક મોટો પ્રસંગ ઉજવવામાં આવે છે.

એમના જન્મ દિવસનો ખાસ અવસર એકદમ એક રાજકુમારીની જેમ જ ઉજવવામાં આવે છે. તેના માટે દિગાંગના સૂર્યવંશીને દૂધ અને પાણીથી સ્નાન કરાવવામાં આવે છે અને સાથે જ ઉબટન (‘ઉપટન’ માલિસ માટેની એક સુગંધી બનાવટ) પણ લગાવવામાં આવે છે. દિગાંગના સૂર્યવંશી પોતાના જન્મ દિવસએ સંપૂર્ણ રીતે રાજકુમારી બની જાય છે. આ બધા ઉપરાંત દિગાંગના સૂર્યવંશી પાસે ઢગલાબંધ ઘરેણા પણ છે. તેના ઘરમાં એક આખો રૂમ માત્ર તેના બધા સામાનથી ભરેલો પડ્યો છે. એક બીજી જે ખાસ વસ્તુ છે તે દિગાંગના સૂર્યવંશીના ચાંદીના ચપ્પલ, જે તે દર વર્ષે પોતાના જન્મ દિવસના અવસર પર પહેરે છે. હવે આજના જમાનામાં આ બધું લોકોને જાણવા મળે તો ઘણું વિચિત્ર લાગે છે. પણ તેમના પરિવાર વાળા તેને એક રાજકુમારી જેવો અનુભવ કરાવવા માટે આજે પણ તે બધું કરે છે.

વર્ષ 2002માં સોની ટીવી પર આવતા શો ‘ક્યા હાદસા ક્યાં હકીકત’ માં તે બાળકલાકારના રૂપમાં જોવા મળી. દિગાંગના સૂર્યવંશીએ પોતાના અભિનય કેરિયરની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી. ત્યારબાદ તે ઘણી બીજી સીરીયલ્સમાં જોવા મળી. પરંતુ દિગાંગના સૂર્યવંશીની ઓળખ સ્ટાર પ્લસના ટીવી શો “વીરા – એક વીરકી અરદાસ” થી થઇ હતી. આ શો માં તેને તેના ઉત્તમ અભિનય માટે ઘણી વખાણવામાં આવી હતી. લોકો તેને વીરાના નામથી ઓળખવા લાગ્યા હતા. તે ઉપરાંત દિગાંગના સૂર્યવંશી ટીવી રીયાલ્ટી શો બિગ બોસ સીઝન ૯ નો પણ ભાગ બની ચુકી છે.